પત્ની સામે હરભજન સિંહનું ચોકાવનારું નિવેદન, કહ્યું - મને ગર્લફ્રેન્ડે અંગ્રેજી શીખવાડ્યું

News18 Gujarati
Updated: November 1, 2019, 3:43 PM IST
પત્ની સામે હરભજન સિંહનું ચોકાવનારું નિવેદન, કહ્યું - મને ગર્લફ્રેન્ડે અંગ્રેજી શીખવાડ્યું
પત્ની સામે હરભજન સિંહનું ચોકાવનારું નિવેદન, કહ્યું - મને ગર્લફ્રેન્ડે અંગ્રેજી શીખવાડ્યું

હરભજન સિંહ પોતાની પત્ની ગીતા બસરા સાથે ધ કપિલ શર્મા શો માં પહોંચ્યો

  • Share this:
હરભજન સિંહે (Harbhajan Singh) પોતાની કારકિર્દીમાં શાનદાર બોલિંગ કરી હતી. તે સારો બોલર હોવાની સાથે-સાથે મજાક મસ્તી કરનારો વ્યક્તિ પણ છે. હરભજન સ્પષ્ટ રીતે પોતાની વાત બધાની સામે રાખે છે. કાંઈક આવી જ મજાક કપિલ શર્માના કોમેડી શો (Kapil Sharma Show)માં પણ કરી હતી. હરભજન સિંહ પોતાની પત્ની ગીતા બસરા (Geeta Basra)સાથે ધ કપિલ શર્મા શો માં પહોંચ્યો હતો. જ્યા તેણે પોતે કેવી રીતે અંગ્રેજી શીખ્યો તે કહાની બતાવી હતી. રસપ્રદ વાત એ છે કે હરભજને પત્ની સામે કહ્યું હતું કે તેણે અંગ્રેજી શ્રીલંકાની ગર્લફ્રેન્ડ પાસેથી શીખી હતી.

કપિલ શર્મા શો માં ખુલાસો કરતા હરભજન સિંહે જણાવ્યું હતું કે મારી અંગ્રેજી અંડર-19ના દિવસોથી જ ખરાબ રહી છે. હું એક પ્રવાસ દરમિયાન અજીત અગરકર સાથે રુમ શેર કરી રહ્યો હતો. અગરકર ખાવાના ઓર્ડર આપતો હતો અને તે ઓર્ડર આપતા સમયે તે કેન યૂ બોલતો હતો તો ક્યારેય કૂડ યૂ. આવા સમયે થોડો કન્ફ્યુઝ થયો હતો. એક વખત જ્યારે અગરકર રુમમાં ન હતો તો મેં હોટલમાં ફોન કરીને કેન યૂ કૂડ બોલી દીધું હતું. હું ભુલી ગયો હતો કે મારે શું બોલવાનું છે.

આ પણ વાંચો - ભારતના પૂર્વ વિકેટકીપરે કહ્યું - વર્લ્ડ કપમાં પસંદગીકારો અનુષ્કા શર્માની સેવામાં લાગ્યા હતાહરભજને આગળ કહ્યું હતું કે પછી મારું સેટિંગ શ્રીલંકાની એક યુવતી સાથે થયું હતું. તેણે મને અંગ્રેજી શીખવવામાં ઘણી મદદ કરી હતી. તેને મળ્યા પછી હું અંગ્રેજીમાં ગુડ મોર્નિંગ, હાઉ આર યૂ, ફાઇન જેવા શબ્દો બોલવા લાગ્યો હતો.

હરભજને 18 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતુંહરભજન સિંહે 18 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતું. હરભજનના નામે 417 ટેસ્ટ વિકેટ, 269 વન-ડે અને 25 ટી-20 વિકેટ છે. હરભજન સિંહે 2007નો ટી-20 વર્લ્ડ કપ અને 2011ના વર્લ્ડ કપ જીત્યો છે. આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે.
First published: November 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading