હાર્દિક પંડ્યાને વધુ એક ફટકો, મુંબઈની ક્લબે સદસ્યતા રદ કરી

News18 Gujarati
Updated: January 15, 2019, 3:19 PM IST
હાર્દિક પંડ્યાને વધુ એક ફટકો, મુંબઈની ક્લબે સદસ્યતા રદ કરી
હાર્દિકે શેર કરી સોશિયલ મીડિયામાં વર્ષ 2011ની જીતની ઊજવણીની તસવીર

ક્લબના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ ઉપર ઘણી મહિલા સભ્યોએ પંડ્યા સામે કાર્યવાહી કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો

  • Share this:
ટીવી શો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલે ટીમ ઇન્ડિયામાંથી સસ્પેન્ડ થયેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને વધુ એક ફટકો પડ્યો છે. મુંબઈની પ્રતિષ્ઠિત ખાર જિમખાના ક્લબે હાર્દિકની સદસ્યતા રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ ક્લબના સંયુક્ત સચિવ ગૌરવ કપાડિયાએ આ જાણકારી આપી હતી. ગૌરવે કહ્યું હતું કે મેનેજિંગ કમિટીની સોમવારે થયેલી બેઠકમાં આ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને પછી નિર્ણય કરવામાં આવ્યો હતો કે તેની સદસ્યતા રદ કરવામાં આવે.

એક રિપોર્ટ પ્રમાણે ગૌરવ કપાડિયાએ કહ્યું હતું કે ક્લબના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ ઉપર ઘણી મહિલા સભ્યોએ પંડ્યા સામે કાર્યવાહી કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેની ઉપર મેનેજિંગ કમિટીએ એકમત થઈને તેની સદસ્યતા લઈ લેવાનો નિર્ણય કર્યો હતો. હાર્દિકને ગત વર્ષે ઓક્ટોબરમાં 3 વર્ષ માટે આ ક્લબની સદસ્યતા આપવામાં આવી હતી.

આ પણ વાંચો - મહિલાઓ પર આપત્તિજનક ટિપ્પણી પર હાર્દિક-રાહુલે બિનશરતી માફી માંગી

ખાર જિમખાના એક પ્રતિષ્ઠિત ક્લબ છે. જે આ પહેલા દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, અનુભવી ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ, સાનિયા મિર્ઝા અને ઓલિમ્પિક મેડાલિસ્ટ બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલને સભ્ય બનાવી ચૂક્યું છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ એક ટીવી શોમાં મહિલાઓ ઉપર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તપાસ પુરી થાય ત્યાં સુધી બીસીસીઆઈએ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને સસ્પેન્ડ કરી દીધા છે. રાહુલ પણ આ કાર્યક્રમમાં હતો. બંનેએ આ મુદ્દે કોઈપણ શરત વગર માફી માંગી લીધી છે.
First published: January 15, 2019, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading