હાર્દિક પંડ્યાએ મુંબઈમાં 30 કરોડનો આલીશાન ફ્લેટ ખરીદ્યો, ક્યારેક મેગી ખાઇને ભરતો પેટ

હાર્દિક પંડ્યાએ મુંબઈમાં 30 કરોડનો આલીશાન ફ્લેટ ખરીદ્યો

hardik pandya 30 crore rupees flat- આ સોસાયટીમાં બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ અને દિશા પટણી પર રહે છે

 • Share this:
  નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)અને કૃણાલ પંડ્યાએ (Krunal Pandya) પોતાના જીવનમાં ઘણી નબળી આર્થિક સ્થિતિ જોઈ છે. બંને ખેલાડીઓ બેટ ઉધાર લઇને ક્રિકેટ રમ્યા હતા. પેટ ભરવા માટે બંને ભાઈઓ મેગી ખાતા હતા. જોકે આજે હાર્દિક અને કૃણાલ ઘણા સફળ ક્રિકેટર છે. ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી અને આઈપીએલમાં કમાલના પ્રદર્શનથી બંને ખેલાડીઓ ફર્શથી અર્શ પર આવ્યા છે. હવે સમાચાર છે કે કૃણાલ અને હાર્દિક પંડ્યાએ મુંબઈમાં એક આલીશાન ફ્લેટ (Pandya Brothers New Flat) ખરીદ્યો છે. જેની કિંમત 30 કરોડ રૂપિયા છે. હાર્દિક પંડ્યાના આ ફ્લેટમાં 8 બેડરૂમ છે અને 3838 સ્ક્વેયર ફૂટમાં બનેવું છે. પંડ્યા ભાઈઓએ આ ફ્લેટ રુસ્તમજી પેરામાઉન્ટમાં ખરીદ્યો છે. આ સોસાયટીમાં બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ અને દિશા પટણી પર રહે છે.

  ડીએનએના રિપોર્ટ પ્રમાણે હાર્દિક અને કૃણાલ પંડ્યાના ઘરમાં જિમ, ગેમિંગ ઝોન પણ છે. સાથે એક પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ પણ આ આલીશાન ફ્લેટમાં છે. આટલું જ નહીં પંડ્યા બંધુઓના એપાર્ટમેન્ટમાં પ્રાઇવેટ થિયેટર પણ છે. જલ્દી પંડ્યા બ્રધર્સ વડોદરાથી મુંબઈ શિફ્ટ થઇ શકે છે. ક્યારેક-ક્યારેક 400-500 રૂપિયા પ્રતિ મેચ કમાનાર પંડ્યા બ્રધર્સ આજે ભારતના ટોપ ઓલરાઉન્ડર્સમાંથી એક છે.

  આ પણ વાંચો - Babul Supriyo News: બાબુલ સુપ્રિયોએ રાજનીતિમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, નરેન્દ્ર મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું ન હતું

  પંડ્યા બ્રધર્સ માટે શ્રીલંકાનો પ્રવાસ ખાસ ના રહ્યો

  હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. જોકે બંને ભાઈઓ શાનદાર પ્રદર્શન કરી શક્યા ન હતા. કૃણાલ પંડ્યા 2 વન-ડેમાં 1 વિકેટ ઝડપી શક્યો અને બેટિંગમાં 35 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા વન-ડેમાં 9.50ની એવરેજથી 19 રન જ બનાવી શક્યો હતો. તે 2 વિકેટ ઝડપી શક્યો હતો.

  ટી-20 શ્રેણીની પ્રથમ મેચ પછી કૃણાલ પંડ્યા કોવિડ-19 પોઝિટિવ આવ્યો હતો. જે પછી તેના સંપર્કમાં આવેલા 8 અન્ય ખેલાડીઓ પણ બહાર થઇ ગયા હતા. જેમાં હાર્દિક પંડ્યા પણ સામેલ હતો.
  Published by:Ashish Goyal
  First published: