ચેન્નાઇ સુપર કિંગ્સને વધુ એક ઝટકો, રૈના બાદ હવે હરભજનસિંહ પણ નહીં રમે IPL

ચેન્નાઇ સુપર કિંગ્સને વધુ એક ઝટકો, રૈના બાદ હવે હરભજનસિંહ પણ નહીં રમે IPL
CSKને બીજો મોટો ઝટકો.

સીએસકેના દિગ્ગજ બોલર હરભજનસિંહ પહેલા સુરેશ રૈના વ્યક્તિગત કારણને લીધે ભારત પરત ફર્યો છે.

  • Share this:
    નવી દિલ્હી : સુરેશ રૈના બાદ હવે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના દિગ્ગજ બોલર હરભજનસિંહ (Harbhajan Singh) પણ આઈપીએલ (IPL 2020)ની 13મી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. હરભજનસિંહ વ્યક્તિગત કારણ આપીને આઈપીએલ સિઝનમાંથી બહાર થઈ ગયો છે. નોંધનીય છે કે હરભજનસિંહ સીએસકે ટીમ સાથે UAE ગયો ન હતો. આ પહેલા સુરૈશ રૈના (Suresh Raina) પણ સીએસકેમાંથી વ્યક્તિગત કારણ આગળ ધરીને સિઝનમાંથી બહાર થઈ ગયો હતો.

    યૂએઈ માટે રવાના થયા પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ માટે ચેપુકમાં પાંચ દિવસની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું. હરભજનસિંહ અને રવિન્દ્રસિંહ જાડેજા તાલિમમાં હાજર રહ્યા ન હતા. જાડેજા ટીમ સાથે યૂએઈ પહોંચી ગયો હતો પરંતુ હરભજન ભારતમાં જ રહ્યો હતો. એનડીટીવીના જણાવ્યા પ્રમાણે હરભજને વ્યક્તિગત કારણોનો હવાલો આપીને આઈપીએલ નહીં રમવાનો નિર્ણય કર્યો છે.



    આ પણ વાંચો : એમએસ ધોની સાથે ઝઘડા પર સુરેશ રૈનાએ તોડ્યું મૌન, કહી આવી વાત

    હરભજન CSKનો સ્ટાર બોલર

    રૈના અને હરભજન બંને ટીમમાં ન રહેતા CSKની મુશ્કેલીમાં ચોક્કસ વધારો થશે. સુરેશ રૈના ટીમના નંબર ત્રણનો બેટ્સમેન રહ્યો છે તેમજ મિસ્ટર આઈપીએલ કહેવાતો હતો. જ્યારે હરભજન ટીમનો સ્ટાર બોલર છે. ગત સિઝનમાં હરભજને 16 વિકેટ ઝડપી હતી અને પર્પલ કેપની રેસમાં સામેલ હતો. આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધારે વિકેટ ઝડપવાની રેસમાં ભજ્જી ત્રીજા નંબર પર છે. આ વખતની આઈપીએલ UAEમાં ત્રણ અલગ અલગ જગ્યા પર ખાલી સ્ટેડિયમમાં યોજાશે. 19 સપ્ટેમમ્બરથી 10 નવેમ્બર સુધી યોજાનાર ટી-20 લીગમાં કોરોના સંક્રમણથી બચવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે.

    આ પણ વાંચો : ચેન્નઈ સુપરકિંગ્સના વોટ્સએપ ગ્રૂપથી બહાર થયો રૈના, વાપસી માટે ધોની સાથે કરી રહ્યો છે વાત!

    આઈપીએલ માટે તમામ ટીમ યૂએઈ પહોંચી ગઈ છે. ભારે સુરક્ષા વચ્ચે અલગ અલગ જગ્યા પર ટીમ પ્રેક્ટિસ પણ કરી રહી છે. જોકે, ચેન્નાઈ સુપર કિંગ્સને આ માટે પરવાનગી નથી મળી. ટીમના 13 સભ્ય કોરોના પોઝિટિવ આવતા આખી ટીમને ક્વૉરન્ટીન કરી દેવામાં આવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:September 04, 2020, 14:04 pm

    ટૉપ ન્યૂઝ