'કોફી વિથ કરન'માં મહિલાઓ અંગે ટિપ્પણી કરનાર હાર્દિક, રાહુલને BCCIની નોટિસ

હાર્દિક પંડ્યાના વિવાદીત નિવેદનોને લીધે લોકો દ્વારા તેની ટિકા કરવામાં આવી રહી છે

News18 Gujarati
Updated: January 9, 2019, 2:18 PM IST
'કોફી વિથ કરન'માં મહિલાઓ અંગે ટિપ્પણી કરનાર હાર્દિક, રાહુલને BCCIની નોટિસ
હાર્દિક પંડ્યાના વિવાદીત નિવેદનોને લીધે લોકો દ્વારા તેની ટિકા કરવામાં આવી રહી છે
News18 Gujarati
Updated: January 9, 2019, 2:18 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: 'કોફી વિથ કરન'માં મહિલાઓ અંગે વિવાદીત નિવેદન આપવા બદલ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને બીસીસીઆઇએ નોટિસ પાઠવી છે. આ નોટિસમાં બન્ને ક્રિકેટરોને જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે. શોમાં મહિલાઓ વિરુદ્ધ આપેલા નિવેદન અંગે સોશિયલ મીડિયામાં બન્નેની ભારે ટિકા થઇ રહી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા BCCIમાં નિયુક્ત કરાયેલી સમિતિ CoAએ હાર્દિક પંડ્યા અને રાહુલને કારણ દર્શાવવા નોટિસ આપી છે. આ નોટિસ સાથે જ તેમને 24 કલાકમમાં જ જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે.

આ અંગે હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પોતાનો મત રાખ્યો અને લોકોની માફી પણ માગી છે. પંડ્યાએ લખ્યું, 'કોફી વિથ કરનમાં મારા નિવેદનને લઇને હું એ તમામ લોકોની માફી માગું છું, જેમને મેં ઠેસ પહોંચાડી છે. પ્રમાણિકતાથી કહું તો શોના અંદાજને જોતાં હું વધારે પડતો ખુલી ગયો હતો. હું કોઇનો અપમાન કરવા નહોતો ઇચ્છતો. કોઇની લાગણીઓને ઠેસ પહોંચાડવા નહોતો માગ્તો. રિસ્પેક્ટ.'


Loading...

પંડ્યાએ શોમાં વિરાટ કોહલીને સચિન તેંડુલકરથી સારો બેસ્ટમેન ગણાવ્યો હતો, જેથી ક્રિકેટપ્રેમીઓ નારાજ થયા હતા. ઉપરાંત હાર્દિક પંડ્યાએ મહિલાઓને લઇને પણ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, યુવતીઓ સાથે વાત કરવા કરતાં તેમને જોવી વધુ ગમે છે. જોકે, જોડે બેઠેલા રાહુલે અનેકવાર બાજી સંભાળવાના પ્રયાસો કર્યા, પરંતુ હાર્દિક બિન્દાસ્ત બોલતો રહ્યો.

લોકોએ ટ્વિટર પર કહ્યું કે, હાર્દિક ગેરજવાબદાર અને મહિલાઓનું સન્માન ન કરનાર વ્યક્તિ છે. પંડ્યાની સાથે જ લોકોએ કરનના શો પર પણ નિશાન સાધ્યું હતું.
First published: January 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...