Home /News /sport /Happy Birthday Suresh Raina: સુરેશ રૈનાએ સચિનની કહેલી એક વાતથી પ્રેરાઈ હાથ પર ચિતરાવ્યું હતું ટેટૂ, એ જ શબ્દ પરથી લખી ચોપડી

Happy Birthday Suresh Raina: સુરેશ રૈનાએ સચિનની કહેલી એક વાતથી પ્રેરાઈ હાથ પર ચિતરાવ્યું હતું ટેટૂ, એ જ શબ્દ પરથી લખી ચોપડી

સુરેશ રૈના (Suresh Raina)  :T20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના લિસ્ટમાં સુરેશ રૈના પાંચમા સ્થાન પર છે. તેમણે વર્ષ 2006થી વર્ષ 2018 સુધી T20માં ભારતનું નેતૃત્વ કર્યું હતું. તેમણે T20 ક્રિકેટમાં મેચમાં 58 છગ્ગા ફટકાર્યા હતા અને 145 બાઉન્ડ્રી પણ ફટકારી હતી. સુરેશ રૈનાએ 66 ઇનિંગ્સમાં T20 માં 1 સદી અને 5 અડધી સદી ફટકારીને 1,605 રન કર્યા છે.

Happy Birthday Suresh Raina: સુરેશ રૈનાનો આજે જન્મદિવસ, જાણો તેના જીવન વિશેની કેટલીક એવી વાતો જે તેના પુસ્તક બિલીવ (Suresh Rain Book Belive)માં છે.

  Happy Birthday Suresh Raina: આજે સુરેશ રૈનાનો જન્મ દિવસ છે. ટીમ ઇન્ડિયા માટે લાંબો સમય સુધી ઓલરાઉન્ડર તરીકે રમનારા ખેલાડીએ 15 ઓગસ્ટ 2020ના રોજ ધોનીની નિવૃત્તીની સાથે જ પોતાની નિવૃત્તી પણ જાહેર કરી દીધી હતી (Suresh Rain Retirement From international cricket) ધોનીને પોતાના ભાઈ સમાન સમજનાર રૈના (MS Dhoni Suresh Raina Friendship day) અલગ મિજાજનો વ્યક્તિ છે. રૈનાએ ક્રિકેટમાં નિવૃત્તી બાદ પોતાના જીવન પર એક પુસ્કતક લખ્યું છે જેનું નામ છે બિલીવ (Suresh Raina Autobiography) Believe) જેના સહ લેખક છે ભરત સુદર્શન જેઓ એક સ્પોર્ટ્સ પત્રકાર છે. સુરેન રૈના કે જેને ચેન્નાઈની આઈપીએલ ટીમના કારણે લોકો ચિન્ના થાલા (chinna thala) અથવા થલા (Thala) તરીકે જાણે છે તેના જીવનની કેટલીક વાતો આ બુકમાં છે. જોકે, આ વખતે ચેન્નાઈ સુપરકિંગ્સ તેને રિપીટ નહીં કરે અને તે લખનૌનો કેપ્ટન બની શકે છે (Lucknow IPL Team Captain )

  જ્યારે સચિને કહ્યું તારી જાતમાં વિશ્વાસ રાખ

  અસંખ્યા ખેલાડીઓની જેમ સચિન સુરેશ રૈનાનો પણ આદર્શ છે. સચિન તેંડુલકર સાથે તેના ટ્રેનિંગ સેશન દરિયાન રૈનાને જૂના દિવસો યાદ આવે છે જ્યારે સચિને એક દિવસ તેને કહ્યું કે 'બિલીવ ઇન યોરસેલ્ફ' ત્યારબાદ રૈનાએ હાથ પર 'બિલીવ' નામનું ટેટૂ ચિતરાુવી દીધું અને આ બિલીવ શબ્દ જ તેની બુકનો પ્રેરમા સ્રોત બન્યો

  સંઘર્ષમય જીવન

  રૈનાનો જન્મ મુરાદનગર ઉત્તર પ્રદેશમાં અતિ સામાન્ય પરિવારમાં થયો હતો. ડ્રેનેજ અને કેનાલમાં રમીને મોટો થયેલો રૈના ગુલ્ફી, પકોડામાં ખુશ થઈ જતો હતો. તેના પિતા કાશ્મીરના માતા હિમાચલ પ્રદેશના હતા. રૈનાને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો અને તેથી તેને લખનૌમાં સ્પોર્ટ્સ હસ્ટેલમાં મૂકવામાં આવ્યો હતો. રૈના સારો વિદ્યાર્ પણ હતો.

  આ પણ વાંચો : IND vs NZ: શ્રેયસ ઐયરે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી, આ છે ટોપ-6 ખેલાડી જેમણે પહેલી ટેસ્ટમાં મારી છે સેેન્ય્ચૂરી

  પુસ્તકમાં સચિન-રાહુલ દ્રવિડ ધૌની પર ચેપ્ટર છે

  સુરેશ રૈના દ્વારા લખવામાં આવેલા પુસ્તક પર સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને મહેન્દ્રસિંઘ ધોની પર પુસ્તક છે. ખાસ કરીને વિવાદોમાં રહેલા ઓસ્ટ્રેલિયાના કોચ ગ્રેગ ચેપલ વિશે પણ રૈનાની ચોપડીમાં એક ચેપ્ટન છે. આટલા બધા વિવાદો વચ્ચે પણ રૈના લખે છે કે ચેપલે ભારતને શિખવાડ્યું કે કેવી રીતે જીતી શકાય છે.

  અન્ડર 19 વર્લ્ડ કપ 2004 ટર્નિંગ પોઇન્ટ

  સુરેશ રૈનાના જીવનનો ટર્નિંગ પોઇન્ટ અન્ડર 19નો વર્લ્ડ કપ હતો જેમાંતેમે ખૂબ સારુ પ્રદર્શન કર્યુ હતું. આ ઉપરાંત બોર્ડર ગાવસ્કર સ્કોલરશીપ જે તેને અને શિખર ધવનને સાથે મળી હતી તે પણ તેના જીવનનો ટર્નિંગ પોઇન્ટ હતો.઼

  આ પણ વાંચો : IPL 2022: અમદાવાદની IPL ટીમના કેપ્ટન બનવાના દાવેદાર છે આ 5 ખેલાડી, ઓક્શન પર સૌની નજર

  સુરેશ રૈનાનું કરિયર

  સુરેશ રૈનાએ 18 ટેસ્ટ મેચમાં 31 ઈનિંગ રમી અને 768 રન બનાવ્યા હતા જેમાં તેણે 1 સદી અને 7 ફિફ્ટી મારી હતી. તેનો ટેસ્ટનો હાઇએસ્ટ સ્કોર 120 રન છે. જ્યારે તેણે 226 વનડેમાં 194 ઇનિંગ રમી અને 5615 રન બનાવ્યા હતા. જેમાં તેનો હાઇએસ્ટ 116 રન હતો. 5 સદી અને 36 ફિફ્ટી મારી તેણે વનડેમાં સારા રન કર્યા હતા. જ્યારે ટી-20માં 78 મેચ રમી 66 ઇનિંગમાં તેણે 1604 રન બનાવ્યા છે. ટી20માં 101 રન તેનો હાઇએસ્ટ સ્કોર હતો જેમાં 1 સદી 5 ફિફ્ટી સામેલ છે. આઈપીલએલમાં 205 મેચ રમી 200 ઇનિંગમાં 5528 રન બનાવ્યા છે જેમાં 1 સદી અને 39 ફિફ્ટી શામેલ છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Cricket News in Gujarati, Suresh raina

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन