હાર્દિક પંડ્યાએ ખોલ્યું ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રુમનું રહસ્ય, સામે આવ્યો Video

હાર્દિક પંડ્યાએ ખોલ્યું ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રુમનું રહસ્ય, સામે આવ્યો Video

ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાએ ટ્રેન્ટ બ્રિજમાં ડ્રેસિંગ રુમની અંદરનો એક વીડિયો પોસ્ટ કર્યો

 • Share this:
  ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ ધમાકેદાર શરુઆત કરી છે. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા અને બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવ્યા પછી ગુરુવારે ટીમ ઇન્ડિયાનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે છે. બંને ટીમો હજુ સુધી ICC World Cup 2019માં એકપણ મેચ હારી નથી. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાએ ટ્રેન્ટ બ્રિજમાં ડ્રેસિંગ રુમની અંદરનો એક વીડિયો પોસ્ટ કર્યો છે.

  હાર્દિકે બતાવ્યો આખો ડ્રેસિંગ રુમ
  હાર્દિકે ડ્રેસિંગ રુમમાં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની, કેદાર જાધવ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહની બેસવાની જગ્યાથી લઈને તે કેટલી જગ્યાનો ઉપયોગ કરે છે તે જણાવ્યું હતું.

  આ પણ વાંચો - ...જ્યારે યુવતીઓ પાસેથી ગુલાબ મેળવવા યુવરાજે કર્યું આવું કામ

  કેપ્ટનની બાજુમાં રવીન્દ્ર જાડેજા
  હાર્દિકે આ વીડિયોમાં મજાક ભર્યા અંદાજમાં કહ્યું હતું કે રવીન્દ્ર જાડેજા હંમેશા કેપ્ટનની પાસે હોય તેવું જ સ્થાન લેશે. કોહલીની જગ્યા બતાવતા હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે ડ્રેસિંગ રુમમાં આખી ટીમમાં કોઈ પાસે સૌથી વધારે જગ્યા છે તો તે કેપ્ટન કોહલી પાસે છે.  વર્લ્ડ કપમાં ભારતીય ટીમ

  શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, વિજય શંકર, દિનેશ કાર્તિક, રવીન્દ્ર જાડેજા. મોહમ્મદ શમી.
  Published by:Ashish Goyal
  First published: