હાર્દિક પંડ્યાએ ઝાહીર ખાનની મજાક ઉડાવી, પ્રશંસકો બોલ્યા- અહંકાર તને ડૂબાડશે

News18 Gujarati
Updated: October 8, 2019, 1:34 PM IST
હાર્દિક પંડ્યાએ ઝાહીર ખાનની મજાક ઉડાવી, પ્રશંસકો બોલ્યા- અહંકાર તને ડૂબાડશે
ઝાહીર ખાન (ફાઇલ તસવીર)

હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ કંઈક અલગ જ અંદાજમાં ઝાહીર ખાન (Zaheer Kha)ને ટ્વિટ કરીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે.

  • Share this:
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હાલ દક્ષિણ આફ્રિકા (South Africa) સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમવામાં લાગેલી છે. વિશાખાપટ્ટનમમાં રમવામાં આવેલી શ્રેણીની પ્રથમ મેચ ભારતે 203 રનથી જીતી લીધી હતી. હાલ ટીમના બે મહત્વના ખેલાડી ટીમમાંથી બહાર છે. જેમાંથી એક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની સારવાર ચાલી રહી છે, જ્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કમરના નીચેના ભાગમાં સર્જરીને કારણે આરામ ફરમાવી રહ્યો છે. તાજેતરમાં સર્જરી પછી તેની એક તસવીર પણ સામે આવી હતી, જેમાં તે મોંઘી ઘડિયાળ પહેરીને નજરે પડી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સમયાંતરે અનેક વિવાદોમાં ફસાતો રહ્યો છે.

તાજેતરમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝાહીર ખાને પોતાનો 41મો જન્મ દિવસ ઉજવ્યો હતો. અનેક વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ ઝાહીર ખાનને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ અલગ અંદાજમાં ઝાહીર ખાનને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી. જોકે, હાર્દિક પંડ્યાનો આ અનોખો અંદાજ ઝાહીરના પ્રશંસકોને પસંદ પડ્યો ન હતો. ઝાહીરના પ્રશંસકોએ હાર્દિક પંડ્યાને ખૂબ શિખામણો આપી હતી. હાર્દિક પંડ્યા લંડનમાં પોતાની સારવાર કરાવી રહ્યો છે. હાર્દિકે ત્યાંથી જ ઝાહીરને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા સોશિયલ મીડિયામાં એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં હાર્દિક પોતે છગ્ગો લગાવતો નજરે પડી રહ્યો છે.

હાર્દિક પંડ્યાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, "ઝાહીર, જન્મ દિવસની શુભેચ્છા. આશા છે કે તમે પણ એવું કરશો જેવું મેં આ વીડિયોમાં કર્યું છે." આ વીડિયો પછી ઝાહીરના પ્રશંસકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. પ્રશંસકોએ હાર્દિકને વિનમ્ર થવાની સલાહ આપી હતી.

એક ચાહકે લખ્યું કે, "જે લોકો ક્રિકેટમાં વધારે રસ નથી ધરાવતા તેમને કહી દઉં કે 2011માં વર્લ્ડ કપ જીતાડવમાં ઝાહીર ખાનનું મોટું યોગદાન હતું. ઝાહીરે 21 વિકેટ ઝડપી હતી." અન્ય એક ચાહકે લખ્યું કે, "બોલર હોવા છતાં ઝાહીરે પોતાની આંતરરાષ્ટ્રીય કિર્કેટ કારકિર્દીમાં 53 છગ્ગા ફટકાર્યાં છે. ઝાહીરે બ્રેટ લી, શોએબ અખ્તર જેવા બેટ્સમેનોના બોલ પર પણ છગ્ગા ફટકાર્યા છે."

અન્ય એક પ્રશંસકે કહ્યુ કે, અહંકાર તેન લઈને ડૂબશે. નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાના ધૂરંધર બોલર ઝાહીર ખાને પોતાની 14 વર્ષની કારકિર્દીમાં 92 ટેસ્ટ મેચમાં 311 વિકેટ ઝડપી છે. જ્યારે વન-ડેમાં 200 મેચ રમીને તેણે 282 વિકેટ ઝડપી છે.
First published: October 8, 2019, 1:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading