Home /News /sport /

Harbhajan singh: હરભજનસિંઘની આપના રાજ્યસભા ઉમેદવાર બનવાની ઈનસાઈડ સ્ટોરી, કેજરીવાલ-માને આવી રીતે પાડી 'વિકેટ'

Harbhajan singh: હરભજનસિંઘની આપના રાજ્યસભા ઉમેદવાર બનવાની ઈનસાઈડ સ્ટોરી, કેજરીવાલ-માને આવી રીતે પાડી 'વિકેટ'

પંજાબમાંથી આમ આદમી પાર્ટીએ હરભજન સિંઘની રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરી

Harbhajan singh AAP Rajya Sabha Candidate: ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓફ સ્પિન હરભજન સિંઘ (Harbhajan singh)ને આમ આદમી પાર્ટીએ (AAP) પંજાબમાંથી રાજ્યસભાનો ઉમેદવાર (Rajya Sabha candidate) જાહેર કર્યો છે. જાણો કેવી રીતે ભજ્જી જોડાઈ ગયો આપમાં

વધુ જુઓ ...
  પંજાબમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Paty)ની સરકાર બનતા જ તેમની પાસે રાજ્યસભા (Rajyasabha)ની કુલ 5+2 એમ 7 બેઠકો હાથ લાગી છે. 21મી માર્ચમાં પંજાબ રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોની ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ છે. આ પહેલા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને ભગવંત માન (Bhagwant Mann)ની આમ આદમી પાર્ટીએ મોટી વિકેટ ખેરવી છે. માન-કેજરીવાલે પૂર્વ ઓફ સ્પિન અને ટીમ ઈન્ડિયાના સ્ટાર હરભજન સિંઘ (Harbhajan singh)ને રાજ્યસભાનો ઉમેદવાર જાહેર કર્યો છએ. ક્યારેક કોંગ્રેસ (congress) તો ક્યારેક ભાજપ (BJP)માં જોડાવાની વચ્ચે હરભજન સિંઘને વિકેટ આપે કેવી રીતે પાડી તે કહાણી જાણવા જેવી છે.

  માન-ભજ્જીની દોસ્તી : હકિકતમાં હરભજન સિંઘ અને ભગવંત માન મિત્રો છે. બંને એકબીજાની સાથે અંગત સંબંધો ધરાવે છે. એવામાં માનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બન્યા બાદ હરભજનને વિધાનસભાની ઓફર કરવામાં આવી હતી. સુમાહિતગાર સૂત્રો જણાવે છે કે હરભજન સિંઘે સીધી રીતે ચૂંટણીમાં ઉતરવા માંગતો નહોતો તેથી તેને અલગ રસ્તો અપનાવ્યો. પંજાબમાં જેવી આપ જીતી કે તુરંત જ હરભજન સિંઘને રાજ્યસભામાં મોકલવાની કવાયત શરૂ થઈ ગઈ હતી.

  નિવૃત્તી બાદ રાજકારણ પ્રવેશના સંકેતો

  માન મુખ્યમંત્રી તરીકે જીત્યા ત્યારે હરભજનસિંઘે એક સૂચક ટ્વીટ કર્યુ હતું. જેમાં હરભજને મારા મિત્ર માનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ એવો ઉલ્લેખ કર્યો હતો. આ ટ્વીટમાં હરભજને સીધી રીતે રાજકારણમાં આવવાનો સંકેત આપી દીધો હતો. હરભજનની નિવૃત્તી બાદ તેના રાજકારણ પ્રવેશના સંકેતો મળી રહ્યા હતા.

  આ પણ વાંચો : Gujarat Titans Schedule: ગુજરાત ટાઈટન્સનું સંપૂર્ણ ટાઈમટેબલ, જાણો હાર્દિકની ટીમ ક્યારે ક્યાં અને કોની સામે રમશે મેચ

  સિદ્ધુ હરભજનની મુલાકાત

  ગયા વર્ષે ડિસેમ્બરમાં બોલરે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. દરમિયાન ત્યારે જ પંજાબમાં વિધાનસભા ચૂંટણીની તારીખ પણ જાહેર કરવામાં આવી હતી. તે જ સમયે પંજાબ કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સાથે હરભજન સિંહની તસવીર પણ સામે આવી હતી. આ તસવીર શેર કરવાની સાથે સિદ્ધુએ લખ્યું, 'સંભવિતતાઓથી ભરેલી તસવીર'. જ્યારે હરભજન સિંહને પૂછવામાં આવ્યું કે શું તે રાજકારણમાં આવવાના છે તો તેણે આ વાતને ફગાવી દીધી હતી.

  'આપ' નો શા માટે થયો હરભજન ?

  હરભજન અને પંજાબના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી ભગવંત માન જૂના મિત્રો છે. બંનેએ ઘણી વખત એકબીજાના વખાણ કર્યા છે. ભગવંત માને વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ઘણી વખત પુનરોચ્ચાર કર્યો હતો કે તેઓ ડ્રગ્સની ગર્તામાં જઈ રહેલા પંજાબને ઉત્થાન માટે યુવાનોને રમતગમત સાથે જોડવાનો પ્રયાસ કરશે. તેમણે જલંધરમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવવાનું પણ વચન આપ્યું હતું. કોઈપણ રીતે જલંધર રમતગમતનો સામાન બનાવતી કંપનીઓ માટે એક મોટું કેન્દ્ર છે. આવી સ્થિતિમાં રાજ્યમાં હરભજન સિંહથી મોટો સ્પોર્ટ્સ રોલ મોડલ કોણ હોઈ શકે?

  આ પણ વાંચો : Bhagwant Mann : પૂર્વ કોમેડિયન બનશે પંજાબના નવા મુખ્યમંત્રી, જાણો ભગવંત માનની સફર કેવી રહી

  હરભજનસિંઘનું કેરિયર

  ટર્બોનેટરના નામથી જાણીતા ભજ્જીએ ટેસ્ટમાં 103 મેચ રમી હતી અને 145 ઈનિંગમાં તેણે 417 વિકેટ ઝડપી હતી. આ પૈકી 5 વિકેટ 10 વાર લીધઈ હતી હતી જ્યારે 84 રન આપીને 8 વિકેટ તનો શ્રેષ્ઠ સ્કોર હતો. ભજ્જીએ વનડેમાં 236 મેચમાં 269 વિકેટ લીધી હતી અને 31 રન આપી 5 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યુ હતું. ટી20 ઈન્ટરનેશનલમાં ભજ્જીએ 28 મેચમાં 25 વિકેટ લીધી હતી જેમાં 12 રન આપીને 4 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યુ હતું. હરભજન સિંઘ ટેસ્ટમાં ભારત માટે સર્વાધિક વિકેટ લેનારો ચોથો બોલર હતો.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Aaam Aadmi Party, Bhagwant mann, Harbhajan singh, અરવિંદ કેજરીવાલ, પંજાબ વિધાનસભા ચૂંટણી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन