હાર બાદ સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતો જોવા મળ્યો હર્દિક પંડ્યા, પત્ની નતાશાએ આપ્યું આવું રિએક્શન

 • Share this:
  પુણે: ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા શનિવારે પૂણે તેની ટીમ સાથે હોટલમાં સ્વિમિંગ પુલમાં મસ્તી કરતો જોવા મળ્યો હતો. હાર્દિકે એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેમાં તે ગોગલ્સા સાથે હસતો દેખાઇ રહ્યો હતો. હાર્દિક અત્યારે ટીમ ઈન્ડિયાનો ભાગ છે જે અત્યારે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી સીરીઝનો ભાગ છે.

  પૂણેના એમસીએ સ્ટેડિયમમાં ભારતીય ટીમને ઈંગ્લેન્ડની સીરીઝની બીજી વન-ડેમાં શુક્રવારે ભારતીય ટીમને 6 વિકેટથી હરાવી અને 3 મેચની સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ટીમ ઈન્ડિયાના માટે કે.એલ રાહુલ 108 જ્યારે ઋષભ પંત 77 રન કર્યા જ્યારે કોહલીએ 66 રન કર્યા જેની મદદથી ભારત 6 વિકેટના નુકશાન પર 336 રનનો મજબૂત સ્કોર કર્ય પરંતુ ઈંગ્લેન્ડે માત્ર 4 વિકેટ ગુમાવીને અને માત્ર 43.3 ઓવરમાંજ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધો હતો. મેન ઓફ ધ મેચ રહેલો જોની બેયરસ્ટ્રોએ 124 રનની ઈનિંગ રમી અને આ સિવાય બેન સ્ટોક્સે પણ 99 રન કર્યા હતા.

  natasa stankovic


  મેચની એક દિવસ પહેલા જ હાર્દિક પંડ્યા સ્વિમિંગ પુલમાં મસ્તી કરતો જોવા મળ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પણ શેર કરી હતી અને એક સૂર્યની ઈમોજી કેપ્શનમાં રાખી હતી. જેમાં તેની પત્ની અને મોડલ નતાશાએ કોમેન્ટ કરી હતી. નતાશાએ આ પોસ્ટ પર કોઇ કોમેન્ટતો નથી કરી પરંતુ નતાશાએ એક લવ વાળી અને આગ વાળી ઈમોજી પોસ્ટ કરી હતી. નતશા એક મોડલ છે અને બંન્નેને એક બાળક પણ છે. જેનું નામ અગસ્ત્ય છે.

  આ પહેલા નતાશાએ હાર્દિકની સાથેની એક સુંદર તસવીર શેર કરી હતી. જેમાં તે એકબીજાને કિસ કરી રહ્યા છે. હાર્દિક અને નતાશા સોશિયલ મીડિયા પર
  ખુબજ એક્ટિવ રહે છે. અને ફેન્સની સાથે ફોટો-વીડિયો શેર કરતા રહે છે.

  27 વર્ષીય હાર્દિક ટીમ ઈન્ડિયાનો મહત્વનો ભાગ છે. તેણે અત્યાર સુધીમાં 11 ટેસ્ટ, 59 વન-ડે અને 48 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. ટેસ્ટમાં તેણે 17, વન-ડેમાં 55 અને ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં કુલ 41 વિકેટ લીધી છે.
  Published by:kuldipsinh barot
  First published: