Home /News /sport /IND VS SL: નો બોલ નાખવો એ તો ગુનો છે! કંગાળ પ્રદર્શન બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ અર્શદીપ વિશે જુઓ શું કહ્યું?

IND VS SL: નો બોલ નાખવો એ તો ગુનો છે! કંગાળ પ્રદર્શન બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ અર્શદીપ વિશે જુઓ શું કહ્યું?

Hardik-Pandya

બીજી ટી-20માં પરાજય બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં ‘નો બોલ’ એ એક ગુનો છે. આ અર્શદીપ સિંહ (Arshdeep Singh) પર દોષ આપવાની વાત નથી, પરંતુ ફાસ્ટ બોલરે પોતાની પાયાની ભૂલો સુધારવાની જરૂરિયાત છે.

    ભારત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં ‘નો બોલ’ એ એક ગુનો છે. આ અર્શદીપ સિંહ (Arshdeep Singh) પર દોષ આપવાની વાત નથી, પરંતુ ફાસ્ટ બોલરે પોતાની પાયાની ભૂલો સુધારવાની જરૂરિયાત છે.

    ભારતે બીજી T20 મેચમાં 16 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેથી શ્રીલંકાએ ત્રણ મેચની આ T-20 સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. આ મેચમાં અર્શદીપ સિંહે બે ઓવરમાં પાંચ નો બોલ ફેંક્યા હતા અને 37 રન આપ્યા હતા.

    હાર્દિક પંડ્યાએ આ અંગે નિવેદન આપ્યું છે કે, ‘તમારો દિવસ સારો પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે. તમારે મહત્ત્વપૂર્ણ બાબતોને અવગણવી ન જોઈએ. અર્શદીપ સિંહ માટે હાલની પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલભરી છે. તેણે અગાઉ પણ નો બોલ ફેંક્યા હતા. આ બાબત માટે અમે અર્શદીપ સિંહને દોષ નથી આપી રહ્યા, પરંતુ કોઈપણ ફોર્મેટમાં નો બોલ ફેંકવો તે એક ગુનો છે. બોલિંગ અને બેટીંગના કારણે પાવરપ્લેમાં ભારતીય ટીમને નુકસાન પહોંચ્યું છે. આ સ્તર પર અમે કેટલીક બેઝિક ભૂલો કરી છે, જે અમારે ન કરવી જોઈએ. હવે આ પ્રકારની ભૂલ બીજીવાર ન થાય તે બાબત પર ધ્યાન આપવું જોઈએ.‘

    હાર્દિક પંડ્યાએ રાહુલ ત્રિપાઠી અંગે પણ નિવેદન આપ્યું છે. રાહુલ ત્રિપાઠીએ આ મેચથી ડેબ્યૂ કર્યું છે. ‘રાહુલને ત્રીજા નંબર પર રમવાની આદત છે. રાહુલ જે પ્રકારે સહજ હોય અમે તેને તે પ્રકારે રમવા દેવા માંગતા હતા. આ કારણોસર રાહુલને ત્રીજા નંબરે બેટીંગ કરવા મોકલ્યો હતો. દાસુન શનાકાએ શાનદાર બોલિંગ અને બેટીંગ કરી છે.’

    શ્રીલંકન કેપ્ટને છેલ્લી ઓવર અને 22માં બોલમાં 56 રન કર્યા હતા, જેથી તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો: ક્યા યહી પ્યાર હૈ? ઉર્વશી રૌતેલાએ ફરીથી કાંડ કર્યો! ઋષભ પંતને જે હોસ્પિટલમાં દાખલ છે ત્યાંનો ફોટો શેર કર્યો, ફેન્સ ભડક્યા

    શનાકાએ જણાવ્યું કે, અમે મેચના વચ્ચેના સમયગાળામાં સારું રમી શકતા હતા. ફિનિશરો મેચ સારી રીતે રમી શકે તે માટે મેચના વચ્ચેના સમયગાળામાં સારું રમવાની જરૂરિયાત છે. હાર્દિક પંડ્યાએ અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવના ખૂબ જ વખાણ કર્યા છે. તેમણે છઠ્ઠી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી અને શ્રીલંકાના મોઢેથી જીત છીનવવાનો પ્રયાસ કર્યો હતો.

    " isDesktop="true" id="1314424" >

    હાર્દિક પંડ્યા જણાવે છે કે, આ મેચમાં ભારતીય ટીમ જીતી શકી નથી, પરંતુ ભારતીય ટીમના પ્લેયરોએ સારું પ્રદર્શન કર્યું છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन