બાબા સાહેબ પર કરેલી ટિપ્પાણીને લઈને હાર્દિક પંડ્યાએ કર્યો ખુલાસો, કહ્યું કંઈક આવું

News18 Gujarati
Updated: March 23, 2018, 8:54 PM IST
બાબા સાહેબ પર કરેલી ટિપ્પાણીને લઈને હાર્દિક પંડ્યાએ કર્યો ખુલાસો, કહ્યું કંઈક આવું

  • Share this:
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તે વાતને ફગાવી દીધી છે કે, તેને ટ્વિટર પર કોઈ પ્રકારની અપમાનજનક ટિપ્પણી બાબા સાહેબ આંબેડકર પર કરી નથી. તેને કહ્યું કે, તે ટ્વિટ નકલી એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે અને તેમાં તેનું નામ અને તસવીરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.

અદાલતે કરેલા આદેશ બાદ પોતાના સ્પષ્ટીકરણમાં પંડ્યાએ કહ્યું કે, તેમના મનમાં આંબેડકરના પ્રતિ અત્યંત આદર અને સન્માન છે.

તેમને આનો ખુલાસો આપતા નિવેદન આપતા કહ્યું, "હું કોઈ જ પ્રકારની એવા નિવેદનોમાં સામેલ થઈશ નહી જે અપમાનજનક હોય અને કોઈ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડનાર હોય."

સંવિધાન નિર્માતા બી આર આંબેડકર વિશે નકારાત્મક ટિપ્પણીઓને લઈને અદાલતમાં હાર્દિક પંડ્યા વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.

તેમને કહ્યું છે કે, આ ટિપ્પણી નકલી એકાઉન્ટથી કરવામાં આવી છે જેમાં હાર્દિકના નામનું અને તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અસલમાં આ આખો મામલો પાછલા વર્ષે ડિસેમ્બરમાં પંડ્યાના પેરોડી એકાઉન્ટથી કરવામાં આવેલ એટ ટ્વિટ સાથે જોડાયેલ છે. આ ટ્વિટમાં ભારતના સંવિધાન ડ્રાફ્ટ સમિતિના ચેરમેનના અધ્યક્ષ રહેલ અને દલિત ચેતના અગ્રણી નેતા ભીમરાવ આંબેડકર વિશે આપત્તિજનક વાત કહેવમાં આવી હતી. આ એકાઉન્ટ હવે ડિલિટ કરી દેવામાં આવ્યું છે.આ ટ્વિટને આપત્તિજનક માનતા જોધપુરના એક વકિલે જોધપુર લૂણી પોલીસ સ્ટેશનમાં પંડ્યા વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવવાની કોશિશ કરી હતી. પોલીસે ઈન્કાર કર્યા બાદ અદાલતમાં પરિવાદ કજૂ કર્યો જેવે મંજબક કરતા કોર્ટે એસસી-એસટી એક્ટની કલમ હેઠળ કેસ નોંધીને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
First published: March 23, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading