Home /News /sport /Hardik Pandya: હાર્દિક પંડ્યાનો ભાવુક ઈન્ટરવ્યૂ કહ્યું,'ક્રિકેટમાં પૈસા ન હોત તો પેટ્રોલ પંપ પર કામ કરતો હોત'

Hardik Pandya: હાર્દિક પંડ્યાનો ભાવુક ઈન્ટરવ્યૂ કહ્યું,'ક્રિકેટમાં પૈસા ન હોત તો પેટ્રોલ પંપ પર કામ કરતો હોત'

હાર્દિક પંડ્યા જ્યારે ઇજામાંથી સાજો થઇને પરત આવ્યો, ત્યારથી તેની સામે અનેક સમસ્યાઓ આવી રહી છે. હાર્દિકે આઇપીએલ અને ટી-20 વર્લ્ડકપમાં ન બરાબર બોલિંગ કરી હતી, તો તેનું બેટ જાણે ખામોશ જ થઇ ગયું હતું, એવામાં પ્લેઇંગ-11માં તેમની જગ્યા અંગે સવાલો ઉભા થઇ રહ્યા હતા. ત્યાર બાદ હાર્દિકે ફીટનેસ પર કામ કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે તેઓ સાઉથ આફ્રિકા સીરિઝમાં સિલેક્શન માટે ઉપલબ્ધ રહ્યા નહોતા.

Hardik Pandya interview: હાર્દિક પંડ્યાએ કહ્યું કે જો હું ક્રિકેટર ન હોત તો પેટ્રોલ પંપ પર કામ કરતો હોત, ક્રિકેટમાં સારા પૈસા હોવાથી ખેલાડીઓને પ્રેરણા મળે છે'

Hardik Pandya Interview: ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા (Hardik Pandya) પોતાના ઉગ્ર સ્વભાવ માટે જાણીતા છે. જોકે, તેમનો આ સ્વભાવ શાંત કરી શકેતેવી વ્યક્તિ એક જ છે અને તે છે મહેન્દ્રસિંઘ ધોની (MS Dhoni) તાજેતરમાં જ હાર્દિક પંડ્યાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના જીવનના સંઘર્ષ વિશે અને ચઢાવ ઉતાર વિશે એક ઈન્ટરવ્યૂમાં વાત કરી છે (Hardik Pandya on Struggle and MS Dhoni) હાર્દિકના મતે જો તે ક્રિકેટર ન હોત તો પેટ્રોલ પંપ પર કામ કરતો હોત અને ધોની તેના માટે મોટા ભાઈ સમાન છે.

એક ક્રિકેટ મન્થલી સાથેની વાતચીતમાં હાર્દિક પંડ્યાએ 2019ની એક ટીવી શોમાં આપેલા નિવેદનના કારણે થયેલી ઘટનાને યાદ કરી.. હાર્દિક કહ્યું કે તેને અને કે.એલ. રાહુલને વિવાદિત નિવેદન બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તપાસ બાદ તેમના પરનો બેન હટી ગયો પછી તે ન્યૂઝીલેન્ડ ગયો હતો ત્યારે ધોનીએ મદદ કરી હતી.

ધોનીએ કહ્યું 'તું બેડ પર ઊંઘી જા હું નીચે ઊંધીશ'

હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે 'હું ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયો ત્યારે શરૂઆતમાં મારા માટે રૂમ નહોતો. થોડીવાર પછી મને ધોનીનો ફોન આ્યો અને કહ્યું કે મારા માટે રૂમની વ્યવસ્થા થઈ ગઈ છે. તેમણે કહ્યું કે હું બેડ પર નથી ઊંઘતો એટલે તું બેડ પર સુઈ જા અને હું નીચે સુઈશ. ધોની એક એવા વ્યક્તિ છે જે કાયમ મારી મદદ માટે તૈયાર રહે છે. હું કેવો માણસ છુ, મને શું પસંદ નથી વગેરે જેવી તમામ બાબતો ધોની સમજે છે'

'ધોની મોટા ભાઈ જેવા ફક્ત એ જ મને શાંત કરી શકે છે'

