હરભજનસિંહ બીજી વખત પિતા બન્યો, ગીતા બસરાએ દીકરાને જન્મ આપ્યો

ફાઇલ તસવીર.

Harbhajan Singh Becomes Father Again: હરભજનસિંહે શનિવારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ આ ખુશખબર આપ્યા. ગીતા બસરા અને દીકરો સ્વસ્થ હોવાનું જણાવ્યું.

  • Share this:
    નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર હરભજનસિંહ (Harbhajan Singh) બીજી વખત પિતા બન્યો છે. હરભજનની પત્ની ગીતા બસરાએ (Geeta Basra) દીકરાને જન્મ આપ્યો છે. હરભજનસિંહે ઇન્સ્ટાગ્રામ પર શનિવારે પોતાના પ્રશંસકોને આ સમાચાર આપ્યા હતા. ભજ્જીએ લખ્યું કે, તેની પત્ની અને દીકરો બંને સ્વસ્થ છે. માર્ચમાં જ આ યુગલે જણાવ્યું હતું કે, જુલાઈમાં તેમના ઘરે નાનો મહેમાન આવવાનો છે. ભારતીય ક્રિકેટ ટીમના સલામી બેટ્સમેન શિખર ધવન સહિત ક્રિકેટરોએ હરભજનને બીજી વખત પિતા બનવા પર અભિનંદન પાઠવ્યા છે.

    હરભજન અને ગીતાના સંબંધની વાત કરીએ તો બંને ખૂબ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આખરે 29 ઓક્ટોબર, 2015ના રોજ બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેને એક પાંચ વર્ષની દીકરી હિનાયા પણ છે.

    હરભજન અને ગીતાની લવ સ્ટોરી લગ્નમાં પરિણમવામાં એક વર્ષ લાગ્યું હતું. પૂર્વ ભારતીય ઑલરાઉન્ડર યુવરાજ સિંહે હરભજનની ખૂબ મદદ કરી હતી.

    આ પણ વાંચો: અહીં રોકાણ કરો અને મહિનામાં જ પૈસા ડબલ થવાની શક્યતા, જાણો નિષ્ણાતોએ શું કહ્યું?

    ખુદ હરભજને એક શૉમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. હરભજને શૉ દરમિયાન જણાવ્યું હતું કે,  તેની લવ સ્ટોરી ક્રિકેટ મેચની જેમ મુશ્કેલ હતી. હરભજને જણાવ્યું કે તે અને યુવરાજસિંહ ઇંગ્લેન્ડમાં હતા. તે કાઉન્ટી રમી રહ્યો હતો. જ્યારે યુવરાજ રજા માણવા માટે તેમના ફ્લેટ પર આવતો હતો. આ દરમિયાન તેણે ગીતા બસરાને ટીવી પર જોઈ હતી અને યુવરાજને આ અંગેની વાત કરી હતી.

    આ પણ વાંચો: રાજકોટ પોલીસની હત્યાનો પ્રયાસ: બુટલેગરે PSI અને અન્ય સ્ટાફ પર કાર ચઢાવી દેવાનો કર્યો પ્રયાસ

    બોલિવૂડમાં સારા સંબંધને પગલે યુવરાજે હરભજનને કહ્યું હતું કે તેઓ માહિતી મેળવી શકે છે. દક્ષિણ આફ્રિકામાં ટી-20 મેચ જીત્યા બાદ હરભજને એક મિત્ર પાસેથી ગીતાનો નંબર લીધો હતો. જે બાદમાં હરભજને ગીતાને કૉફી ડેટ પર બોલાવી હતી.



    ગીતા બસરાએ ચાર દિવસ સુધી હરભજનના મેસેજને કોઈ જવાબ આપ્યો ન હતો. જે બાદમાં ભારતે ટી-20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે ગીતાએ હરભજનને અભિનંદન પાઠવ્યા હતા અને આવી રીતે તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: