વિવાદિત નિવેદનને લીધે પંડ્યા અને રાહુલ પર મૂકી શકાય છે બે મેચનો પ્રતિબંધ

News18 Gujarati
Updated: January 10, 2019, 2:46 PM IST
વિવાદિત નિવેદનને લીધે પંડ્યા અને રાહુલ પર મૂકી શકાય છે બે મેચનો પ્રતિબંધ
BCCIએ હાર્દિક પંડ્યાને નોટિસ પાઠવી 24 કલાકમાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું

BCCIએ હાર્દિક પંડ્યાને નોટિસ પાઠવી 24 કલાકમાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સંચાલક સમિતિના ચીફ વિનોદ રાયે ગુરુવારે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર બે વન ડેનો પ્રતિબંધ લાદવાની ભલામણ કરી છે. ઉપરાંત સાથી સીઓએ મેમ્બર ડિયાના ઇડુલ્ઝીએ આ મામલો બીસીસીઆઇના લીગલ સેલમાં મોકલી આપ્યો છે.

રાયે કહ્યું કે, હું હાર્દિક પંડ્યાના જવાબથી સંતુષ્ટ નથી અને મેં બન્ને ખેલાડીઓ માટે બે મેચના પ્રતિબંધની ભલામણ કરી છે. જોકે, છેલ્લો નિર્ણય ડિયાનાના કહેવા પર લેવામાં આવશે.

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ચેટ શો 'કોફી વિથ કરન'માં મહિલાઓ વિરુદ્ધ આપેલા વિવાદીત નિવેદન અંગે BCCIએ તેને નોટિસ પાઠવી આ અંગે જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. બુધવારે હાર્દિક પંડ્યાએ બીસીસીઆઇને કારણ આપતાં કહ્યું કે, તે શોમાં મહિલાઓ વિરુદ્ધ આપેલા નિવેદન અંગે વિનમ્રતાપૂર્વક માફી માગે છે, જેને સેક્સિસ્ટ અને મહિલા વિરોધી માનવામાં આવ્યું છે.

BCCIએ હાર્દિક પંડ્યાને નોટિસ પાઠવી 24 કલાકમાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. જેના જવાબમાં હાર્દિકે કહ્યું કે, હું એક ચેટ શોમાં ભાગ લેવા પહોંચ્યો હતો. જેમાં મેં એ વિચાર્યા વગર નિવેદનો આપ્યા કે તેને આપત્તિજનક ગણવામાં આવશે.

આ પણ વાંચો:  'કોફી વિથ કરન'માં મહિલાઓ અંગે ટિપ્પણી કરનાર હાર્દિક, રાહુલને BCCIની નોટિસ

હાર્દિક પંડ્યાએ કહ્યું કે, હું કોઇ વ્યક્તિ, સમાજ કે વર્ગની ભાવનાઓને ઠેસ પહોંચાડવા નહોતો માગ્તો. મેં આ નિવેદન શો દરમિયાન વાતચીત કરતાં આપ્યું હતું. મને ખબર નહોતી કે આ નિવેદનોને આપત્તિજનક ગણવામાં આવશે.25 વર્ષીય હાર્દિક પંડ્યાએ કહ્યું કે, તમે વિશ્વાસ રાખો, હું બીસીસીઆઇનું ખૂબ જ સન્માન કરું છું. ભવિષ્યમાં આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખીશ.
First published: January 10, 2019, 11:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading