Home /News /sport /IPL 2023: કિરોન પોલાર્ડની નિવૃત્તિ બાદ હાર્દિક થયો ભાવુક, શેર કરી ઈમોશનલ પોસ્ટ

IPL 2023: કિરોન પોલાર્ડની નિવૃત્તિ બાદ હાર્દિક થયો ભાવુક, શેર કરી ઈમોશનલ પોસ્ટ

કિરોન પોલાર્ડના આઇપીએલમાંથી સંન્યાસ પછી હાર્દિક પંડ્યા ભાવુક થયો

Kieron Pollard IPL retirement: પોલાર્ડની નિવૃત્તિ પછી તેના નજીકના મિત્ર અને IPLમાં લાંબા સમય સુધી તેની સાથે રમી રહેલા ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી

    Kieron Pollard IPL retirement: મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડી કિરોન પોલાર્ડ ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી મોટા મેચ-વિનર્સમાંના એક આઈપીએલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પોલાર્ડની નિવૃત્તિ પછી તેના નજીકના મિત્ર અને IPLમાં લાંબા સમય સુધી તેની સાથે રમી રહેલા ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.

    હાર્દિકે ઈમોશનલ પોસ્ટ લખી

    કિરોન પોલાર્ડની નિવૃત્તિ પછી એક ભાવનાત્મક પોસ્ટ શેર કરતા ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી લખ્યું હતું કે 'મારા પોલી, મને તમારા કરતા વધુ સારો માર્ગદર્શક અને મિત્ર ન મળી શક્યો હોત. તમારી સાથે મેદાન પર રમવું એ મારી કારકિર્દીનો શ્રેષ્ઠ અનુભવ રહ્યો છે. તમારી સાથે એક પણ નીરસ મેચ થઈ નથી. હું તમને તમારી નવી ભૂમિકા માટે શુભેચ્છા પાઠવું છું.

    પોલાર્ડ મુંબઈ ઈન્ડિયન્સમાં બેટિંગ કોચની જવાબદારી સંભાળશે

    IPLમાંથી નિવૃત્તિ લીધા બાદ કિરોન પોલાર્ડને મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય તેમની પાસે બીજી મોટી જવાબદારી હશે. અસલમાં તે UAEમાં યોજાનારી T20 લીગમાં મુંબઈની ટીમ તરફથી રમતા જોવા મળશે. મુંબઈએ UAEની T20 લીગમાં MI Emirates નામની ટીમ પણ ખરીદી છે અને પોલાર્ડ આ ટીમમાં રમતા જોવા મળશે. પોલાર્ડે IPLમાંથી માત્ર એટલા માટે નિવૃત્તિ લીધી છે કારણ કે તે મુંબઈ સિવાય અન્ય કોઈ ટીમ માટે રમવા માંગતો નથી.

    પોલાર્ડ મુંબઈ ઈન્ડિયન્સનો સૌથી મોટો મેચ વિનર રહ્યો

    કિરોન પોલાર્ડ મુંબઈ ઈન્ડિયન્સનો સૌથી મોટો મેચ વિનિંગ ખેલાડી રહ્યો છે. ખાસ કરીને IPLની દરેક ફાઈનલમાં પોલાર્ડે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 2010 IPL ફાઇનલમાં 10 બોલમાં 27 રન, 2013 IPL ફાઇનલમાં 32 બૉલમાં 60 રન, IPL 2015 ફાઇનલમાં 18 બૉલમાં 36 રન અને IPL 2019ની ફાઇનલમાં 25 બૉલમાં 41 રન બનાવીને મુંબઈ ઇન્ડિયન્સને ખિતાબ અપાવ્યો હતો
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन