Hardik Pandya : 'અમુક ક્રિકેટરોએ કહ્યું હતું કે હું IPLની બીજી સીઝનમાં 6થી 7 કરોડ મેળવવાને લાયક છું'

હાર્દિક પડ્યાએ થોડા સમય આપેલા ઈન્ટરવ્યૂના અંંશો

Hardik Pandya : IPL 2022ની મેગા હરાજી નજીક આવી રહી છે. ત્યારે ઈજાના કારણે હાર્દિકની વેલ્યુ ઘટી શકે છે, પરંતુ હજુ પણ તે મોટી રકમ લઈ જશે તેવી ધારણા છે.

  • Share this:
    હાર્દિક પંડ્યા (Hardik pandya) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટીમના મુખ્ય ખેલાડીઓમાંનો એક છે. તે 2015થી મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલો છે અને અત્યાર સુધી ટીમ તરફથી 92 મેચ રમી ચૂક્યો છે. હાર્દિકને 2021માં 11 કરોડ રૂપિયાનો પગાર મળ્યો હતો. આ દરમિયાન હાર્દિક પંડ્યાને 2016માં કેટલાક ક્રિકેટરોએ કહ્યું કે, તે 6-7 કરોડ રૂપિયા મેળવવાને લાયક છે. કારણ કે તે ભારત તરફથી રમી ચૂક્યો હતો અને તે સમયે તે એકમાત્ર ઓલરાઉન્ડર હતો.

    હાર્દિક પંડ્યાને 2016માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) પાસેથી 10 લાખ રૂપિયાનો પગાર મળતો હતો. તેને 2015ની IPL હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. એક વર્ષ બાદ 2016માં કૃણાલ પંડયાને મુંબઈ ઈન્ડિયન્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.  હાર્દિક પંડયાએ થોડા સમય પહેલાં આપેલા ઈન્ટરવ્યૂના અંશો

    તે સમયે હું લગભગ બે કરોડ કમાતો હતો

    હાર્દિક પંડયાએ ESPNcricinfoને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "મારી પસંદગી 10 લાખમાં થઈ હતી, બરાબર? ત્યારબાદના વર્ષે કેટલાક ક્રિકેટરોએ મને કહ્યું કે, હવે તું છ-સાત કરોડને લાયક છે, કારણ કે હું ભારત તરફથી રમ્યો હતો અને તે સમયે હું એકમાત્ર ઓલરાઉન્ડર હતો. જોકે,હું એ ક્રિકેટરોનું નામ નહીં લઉં.

    હાર્દિકે વધુમાં હતું કે, ઠીક છે, મારો ભાઈ 2 કરોડ રૂપિયા કમાઈ રહ્યો છે. મને મુંબઈ ઈન્ડિયન્સ માટે 10 લાખ રૂપિયામાં પસંદ કરવામાં આવ્યો છે, પરંતુ હું બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી અને એક ભારતીય ખેલાડી તરીકે હું લગભગ 2 કરોડ કમાતો હતો.

    આ પણ વાંચો : T20 world Cup 2026- World cup 2031 સહિત 3 મોટી ટુર્નામેન્ટ થશે ભારતમાં, ચેક કરો ICCનું નવું કેલેન્ડર

    ઉલ્લેખનીય છે કે, 2017ની IPL સિઝનમાં હાર્દિક અને તેના ભાઈ કૃણાલ પંડયાએ ફ્રેન્ચાઇઝી માટે જોરદાર રમત દાખવી હતી. MIએ ત્રીજું ટાઇટલ જીત્યું હતું. જેના પગલે પંડયા બંધુઓને MIએ 11 કરોડ અને 9 કરોડમાં જાળવી રાખ્યા હતા.

    પૈસાના કારણે સ્થિરતા આવી છે

    હાર્દિકે વધુમાં કહ્યું કે, મને 11 કરોડ મળ્યા અને કૃણાલને 9 કરોડ મળ્યા હોવાથી 20 કરોડ થયા હતા. પરંતુ અમે ખૂબ જ સ્ટેબલ અને જમીન પર હતા. તે અમને બહુ ઉત્સાહિત કરી શક્યું નહીં. અમે ખુશ હતા. પરંતુ તેનાથી ઘણી બધી વસ્તુઓ બદલાઈ ન હતી. અમે હજી પણ પહેલા જેવા જ હતા. જોકે, પૈસાના કારણે સ્થિરતા હતી.

    આ પણ વાંચો :  Hardik Pandya પાસે છે 3 કરોડ રૂપિયા સુધીની ઘડિયાળ, જુઓ ઓલરાઉન્ડરના Watch Collectionની તસવીરો

    IPL 2022ની મેગા હરાજી નજીક આવી રહી છે. ત્યારે ઈજાના કારણે હાર્દિકની વેલ્યુ ઘટી શકે છે, પરંતુ હજુ પણ તે મોટી રકમ લઈ જશે તેવી ધારણા છે. અગાઉ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. MI વતી તેણે 27.33ની એવરેજ અને 153.91ના સ્ટ્રાઇક રેટથી 1476 રન બનાવ્યા છે. બીજી તરફ ઓલરાઉન્ડરે 9.06ની ઇકોનોમી સાથે 42 વિકેટ ઝડપી છે.
    First published: