Home /News /sport /

બોલ ટેમ્પરિંગ કેસઃ હરભજને ICC પર લગાવ્યો ભેદભાવનો આરોપ

બોલ ટેમ્પરિંગ કેસઃ હરભજને ICC પર લગાવ્યો ભેદભાવનો આરોપ

    બોલ ટેમ્પરિંગ કેસમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર કેમરોન પર એક પણ મેચ માટે પ્રતિબંધ લગાવામાં આવ્યો નથી પરંતુ તેને મેચ ફીની 75 ટકા રકમ પરત કરવાનું કહેવામાં આવ્યું છે. આ અંગે ભારતીય સ્પીનર હરભજન સિંહે આઈસીસી પર ભેદભાવ રાખવાનો આરોપ લગાવ્યો છે.

    હરભજન સિંહે ટ્વિટર પર કેમરોનમાટે કોઈ પ્રતિબંધ નહીં મૂકવા અંગે ગુસ્સો કાઢતા કહ્યું હતું કે તમામ પુરાવા હોવા છતાં તેના પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. 2001માં સાઉથ આફ્રિકાની મેચ દરમિયાન કોઈ જ પુરાવા વગર એક્સેસિવ ઓપનિંગ માટે અમારા છ લોકો પર એક મેચ રમવા પર બેન મૂકી દીધો હતો. હરભજને વધુમાં લખ્યું કે 2008માં સિડનીમાં દોષી ન હોવા છતાં તેને ત્રણ મેચ માટે બેન કરી દેવાયો હતો. હરભજન સિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પર અલગ અલગ વ્યક્તિ માટે આઈસીસીના અલગ અલગ નિયમ હોવાની વાત લખી હતી.



    તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટિવ સ્મિથ પર બોલ ટેમ્પરિંગ કેસમાં એક મેચ રમવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેના પર મેચ ફીની 100 ટકા રકમ પરત કરવાનો પણ દંડ ફટકારવામાં આવ્યો છે.

    આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ રિચર્ડસને આઈસીસીની આચાર સંહિતાની કલમ 2.2.1 અંતર્ગત સ્મિત પર આરોપ લગાવ્યા હતા. આ કલમ ખેલ ભાવનાથી વિરુદ્ધ આચરણ અંગેની છે. રિચર્ડસને કહ્યું કે, 'ઓસ્ટ્રેલિયાની ટીમના નેતૃત્વ (કેપ્ટન) દ્વારા આ પ્રકારનું આચરણ કરવું ખેલ ભાવનાથી વિરુદ્ધનું છે, તેમજ આ ગંભીર આરોપની શ્રેણીમાં આવે છે. કેપ્ટન હોવાને નાતે સ્ટીવ સ્મિથ ખેલાડીઓની તમામ હરકતો માટે જવાબદાર છે, તેમજ તેમના પર પ્રતિબંધ મૂકવો યોગ્ય રહેશે.'
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ball tampering, Discrimination

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन