ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીનો આજે (19 નવેમ્બર)જન્મ દિવસ છે. સાક્ષીએ પોતાના પતિ એમએસ ધોની અને મિત્રો સાથે મુંબઈમાં પોતાનો બર્થ ડે મનાવ્યો હતો. તેના બર્થ ડે પર ઘણા સારા વીડિયો પ્રશંસકોએ સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.જેમાં એક વીડિયોમાં સાક્ષી કેક કાપતી જોવા મળે છે. તેની બાજુમાં ધોની ઉભો છે અને અન્ય લોકો પોતાના ફોનમાં આ સેલિબ્રેશનને રેકોર્ડ કરે છે. ક્રિકેટરની વાત કરવામાં આવે તો ફક્ત હાર્દિક પંડ્યા જ જોવા મળ્યો હતો. પંડ્યા ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયો નથી.
ઇન્ડિયન આઈડલનો સિંગર રાહુલ વૈધ પણ આ દરમિયાન જોવા મળ્યો હતો. તેણે સાક્ષીને વિશ કર્યું હતું. આ દરમિયાન હેપ્પી બર્થ ડેનું સુંદર ગીત સાક્ષી માટે ગાયું હતું.આ પછી ધોનીને સાક્ષી માટે ગાવા કહ્યું તો ધોનીએ કહ્યું - હવે ઘણું થયું કાલથી કરી રહ્યો છું. " isDesktop="true" id="813841" >
હાર્દિક પંડ્યાએ ધોની સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.