સિંગર બન્યો હાર્દિક પંડ્યા, ભાઈ ક્રુણાલ સાથે ગાયું વાયરલ ગીત

આ વીડિયો પંડ્યા ભાઈઓના ઘરનો છે

News18 Gujarati
Updated: August 11, 2019, 5:08 PM IST
સિંગર બન્યો હાર્દિક પંડ્યા, ભાઈ ક્રુણાલ સાથે ગાયું વાયરલ ગીત
સિંગર બન્યો હાર્દિક પંડ્યા, ભાઈ ક્રુણાલ સાથે ગાયું વાયરલ ગીત
News18 Gujarati
Updated: August 11, 2019, 5:08 PM IST
ટીમ ઇન્ડિયા હાલ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે. જ્યાં વન-ડે શ્રેણી રમી રહી છે. આ શ્રેણી માટે ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. ટી-20 શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનો સભ્ય રહેલો ક્રુણાલ પંડ્યા પણ ભારત પાછો ફરી ચૂક્યો છે. બંને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. ક્રુણાલ પંડ્યાએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે હાર્દિક પંડ્યા સાથે ગીત ગાતો જોવા મળે છે.

આ વીડિયો પંડ્યા ભાઈઓના ઘરનો છે. વીડિયોમાં હાર્દિક અને તેનો ભાઇ શોર્ટ્સ-ટીશર્ટ પહેરી અને હાથમાં માઇક લઈને સોફા પર બેસી ફુલ મસ્તીના મૂડમાં જોવા મળે છે. બંને ભાઈઓ હાથમાં માઇક લઈને ફિલ્મ અભિનેતા ઘનુષનું લોકપ્રિય ગીત કોલાવેરી ડી ગાઈ રહ્યા છે. 2011માં રિલીઝ થયેલું આ ગીત તે સમયે ઘણું વાયરલ થયું હતું. આ વીડિયો ક્રુણાલ પંડ્યાની પત્ની પંખુડીએ બનાવ્યો છે. જે બંને ભાઈઓના ગીત સાંભળી હસી રહી છે અને ગીતમાં તેમને સાથ પણ આપી રહી છે. ક્રુણાલ પંડ્યાએ કેપ્શનમાં લખ્યું છે કે પંડ્યા મ્યૂઝીક સ્ટૂડિયોમાં વાય દિસ કોલાવેરી કોલાવેરી ડી.


આ પણ વાંચો - આ તારીખે થશે ટીમ ઇન્ડિયાના કોચના ઇન્ટરવ્યૂ, કોહલીની સલાહ નહીં લેવાય

વર્લ્ડ કપ પછી વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. ક્રુણાલ પંડ્યાએ ટી-20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રેણીમાં તેને એક મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો અને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બન્યો હતો. ટી-20માં ભારતનો 3-0થી વિજય થયો હતો.
First published: August 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...