એમ.એસ. ધોની મારા મોટાભાઈ જેવા છે. તેઓ મને ખરેખર સારી રીતે સમજે છે. હું તેમની ખૂબ નજીક છું. ધોની ફક્ત એકમાત્ર એવી વ્યક્તિ છે જે મને શાંત કરી શકે છે. મારી સાથે આટલો વિવાદ થયો ત્યારબાદ તેમણે મારી કરિયરમાં ખૂબ મદદ કરી હતી. હું એટલા માટે એમનું સન્માન કરું છું કે મને જ્યારે જરૂર હતી ત્યારે તેમણે મારી ખૂબ મદદ કરી હતી.'

આ પણ વાંચો :  India Head Coach : જાણવા જેવી વાત! શા માટે BCCI 'ગુરુ' દ્રવિડને કોચ બનાવશે, શું છે બોર્ડની યોજના?

'માહી ભાઈ ડાર્લિગ જેવા'

હાર્દિકે આગળ જણાવ્યું કે 'માહી ભાઈ ડાર્લિંગ જેવા છે, અમારી વચ્ચે સારું બોન્ડિંગ છે. હું એમની સાથે એવી અનેક ચીજો કરી છે જે બીજા કોઈ સાથે કરી નથી. બીજા કોઈને એમએસ ધોનીની જેમ ટ્રીટ ન કરી શકું. તે મને સારી રીતે સમજે છે. એમને એવું લાગે છે કે જો હું કઈક કરું છું તો ખરેખર સમજી વિચારીને જ કરતો હોઈશ.'

'પૈસા ન હોત તો હું પેટ્રોલ પંપ પર કામ કરતો હોત'

હાર્દિક કહ્યું કે ક્રિકેટમાં પૈસા જ બધું છે. જે કઈ થઈ રહ્યું છે તે સમજવા માટે તમારે એક મજબૂત દિમાગ જોઈએ. ક્રિકેટમાં પૈસા છે એ સ્વીકાર કરવામાં અમે સક્ષમ હતા. દિવસના અંતે મારો પગ જમીન પર જ રહે તે સુનિશ્ચિત કરું છું. જો ક્રિકેટમાં પૈસા ન હોત તો હું પેટ્રોલ પંપ પર કામ કરતો હોત. મારા માટે પરિવારને સારી સ્થિતિમાં લઈ જવો એ મારી પ્રાથમિકતા હતી.

આ પણ વાંચો : T20 World Cup: પાકિસ્તાન ટીમના કોચનું ભારત સામે મેચ પહેલાં રાજીનામું, 'માસ્તરે' પરીક્ષા પહેલાં 'વિદ્યાર્થીઓ'ને રઝળાવ્યા

'પૈસાથી જીવન બદલાઈ જાય છે'

ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવા માટે પૈસા ખૂબ જરૂરી છે. ખૂબ પૈસા મળવાથી ક્રિકેટર ભાવુક થઈ જાય છે કારણ કે તેમનું જીવન બદલે છે. આ પૈસા તેમના પરિવારનું જીવન બદલી નાખે છે. જો ક્રિકેટમાં આટલા પૈસા ન હોત તો અનેક એવા ક્રિકેટર છે જે ક્રિકેટ રમવાના બદલે કઈક બીજુ કરતા હોત.

'પૈસા વિશે વાત કરવી જોઈએ એવી ધારણ ખોટી'

હાર્દિકે પૈસા વિશે માહિતી આપતા જણાવ્યું કે ક્રિકેટમાં પૈસા લોકો ચર્ચા નથી કરતા. ખોટી ધારણા છે કે પૈસા વિશે વાત ન કરવી જોઈએ. ક્રિકેટમાં જો પૈસા ન હોત તો ખબર નહીં કેટલા લોકો ક્રિકેટ રમતા હોત. મારા મતે ક્રિકેટમાં પૈસો છે તેના વિશે વાત કરવામાં ખોટું કઈ નથી
First published:

Tags: Cricket News in Guajarati, Ms dhoni, WT20, હાર્દિક પંડ્યા