Home /News /sport /IND vs SA: હાર્દિક પંડ્યાના બેટિંગ ક્રમમાં થશે ફેરફાર? દિનેશ કાર્તિકના રૂપમાં મળ્યો છે વિકલ્પ

IND vs SA: હાર્દિક પંડ્યાના બેટિંગ ક્રમમાં થશે ફેરફાર? દિનેશ કાર્તિકના રૂપમાં મળ્યો છે વિકલ્પ

હાર્દિક પંડ્યા ટી-20 લીગની 15મી સિઝનમાં તે ગુજરાત ટાઇટન્સ તરફથી નંબર-4 અને નંબર-5 પર રમતો જોવા મળ્યો હતો (Hardik pandya twitter)

India vs South Africa - ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચોની ટી-20 શ્રેણી 9 જૂનથી શરુ થઇ રહી છે

  નવી દિલ્હી : હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) આઈપીએલ-2022માં (IPL-2022)બેટિંગથી કમાલનું પ્રદર્શન કર્યું હતું. તેણે ગુજરાત ટાઇટન્સ તરફથી સૌથી વધારે રન બનાવ્યા હતા. જોકે તેણે પોતાની રમતમાં ફેરફાર કર્યો છે. પહેલા તે નીચેના ક્રમે ઉતરતો હતો અને ફિનિશર તરીકે ઝડપથી રન બનાવતો હતો. જોકે ટી-20 લીગની 15મી સિઝનમાં તે ગુજરાત ટાઇટન્સ તરફથી નંબર-4 અને નંબર-5 પર રમતો જોવા મળ્યો હતો. તેણે શરૂઆતમાં બાજી સંભાળી અને પછી ખુલીને રમતો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa)વચ્ચે 5 મેચોની ટી-20 શ્રેણી 9 જૂનથી શરુ થઇ રહી છે. આવામાં સૌથી મોટો સવાલ એ છે કે હાર્દિક પંડ્યાના બેટિંગ ક્રમમાં ફેરફાર થશે.

  હાર્દિક પંડ્યાએ આઈપીએલમાં 4 અડધી સદીની મદદથી 487 રન બનાવ્યા હતા. જોકે વર્તમાન ટીમ ઇન્ડિયાની વાત કરવામાં આવે તો ટોપ-4માં કેએલ રાહુલ, ઇશાન કિશન, શ્રેયસ ઐયર અને રિષભ પંત છે. આવામાં હાર્દિકનું સ્થાન ટોપ-4માં બનતું નથી. રોહિત શર્મા આ શ્રેણીમાં રમી રહ્યો નથી. જોકે તે પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યો છે કે હાર્દિક ફિનિશિર તરીકે જ રમશે. દિનેશ કાર્તિકે આઈપીએલ-2022માં નીચેના ક્રમે આક્રમક બેટિંગ કરી હતી. આવામાં ટીમ ફિનિશર તરીકે તેને તૈયાર કરી શકે છે.

  આ પણ વાંચો - આગામી 6 મહિના સુધી વ્યસ્ત રહેશે ભારતીય ક્રિકેટ ટીમ, આવો છે કાર્યક્રમ

  હાર્દિકને આવી રીતે મળી શકે છે નંબર-4 પર તક

  કોચ રાહુલ દ્રવિડ અને કેએલ રાહુલ હાર્દિક પંડ્યાને નંબર-4 ઉપર તક આપી શકે છે. આવામાં રિષભ પંત નંબર 5 અને દિનેશ કાર્તિક નંબર 6 ઉપર રમી શકે છે. જો હાર્દિકે શ્રેણીમાં નંબર-4 ઉપર સારું પ્રદર્શન કર્યું તો તે ભવિષ્યમાં મિડલ ઓર્ડરમાં રમતો જોવા મળી શકે છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ થવાનો છે. આવામાં કોચ રાહુલ દ્રવિડ દરેક નંબર માટે વિકલ્પ તૈયાર કરવા માંગશે. વર્લ્ડ કપ પહેલા ટીમને ઓછામાં ઓછી 25 ટી-20 મેચ રમવાની છે.
  " isDesktop="true" id="1215250" >

  દિનેશ કાર્તિકે આઈપીએલની 16 ઇનિંગ્સમાં 55ની એવરેજથી 330 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 183નો રહ્યો હતો. જે ટી-20માં શાનદાર છે. આ દરમિયાન તેણે 27 ફોર અને 22 સિક્સર ફટકારી હતી. જ્યારે રિષભ પંતે 13 ઇનિંગ્સમાં 31ની એવરેજથી 340 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 152નો રહ્યો હતો. આવામાં બન્ને બેટ્સમેન અંતમાં આક્રમક બેટિંગ કરી શકે છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: India vs South Africa, હાર્દિક પંડ્યા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन