મહિલાઓ પર આપત્તિજનક ટિપ્પણી પર હાર્દિક-રાહુલે બિનશરતી માફી માંગી

News18 Gujarati
Updated: January 15, 2019, 7:35 AM IST
મહિલાઓ પર આપત્તિજનક ટિપ્પણી પર હાર્દિક-રાહુલે બિનશરતી માફી માંગી
હાર્દિક અને રાહુલને 20-20 લાખનો દંડ

સીઓએના અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું હતું કે બીસીસીઆઈએ બંને ખેલાડીઓની કારકિર્દી ખતરામાં મુકવાના બદલે તેમાં સુધારો કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ

  • Share this:
ટેલિવિઝન કાર્યક્રમમાં મહિલાઓ પર આપત્તિજનક ટિપ્પણીઓ કરવાના મામલે સસ્પેન્ડેડ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલે સોમવારે કોઈપણ શરત વગર માફી માગી લીધી છે. બીજી તરફ પ્રશાસકોની સમિતિ (સીઓએ)ના અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું હતું કે બીસીસીઆઈનએ બંને ખેલાડીઓની કારકિર્દી ખતરામાં મુકવાના બદલે તેમાં સુધારો કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ.

બંને ખેલાડીઓએ શરત વગર માફી માગ્યા છતા બીસીસીઆઈની 10 એકમોએ આ મામલાની તપાસ માટે લોકપાલની નિમણુક કરવા માટે વિશેષ સામાન્ય બેઠક બોલાવવાની માંગણી કરી છે. સીઓએમાં રાયની સહયોગી ડાયેના ઇડુલ્જી ઇચ્છે છે કે આ તપાસ સીઓએ અને બીસીસીઆઈના અધિકારી કરે.

આ પણ વાંચો - ભારત પરત ફરશે પંડ્યા અને રાહુલ, ટીમમાં આ ખેલાડીઓનો કરવામાં આવ્યો સમાવેશ

બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને નામ ન આપવાની શરતે કહ્યું હતું કે હા, હાર્દિક અને રાહુલે ફરીથી જાહેર કરેલ કારણ બતાવો નોટિસનો જવાબ આપ્યો છે. તેમણે કોઈપણ પ્રકારની શરત વગર માફી માગી લીધી છે. સીઓએના પ્રમુખે બીસીસીઆઈના નવા સંવિધાનની કલમ 41 (સી) પ્રમાણે મુખ્ય કાર્યકારી અધિકારી (રાહુલ જૌહરી)ને મામલાની તપાસનો નિર્દેશ આપ્યો છે. એડુલ્જીને લાગે છે કે આમ નહીં થાય તો આ મામલે લીલાપોતી કરી દેવાશે.

આ પણ વાંચો - આ ક્રિકેટર પર ફિદા હતી શાહરુખની પુત્રી! હવે ટીમ ઇન્ડિયામાં થયો સમાવેશ

વિનોદ રાયે જણાવ્યું હતું કે કૃપા કરીને એ વાત લઈને આશ્વત રહો કે આ મામલાની તપાસમાં લીપાપોતી થશે નહીં. ભારતીય ક્રિકેટના હિતને ધ્યાનમાં રાખવામાં આવશે. મેદાનની બહાર બંને ખેલાડીઓનું આ આચરણ નિંદનીય છે.શો માં મહિલાઓ ઉપર કરેલી ટિપ્પણી પછી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી સ્વદેશ પાછા બોલાવી લેવાયેલા બંને ખેલાડીઓની કારકિર્દી લટકતી છે. વન-ડે વર્લ્ડ કપ શરુ થવાને ચાર મહિના બચ્યા છે. રાયે એડુલ્જીને મોકલાવેલ ઇ-મેલમાં કહ્યું છે કે બીસીસીઆઈએ યુવા ખેલાડીઓની કારકિર્દી ખતમ કરવી જોઈએ નહીં.
First published: January 14, 2019, 8:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading