લોકડાઉન દરમિયાન પોતાની ફિયાન્સી સાથે ઇંટીમેટ થતો જોવા મળ્યો હાર્દિક પંડ્યા, શેર કરી તસવીર

News18 Gujarati
Updated: March 26, 2020, 2:54 PM IST
લોકડાઉન દરમિયાન પોતાની ફિયાન્સી સાથે ઇંટીમેટ થતો જોવા મળ્યો હાર્દિક પંડ્યા, શેર કરી તસવીર
લોકડાઉન દરમિયાન પોતાની ફિયાન્સી સાથે ઇંટીમેટ થતો જોવા મળ્યો હાર્દિક પંડ્યા, શેર કરી તસવીર

રોમાંટિક ફોટો શેર કરતા નતાશાએ #stayhomestaysafe #quarantine જેવા હેશટેગનો ઉપયોગ કર્યો છે

  • Share this:
મુંબઈ : હાલના દિવસોમાં કોરોના વાયરસ (CoronaVirus)ના ખતરાને જોતા સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટી સુધી પોત-પોતાના ઘરમાં બંધ છે. પીએમ મોદીએ લોકડાઉનની જાહેરાત કરીને બધાને પોતાની સાથે ટાઇમ સ્પેન્ડ કરવાની તક આપી છે. બધા સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને કોરોના વાયરસથી સુરક્ષાને લઈને લોકોને જાગૃત કરી રહ્યા છે. સાથે પ્રશંસકોને શેર કરી રહ્યા છે કે તે કોરોન્ટાઇનમાં સમય કેવી રીતે પસાર કરી રહ્યા છે. આ દરમિયાન હાર્દિક પંડ્યાની (Hardik Pandya)ફિયાન્સી અને અભિનેત્રી નતાશા સ્ટાનકોવિકે Natasa Stankovic)ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર રોમાંટિક ફોટો શેર કર્યો છે

નતાશાએ ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાના ફિયાન્સ હાર્દિક પંડ્યા સાથે બેડ પર જોવા મળી રહી છે. બંને એકબીજાની નજીક જોવા મળી રહ્યા છે. તેણે હાર્દિક પર પોતાનું માથું રાખ્યું છે અને બંને વચ્ચે તેમનો ક્યૂટ ડોગી પણ જોવા મળી રહ્યો છે. આ રોમાંટિક ફોટો શેર કરતા નતાશાએ #stayhomestaysafe #quarantine જેવા હેશટેગનો ઉપયોગ કર્યો છે. કોરોનાના કારણે લોકોને ઘર ઉપર રહેવા માટે પોતાના અંદાજમાં પ્રેરિત કરી રહ્યો છે.
 View this post on Instagram
 

#stayhomestaysafe #quarantine @hardikpandya93


A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on


નતાશા દ્વારા શેર કરેલ આ ફોટો પર હાર્દિક પંડ્યાએ દિલની ઇમોજી બનાવીને કોમેન્ટ કરી છે. આ બંનેના રોમાંટિક ફોટો પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. બંનેની હોટ કેમિસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે. હાર્દિકના ખાસ મિત્ર કેએલ રાહુલે પણ આ તસવીર પર કોમેન્ટ કરતા લખ્યું છે.'Love 💕'.

ઉલ્લેખનીય છે કે 2020ની શરુઆતમાં હાર્દિક પંડ્યાએ નતાશાને પ્રપોઝ કર્યું હતું. બંનેએ દુબઈમાં ક્રૂઝ પર 1 જાન્યુઆરીએ ગુપચુપ રીતે સગાઈ કરી હતી.
First published: March 26, 2020, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading