Home /News /sport /

BIRTHDAY: હરભજને ક્રિકેટ છોડીને બની જવું હતું ટ્રક ડ્રાઈવર, બહેનોની સલાહથી બદલાઈ ગઈ કિસ્મત

BIRTHDAY: હરભજને ક્રિકેટ છોડીને બની જવું હતું ટ્રક ડ્રાઈવર, બહેનોની સલાહથી બદલાઈ ગઈ કિસ્મત

હરભજન સિંહની ફાઇલ તસવીર

હરભજન સિંહે ભારતીય ટીમ તરફથી 103 ટેસ્ટ, 236 વનડે અને 28 ટી20 મેચ રમી હતી.

ઓસ્ટ્રેલિયા સહિતની ટોચની ક્રિકેટ ટિમ જેની બોલિંગ સમયે ડરતી હતી, પોન્ટીગ જેવા ધુરંધર બેટ્સમેનને પણ જેની બોલિંગમાં બેટિંગ કરવી લોઢાના ચણા ચાવવા જેવી લાગતી હતી, તેવા ભારતીય સ્પિનર હરભજન સિંહનો આજે જન્મદિવસ છે. ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ હેટ્રિક વિકેટ લેવા સહિતના અનેક રેકોર્ડ હરભજન સિંહે સર્જ્યા છે.

આજે હરભજન સિંહનો 41મો જન્મદિવસ છે. 3 જુલાઈ 1980ના રોજ જલંધર ખાતે જન્મેલા હરભજન સિંહે ભારતીય ટીમ તરફથી 103 ટેસ્ટ, 236 વનડે અને 28 ટી20 મેચ રમી હતી. તેણે 417 ટેસ્ટ વિકેટ, 269 વનડે વિકેટ અને 25 વિકેટ ટી20માં ઝડપી હતી.

હરભજન સિંહ 2007 અને 2011માં વર્લ્ડ કપના વિજય સમયે ટીમમાં હતો. પરંતુ એક સમય એવો હતો જ્યારે હરભજન સિંહે ક્રિકેટ છોડીને ટ્રક ડ્રાઈવર બનવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 1998માં ટીમ ઇન્ડિયામાં પ્રવેશ મેળવનાર હરભજનને દોઢ વર્ષમાં જ ટીમની બહાર કરી દેવાયો હતો. તે સમયે ટીમનો સ્ટાર સ્પિનર કુંબલે હતો. તેની ગેરહાજરીમાં જ અન્ય સ્પિનર્સને તક મળતી હતી. તક ન મળતા હરભજનસિંહ નિરાશ થઈ ગયો હતો. આ સમયે તેણે પિતાને પણ ગુમાવ્યા હતા. 2001માં પિતાનું અવસાન થતાં 21 વર્ષના હરભજન પર પરિવારના ગુજરાનની જવાબદારી આવી પડી હતી. મા અને પાંચ બહેનનું પાલનપોષણ તેને કરવાનું હતું. એક તરફ તેની પાસે નોકરી નહોતી, બીજી તરફ તેને ટીમમાં સ્થાન પણ મળતું નહોતું. જેથી તેની સામે કપરી સ્થિતિ આવીને ઉભી રહી હતી.

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ માટે કરી મોટી આગાહી, ફટાફટ કરી લો ચેક

ટ્રક ડ્રાઇવર બનવાનો નિર્ણય લીધો

હરભજન સિંહે પરિવારના પાલન પોષણ માટે ક્રિકેટ છોડીને ટ્રક ડ્રાઇવર બનવાનો નિર્ણય લીધો હતો. તે કેનેડા જઈને ટ્રક ચલાવવા માંગતો હતો. જોકે, તેની બહેનોએ તેને રોકી લીધો હતો. તેના પરિવારે ક્રિકેટ પર વધુ મહેનત કરવાની સલાહ આપી હતી અને ત્યારબાદ જે થયું તે તમામ ક્રિકેટ પ્રેમીઓ જાણે છે.
હરભજનસિંહે વર્ષ 2000ની રણજી ટ્રોફીમાં આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું હતું. જેમાં 5 મેચમાં માત્ર 13.96ની સરેરાશથી 28 વિકેટ લીધી હતી. ત્યારબાદ હરભજન સિંહ વર્ષ 2001માં ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો અને ઇતિહાસ રચ્યો હતો.

દિલ્હીની યુવતીને સિરિયલોમાં કામની લાલચ આપી વડોદરાની હોટલમાં બોલાવી, નગ્ન ફોટા પાડી, દુષ્કર્મ આચરી બ્લેકમેઇલ કરી

ઓસ્ટ્રેલિયામાં હરભજન સિંહનું જોરદાર પ્રદર્શન

વર્ષ 2001માં ઓસ્ટ્રેલિયન ટીમ ભારતના પ્રવાસ પર આવી હતી. જે ટેસ્ટ સિરીઝમાં હરભજનસિંહે ધમાલ મચાવી હતી. કુંબલેને ઈજા હોવાથી હરભજન સિંઘને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી હતી. ભારતીય ટીમે પહેલી ટેસ્ટ મેચ હારી ગઈ હતી. તે ટેસ્ટમાં હરભજન સિંહે ચાર વિકેટ લીધી હતી. ત્યાર પછીની બે ટેસ્ટ મેચોમાં હરભજનસિંહ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો પર તૂટી પડ્યો હતો. હરભજને બીજી ટેસ્ટમાં 13 અને ત્રીજી ટેસ્ટમાં 15 વિકેટ લીધી હતી. સિરિઝના હરભજન સિંહે કુલ 32 વિકેટ લીધી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર પણ બન્યો હતો. આ સિરીઝમાં તેને ટર્બોનેટર ઉપનામ મળ્યું હતું.

હરભજનના કેરિયરની આશ્ચર્યજનક વાતો

  • હરભજન પહેલા બેટ્સમેન બનવા માંગતો હતો. કેરિયરના પ્રારંભમાં તેણે બેટ્સમેન તરીકે જ પ્રેક્ટિસ કરી હતી. અલબત, કોચ દવીંદર અરોરાના કહેવાથી તેણે સ્પિન પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું.

  • હરભજન સિંહે 1998માં વનડે ડેબ્યુ કર્યું હતું. તે સમયથી તેની એક્શનની તપાસ શરૂ થઈ ગઈ હતી. તેની એક્શન શંકાસ્પદ ગણવામાં આવી હતી. તેની ઓથેન્ટીસિટીની તપાસ પણ થઈ હતી. જોકે, હરભજન સિંહને ક્લીન ચિટ મળી અને 2001માં ટીમ ઇન્ડિયામાં પરત ફર્યો હતો.

  • હરભજન સિંહને 2002માં પંજાબ પોલીસમાં DSP તરીકે આમંત્રણ મળ્યું હતું. પરંતુ ક્રિકેટના કારણે તેમણે તેનો અસ્વીકાર કર્યો હતો.

  • વર્ષ 2008 હરભજન માટે ખૂબ જ ખરાબ રહ્યું હતું. હરભજન પર 2008માં એન્ડ્રુ સાયમંડસ્ પર વંશીય કોમેન્ટ કરવાનો આક્ષેપ થયો હતો. આ ઉપરાંત IPL દરમિયાન શ્રીસંતને મેદાનમાં લાફો મારવાની ઘટના પણ તેના કેરિયર માટે જોખમી સાબિત થઈ હતી.

First published:

Tags: Harbhajan singh, Indian Cricket, ક્રિકેટ, જન્મદિવસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन