Home /News /sport /HARDIK PANDYA: આજ સુધી ક્યારેય સીરિઝ નથી હાર્યો કેપ્ટન હાર્દિક પંડ્યા, મેન ઓફ ધ સીરિઝ બન્યો, ટીમે પણ તોડ્યા રેકોર્ડ

HARDIK PANDYA: આજ સુધી ક્યારેય સીરિઝ નથી હાર્યો કેપ્ટન હાર્દિક પંડ્યા, મેન ઓફ ધ સીરિઝ બન્યો, ટીમે પણ તોડ્યા રેકોર્ડ

hardik pandya

INDIA UNDER HARDIK CAPTAINCY: ભારતે ન્યુઝીલેન્ડને 168 રને કારમો પરાજય આપ્યો હતો. આ સાથે ભારત તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યા આજ સુધીમાં એક પણ સીરિઝ હાર્યો  નથી. આ સાથે ભારતે ઘરઆંગણે 50 મી ટી-20 જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

INDIA VS NEWZEALAND AHMEDABAD: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી-20 અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ  T-20 મેચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. ભારતે ન્યુઝીલેન્ડને 168 રને કારમો પરાજય આપ્યો હતો. આ સાથે ભારત તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યા આજ સુધીમાં એક પણ સીરિઝ હાર્યો  નથી. કેપ્ટન તરીકે ગુજરાત ટાઈટન્સને આઈપીએલ ટાઇટલ જિતાડયા બાદ હાર્દિકને ટીમ ઈન્ડિયાને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી અને તેણે આજ સુધીમાં એક પણ સીરિઝ ભારતને હારવા નથી દીધી.  આ સાથે કેપ્ટન હાર્દિક પંડ્યાએ આજની મેચમાં ચાર વિકેટ પણ ઝડપી હતી. અને ટીમની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. હાર્દિક પંડ્યાને તેના ઓલરાઉન્ડ પરફોરમન્સ માટે મેન ઓફ ધ સીરિઝ ઍવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારતે પહેલા તો બેટિંગમાં જ એક જંગી સ્કોર ખડકી દીધો હતો. જેમાં શુભમન ગિલની સદીનો સમાવેશ પણ થાય છે.  કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતી લીધો હતો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ઇન ફોર્મ બેટ્સમેન શુભમન ગિલે વધુ એક સદી ફટકારી દીધી છે. ભારતની ટીમને સારી શરૂઆત અપાવનાર શુભમન ગિલે એક છેડો સંભાળીને ટીમના સ્કોરને પણ 200 ને પાર પહોંચાડી દીધો હતો.

  • ભારતનો ટી-20 શ્રેણીમાં સૌથી મોટા માર્જિનથી વિજય 

  • ઘરઆંગણે 50 ટી-20 જીતનાર પ્રથમ ટીમ ભારત

  • ત્રણ ફોર્મેટમાં સૌથી નાની વયે સદી ફટકારનાર બેટ્સમેન શુભમન ગિલ 

  • ભારતનો 2023માં સતત ચોથો શ્રેણી વિજય 

  • હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં એક પણ શ્રેણી નથી હાર્યું ભારત 

  • કેપ્ટન હાર્દિક પંડ્યા મેન ઓફ ધ સીરિઝ 

  • શાનદાર સદી બદલ શુભમન ગિલ મેન ઓફ ધ મેચ 

  • સૂર્યકુમાર યાદવના ત્રણ શાનદાર કેચ બદલ ટ્રસ્ટેડ પ્લેયર ઓફ ધ મેચ

ટાર્ગેટનો પીછો કરવા માટે મુલાકાતે આવેલી ન્યૂઝીલેન્ડની ટીમ ક્યારેય મેચમાં જીતની આસપાસ  દેખાઈ ન હતી. તેની 5 વિકેટ માત્ર 21 રનમાં પડી ગઈ હતી. ટીમના 9 બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા ન હતા. ડેરીલ મિશેલે સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ સિવાય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ, ઉમરાન મલિક અને શિવમ માવીને પણ 2-2 વિકેટ મળી હતી.ભારતીય ક્રિકેટર તરફથી ટી-20માં સૌથી વધુ સ્કોર

શુભમન ગિલે ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન કરવાના વિરાટ કોહલીના રેકોર્ડને તોડી નાખ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં શુભમને 126 રન માત્ર 63 બોલ રમીને કરી લીધા હતા. શુભમન ગિલ ઓપનિંગમાં ઈશાન કિશન સાથે ઉતાર્યો હતો. કિશન આજે પણ ફ્લોપ રહ્યો હતો. ત્યાર પછી રાહુલ ત્રિપાઠીએ જોરદાર ફટકાબાજી કરતાં 44 રન ધડાધડ બનાવી દીધા હતા. જો કે તે પોતાની ફિફ્ટી પૂરી કરી શક્યો નહોતો અને કેચ આઉટ થઈ ગયો હતો. ત્યાર પછી કેપ્ટન હાર્દિક પંડ્યાએ બાજી સાંભળી લીધી હતી અને 17 બોલમાં એક છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 30 રન ફટકાર્યા હતા. સામે છેડે ઓપનર ઇન ફોર્મ બેટર ઈશાન કિશન આગવા ટચમાં દેખાયો હતો.ભારતની ટી-20 માં સૌથી મોટી જીત

આ જીત સાથે ભારતે અત્યાર સુધીનો સૌથી મોટો ટી-20 વિજય નોંધાવ્યો હતો. રનના હિસાબે ભારતની આ સૌથી મોટી જીત છે. અગાઉ 2018માં ટીમે આયર્લેન્ડને 143 રનથી હરાવ્યું હતું. તેમની ટીમે શ્રેણી 2-1થી જીતી હતી. ભારતે બુધવારે T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ (IND vs NZ)માં ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવ્યું હતું. શુભમન ગિલની સદીના આધારે ભારતે ટી-20 સિરીઝ પર કબજો જમાવ્યો છે.

આ પણ વાંચો: SHUBMAN GILL: ભારતના ટી-20 ઇતિહાસમાં સૌથી વધુ રન કરનાર બેટર બન્યો ગિલ, વિરાટ-રોહિતને પાછળ છોડ્યા

આ પણ વાંચો: IND VS NZ: ભારત ન્યૂઝીલેન્ડ ટી-20માં ટોસ જીતીને કેપ્ટન હાર્દિકે પહેલા દાવ લીધો, પૂર્વ કોચે કહ્યું ખોટુ કર્યું

ઘરઆંગણે સૌથી વધારે વિજય

ભારત આ સાથે જ ઘર આંગણે સૌથી વધારે 50 ટી-20 મેચ જીતનાર પહેલી ટીમ બની ગઈ છે. ટી-20 ઈન્ટરનેશનલની ગિલની પ્રથમ સદીના આધારે ભારતે પ્રથમ રમતમાં 4 વિકેટે 234 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ગિલે 63 બોલમાં અણનમ 126 રન બનાવ્યા હતા. જેમાં 12 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 12.1 ઓવરમાં 66 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પહેલા ભારતે કીવી ટીમને વનડે શ્રેણીમાં 3-0થી મોટી હાર આપી હતી. વર્ષ 2023ની વાત કરીએ તો ભારતે સતત ચોથી શ્રેણી જીતી હતી. આ પહેલા ટીમે શ્રીલંકા સામેની વનડે અને ટી-20 શ્રેણી પણ જીતી હતી.
First published:

Tags: IND vs NZ, India vs new zealand, T20 cricket, હાર્દિક પંડ્યા