ઇંગ્લેન્ડ સામેની શ્રેણી પહેલા હાર્દિક પંડ્યાએ કરાવી નવી હેર સ્ટાઇલ, તસવીર વાયરલ

 • Share this:
  ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની આક્રમક બેટિંગ ઉપરાંત સ્ટાઇલ અને ટેટુના કારણે પણ ચર્ચામાં રહે છે. ઇંગ્લેન્ડ સામેની શ્રેણી પહેલા હાર્દિક પંડ્યા ફરી એક વખત નવી હેર સ્ટાઇલને લઈને ચર્ચામાં છે. હાર્દિકે નવી હેર સ્ટાઇલનો ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. નવી હેર સ્ટાઇલમાં હાર્દિકે વાળમાં એક સફેદ પટ્ટી કરાવી છે. જેને પ્રશંસકો ઘણો પસંદ કરી રહ્યા છે.

  નવા-નવા ટેટુ બનાવવા અને સ્ટાઇલ અપનાવી હાર્દિક પંડ્યાનો શોખ છે. પંડ્યા સિવાય ટીમ ઇન્ડિયાનો સુકાની વિરાટ કોહલી અને કેએલ રાહુલ પણ હેર સ્ટાઇલ અને ટેટુ બનાવવામાં નંબર વન છે.  My bring it on face


  A post shared by Hardik Pandya (@hardikpandya93) on
   ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત આયરલેન્ડ સામે બે ટી-20ની શ્રેણીમાં 2-0થી વિજય મેળવી કરી છે. ભારતીય ટીમ 3 જુલાઇએ ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટી-20 મેચ રમી ઇંગ્લેન્ડ સામે શ્રેણીની શરૂઆત કરશે. ભારત ઇંગ્લેન્ડ સામે 3 ટી-20 મેચ, 3 વન-ડે અને 5 ટેસ્ટની શ્રેણી રમશે.
  Published by:Ashish Goyal
  First published: