હરભજને ઉઠાવ્યો સવાલ, ચોથા નંબર માટે આ ખેલાડીની પસંદગી કેમ નથી થતી?

News18 Gujarati
Updated: September 29, 2019, 10:51 PM IST
હરભજને ઉઠાવ્યો સવાલ, ચોથા નંબર માટે આ ખેલાડીની પસંદગી કેમ નથી થતી?
હરભજનસિંઘની ફાઇલ તસવીર

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)માં ચોથા નંબરના સ્થાન માટે છેલ્લા એક વર્ષમાં અનેક ખેલાડીઓને તક મળી છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માં વનડે અને ટી-20 ફૉર્મેટ માટે ચોથા નંબરના ખેલાડી માટે મોટી કડાકૂટ થઈ રહી છે. છેલ્લા એક વર્ષથી ચોથા નંબરના સ્થાન માટે ટીમ મૅનેજમૅન્ટે અનેક ખેલાડીઓને તક આપી છે જેમાં કોઈ સફળ થયું નથી. ટીમના પૂર્વ ખેલાડી હરભજન સિંઘ (Harbhajan Singh)આ અંગે સલાહ આપી છે કે મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ને તક આપવી જોઈએ. હરભજને ટ્વીટર પર સવાલ ઉઠાવ્યો છે કે આ ખેલાડીને શા માટે તક નથી મળી રહી?

હરભજનનો સવાલ

હરભજને ટ્વીટર પર લખ્યું કે 'રાષ્ટ્રીય ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરવા છતાં પણ સુર્યા કુમાર યાદવને ટીમમાં શા માટે સ્થાન નથી મળી રહ્યું તે મોટો સવાલ છે. મહેનત કરતા રહો તમારો સમય આવશે.' હરભજને સુર્યા કુમાર યાદવના પ્રદર્શનની વિગત આપતી એક તસીવર મૂકી છે. આ તસવીરમાં વિજય હઝારે ટ્રોફીના સ્કૉર સાથે સૂર્ય કુમાર યાદવની તસવીર મૂકી છે. યાદવે શનિવારે છત્તીસગઢ સામેની મેચમાં 31 બૉલમાં 81 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગમાં તેમણે 8 ચોક્કા, 6 સિક્સર ફટકારી હતી. સૂર્યની તોફાની બેટિંગના બળે મુંબઈએ 317 રનનો સ્કોર ખડક્યો હતો.

આ પણ વાંચો : શ્રીસંત આગામી લોકસભાની ચૂંટણીમાં શશિ થરૂરને હરાવવા માંગે છે પરંતુ..

યાદવ મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી છે

સૂર્ય કુમાર યાદવની ફાઇલ તસવીર


સૂર્ય કુમાર યાજવ મુંબઈ માટે ડૉમેસ્ટિક ક્રિકેટ રમે છે. 29 વર્ષના યાદવે 72 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જેમાં તેમણે 43ની ઍવરેજથી 4818 રન બનાવ્યા છે. આ રનમાં 12 સદી, 24 ફિફ્ટીનો સમાવેશ થાય છે. જ્યારે લિસ્ટ એ મેચોમાં તેણે 34.11ને ઍવરેજથી 2081 રન નોંધાવ્યા છે. સૂર્ય આઈ.પી.એલ.માં કોલકાત્તા નાઇટરાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી ચુક્યા છે. આઈ.પી.એલમાં સૂર્યએ 28.07ની ઍવરેજથી 1544 રન નોંધાવ્યા છે, જેમાં 7 ફિફ્ટીનો સમાવેશ થાય છે.ચોથા નંબર પર અનેક ખેલાડીઓને તક મળી છે

ટીમ મૅનેજમૅન્ટ માટે ચોથા નંબરની કડાકૂટ લાંબા સમયથી ચાલી રહી છે. આ જગ્યા અંબાતી રાયૂડુ માટે નક્કી ગણાતી હતી પરંતુ તેમણે વર્લ્ડકપમાં પસંદગી ન થતાં આવેશમાં આવીને સન્યાસ જાહેર કરી દીધો હતો. આ સ્થાન પર વિશ્વકપમાં કેએલ રાહુલ, વિજય શંકર, અને ઋષભ પંતને અજમાવાયા હતા જોકે, આ તમામ ખેલાડીઓ નિષ્ફળ નીવડ્યા છે. આ સ્થાન પર સુરેશ રૈનાએ પણ દાવેદારી નોંધાવી છે. તેમના મેત તેઓ હજુ પણ નંબર-4 પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સક્ષમ છે. ટીમની નજર શુભમન ગિલ, શ્રેયસ ઐય્યર પર પણ છે.

 
First published: September 29, 2019, 10:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading