ભારત સામેની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને સપોર્ટ કરશે હરભજન? જાણો આ ટ્વિટની હકીકત

ભારત સામેની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને સપોર્ટ કરશે હરભજન? જાણો આ ટ્વિટની હકીકત

હાલમાં હરભજન સિંહનું એક કથિત ટ્વિટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે

 • Share this:
  ભારતનો ઓફ સ્પિનર હરભજન સિંહ હંમેશા ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરતો જોવા મળે છે. જોકે હાલમાં તેનું એક કથિત ટ્વિટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે જો રોહિતનો ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમમાં સમાવેશ ન કર્યો તો હું ઓસ્ટ્રેલિયાની ટીમને સપોર્ટ કરીશ.

  હરભજન સિંહે પોતાના નામથી ફરી રહેલા આ ટ્વિટને લઈને નારાજગી વ્યક્ત કરી છે. ભજ્જીએ ટ્વિટનો સ્ક્રીનશોટ શેર કરતા સ્પષ્ટ કર્યું હતું કે આ ટ્વિટ સાવ ખોટું છે. પોતાના ટ્વિટમાં તેણે લખ્યું હતું કે ખબર નથી કે કોણ અને કેવા લોકો બકવાસ ટ્વિટ મારી સાથે જોડી દે છે. આ બધુ બંધ કરો અને ભારત માટે ચીયર કરો.  ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રોહિત શર્માને પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન આપવાની અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. બીજી તરફ ઘણા ક્રિકેટ એક્સપર્ટ કહી રહ્યા છે કે રોહિત શર્માને ઓપનિંગ કરવાની તક આપવી જોઈએ, કારણ કે પૃથ્વી શો ઈજાને કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર છે અને લોકેશ રાહુલ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. પ્રથમ ટેસ્ટ 6 ડિસેમ્બરે એડિલેડમાં રમાવાની છે. રોહિત શર્માને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ખરાબ પ્રદર્શન પછી ટીમમાંથી બહાર કરી દીધો હતો.

  આ પણ વાંચો - હાર્દિક પંડ્યા આવતા જ ધોનીને છોડીને ચાલી ગઈ સાક્ષી, Video વાયરલ!
  Published by:Ashish Goyal
  First published: