ધોનીએ બર્થડે પર જીવા-પંત સાથે કર્યો ડાન્સ, જુઓ સેલિબ્રેશનના PHOTOS

ધોનીએ જીવા, હાર્દિક પંડ્યા અને રુષભ પંત સાથે ડાન્સ કર્યો.

હાર્દિક પંડ્યા અને રુષભ પંતે ધોની પાસે ડાન્સ કરાવી વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : ભારતના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેની ઉજવણી ધોનીએ દીકરી જીવાની સાથે કેક કાપીને અને ડાન્સ કરીને કરી. આ પ્રસંગનો ફાયદો ઉઠાવતાં હાર્દિક પંડ્યા અને રુષભ પંતે ધોની પાસે ડાન્સ પણ કરાવી દીધો અને પછી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો.

  શ્રીલંકાની વિરુદ્ધ વર્લ્ડ કપ લીગની છેલ્લી મેચમાં જીતની સાથે જ પત્ની સાક્ષી, દીકરી જીવા અને મિત્રોએ ધોનીના બર્થડેની ઉજવણી શરૂ કરી દીધી. સાક્ષીએ સોશિયલ મીડિયા પર પાર્ટીની અંદરની તસવીરો શેર કરી, જેમાં ધોની જીવાની સાથે ત્રણ કેક કાપતો જોવા મળી રહ્યો છે.
  View this post on Instagram


  A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on
  આ પણ વાંચો, મહેન્દ્ર સિંહ ધોનીના 38મા જન્મદિવસે ICCએ આપી આ શાનદાર ગિફ્ટ

  સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર ધોનીની બર્થડેની તસવીરો શેર કરી.


  ઉજવણી દરમિયાન સાક્ષી, જીવા અને મિત્રો ઉપરાંત ટીમના સાથી કેદાર જાધવ, રુષભ પંત અને હાર્દિક પંડ્યા પણ હાજર હતા.


  ભારતીય ટીમે સેમીફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે અને હવે 9 જુલાઈએ માનચેસસ્ટરમાં તેનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. તેના માટે ટીમ ઈન્ડિયા પાસે માત્ર બે દિવસ જ બચ્યા છે તેમ છતાંય ટીમ પોતાના સૌથી સીનિયર ખેલાડીના જન્મદિવસને ઉજવવામાં કોઈ કસર નથી રાખવા માંગતી.
  Published by:Mrunal Bhojak
  First published: