વિવાદમાં ફસાયેલા હાર્દિક પંડ્યાની અભિનેત્રી સાથેની 'ડર્ટી ટોક' જાહેર થશે!

બોલિવૂડ ન્યૂઝ આઉટ લેટ 'KRK Box Office'એ ધમકી આપતાં જણાવ્યું છે કે તે ખુલાસો કરશે કે હાર્દિક પંડ્યા કેટલો ખરાબ વ્યક્તિ છે

News18 Gujarati
Updated: January 10, 2019, 3:00 PM IST
વિવાદમાં ફસાયેલા હાર્દિક પંડ્યાની અભિનેત્રી સાથેની 'ડર્ટી ટોક' જાહેર થશે!
બોલિવૂડ ન્યૂઝ આઉટ લેટ 'KRK Box Office'એ ધમકી આપતાં જણાવ્યું છે કે તે ખુલાસો કરશે કે હાર્દિક પંડ્યા કેટલો ખરાબ વ્યક્તિ છે
News18 Gujarati
Updated: January 10, 2019, 3:00 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 'કોફી વિથ કરન'માં મહિલાઓ વિશે આપેલા નિવેદનો વિવાદ વધી રહ્યો છે, ત્યારે બોલિવૂડ ન્યૂઝ આઉટ લેટ 'KRK Box Office'એ ધમકી આપતાં જણાવ્યું છે કે તે ખુલાસો કરશે કે હાર્દિક પંડ્યા કેટલો ખરાબ વ્યક્તિ છે.

આ ટોક શોમાં હાર્દિક પંડ્યા સાથે કેએલ રાહુલ પણ સામેલ હતો. જેમાં હાર્દિકે ત્યાં સુધી કહ્યું કે, તેણે પહેલી વાર સંભોગ કર્યા બાદ ઘરે આવી તેના પેરેન્ટ્સને આ અંગે જણાવ્યું હતું.

આ પણ  વાંચો: વિવાદિત નિવેદનને લીધે પંડ્યા અને રાહુલ પર મૂકી શકાય છે બે મેચનો પ્રતિબંધ

તેણે કહ્યું કે, તે તેના પિતાને પાર્ટીમાં લઇ ગયો હતો અને તેમને બતાવ્યું હતું કે તે કઇ યુવતીને ડેટ કરી રહ્યો છે. જે બાદ સોશિયલ મીડિયામાં હાર્દિક પંડ્યાની આકરી ટિકા કરવામાં આવી રહી છે.

હાર્દિક હવે નવા વિવાદમાં ફસાતો જોવા મળી રહ્યો છે. KRK Box Officeએ કહ્યું કે, ટૂંક સમયમાં જ તે પંડ્યાની એક નવી અભિનેત્રી સાથેની વાતચીત જાહેર કરશે. તેણે ટ્વિટ કરતાં લખ્યું કે, અમે કેટલીક Struggling અભિનેત્રી સાથે હાર્દિક પંડ્યાની વાતચીત બધાની સામે શુક્રવારે લાવીશું. ત્યારે આખી દુનિયાને ખબર પડશે કે તે કેટલો ખરાબ છે.

આ દરમિયાન સંચાલક સમિતિના ચીફ વિનોદ રાયે ગુરુવારે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર બે વન ડેનો પ્રતિબંધ લાદવાની ભલામણ કરી છે.
First published: January 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...