Home /News /sport /HBD: રવિ શાસ્ત્રીની એવી 5 ઈનિંગ જે આજે પણ ક્રિકેટ પ્રેમીઓના દિલમાં અમર છે!

HBD: રવિ શાસ્ત્રીની એવી 5 ઈનિંગ જે આજે પણ ક્રિકેટ પ્રેમીઓના દિલમાં અમર છે!

રવિ શાસ્ત્રી આજે પોતાનો 59 જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે ચાલો જાણીએ તેમની કદી ન ભૂલાય એવી સ્ફોટક 5 ઇનિંગ

રવિ શાસ્ત્રી આજે પોતાનો 59 જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે ચાલો જાણીએ તેમની કદી ન ભૂલાય એવી સ્ફોટક 5 ઇનિંગ

રવિ શાસ્ત્રી (Ravi Shastri) ભારતીય ક્રિકેટ (Indian Cricket) જગતના શ્રેષ્ઠ ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. શાસ્ત્રીના નામે અનેક રેકોર્ડ છે. એક ઓવરમાં છ છક્કા ફટકારવાનો રેકોર્ડ પણ તેમણે બનાવ્યો છે. રવિ શાસ્ત્રીએ વર્ષ 1984-85માં વડોદરા સામે રણજી મેચ (Ranji Trophy) દરમિયાન બેટિંગ કરતી વખતે આ સિદ્ધિ હાંસલ કરી હતી. રવિ શાસ્ત્રીનું કેરિયર (Ravi Shastri Career) એક દસકાથી વધુ સમયનું રહ્યું છે. આ દરમિયાન શાસ્ત્રીએ ભારતીય ટીમ (Team India)ની જીત માટે ઘણું યોગદાન આપ્યું હતું.

વર્ષ 1985માં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં શાસ્ત્રીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેલાડી તરીકે મેદાનમાં અદભુત રમત દાખવ્યા બાદ શાસ્ત્રી કોમેન્ટ્રીમાં પણ જોરદાર પ્રદર્શન કરી ચૂક્યા છે. વર્ષ 2011ના વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની જીત વખતે શાસ્ત્રીની કોમેન્ટ્રી તેનો એક ઉત્કર્ષ નમૂનો છે. વર્તમાન સમયે શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના કોચ છે. આજે 27 મેના રોજ જ્યારે શાસ્ત્રી તેમનો 59મો જન્મદિવસ મનાવી રહ્યા છે, ત્યારે તેમની ક્રિકેટ કારકિર્દી પર નજર ફેરવીએ અને તેમના શ્રેષ્ઠ પ્રદર્શનની યાદી બનાવીએ.

ઓવલમાં ઇંગ્લેન્ડ સામે 187 રન

વર્ષ 1990ના સમયમાં ઇંગ્લેન્ડ ટીમ ખૂબ મજબૂત ગણાતી હતી. ડેવોન માલ્કમ, એંગસ ફ્રેઝર, નીલ વિલિયમ્સ અને એડી હેમિંગ્સ જેવા બોલર ઇંગ્લેન્ડની ટીમમાં હતા. તે સમયે રવિ શાસ્ત્રીએ ઇંગ્લેન્ડ સામે 187 રન ફટકારી ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી દીધી હતી. શાસ્ત્રીની બેટિંગના કારણે ભારતીય ટીમ 606/9નો સ્કોર કરી શકી હતી. સામા પક્ષે ઇંગ્લેન્ડ 340માં ઓલઆઉટ થઇ ગયું હતું. પરિણામે ઇંગ્લેન્ડને ફોલોઓન કરવું પડ્યું, અલબત્ત ઇંગ્લેન્ડે સારી રમત દેખાડી 477/4 રન કરતા મેચ ડ્રો થઇ હતી.

આ પણ વાંચો, વિરાટ કોહલીનો ક્વૉરન્ટિન લુક થયો વાયરલ, ‘Money Heist’ના પ્રોફેસર સાથે થઈ સરખામણી

ઓસ્ટ્રેલિયા સામે 206 રન

શાસ્ત્રીએ પોતાના લાંબા કરિયરમાં એક બેવડી સદી ફટકારી હતી. આ બેવડી સદી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા સામે આ શાસ્ત્રીની છેલ્લી ટુર હતી. શાસ્ત્રીએ આ મેચમાં 477 બોલમાં 206 રન બનાવ્યા હતા. જેમાં તેમણે 17 ચોક્કા અને 2 છક્કા લગાવ્યા લગાવીને સચિન તેંડુલકર સાથે 196 રનની ભાગીદારી કરી હતી. આ મેચમાં સચિને અણનમ 146 રન બનાવ્યા હતા. ત્યાર બાદ બીજી ઇનિંગમાં શાસ્ત્રીએ ચાર વિકેટ પણ લીધી હતી. પરિણામે મેચ ભારત તરફી થઈ ગઈ હતી.

કરાંચીમાં પાકિસ્તાન સામે 121 રન

પાકિસ્તાન અને ભારતની ક્રિકેટ ટીમ વચ્ચે ગળાકાપ હરીફાઈ હોવાના કારણે બંને દેશના ક્રિકેટરો દબાણ હેઠળ રમતા હોય છે. અલબત્ત, એક તરફ પાકિસ્તાન હોય અને પોતાનો પ્રથમ દાવ હોય ત્યારે દબાણ વધુ મુશ્કેલ બને છે. આવી સ્થિતિ શાસ્ત્રી સામે પણ ઊભી રહી હતી. જોકે, શાસ્ત્રીએ આ દબાણ જરાક પણ મનમાં લીધું ન હતું. તેમણે ભારત તરફથી ઓપનિંગ કરીને 128 રન ફટકાર્યા હતા. સામેના છેડે વિકેટ પડતી હતી, પરંતુ શાસ્ત્રી શાંત ચિત્તે રમતા હતા. તેમને દિલીપ વેંગેસરકરની અર્ધ સદીનો ટેકો મળ્યો હતો. ટીમ ઇન્ડિયાએ 393 રન કર્યા હતા, છતાં આ મેચ ડ્રો ગઈ હતી.

આ પણ વાંચો, ઈરફાન પઠાણની પત્નીની તસવીર પર થયો વિવાદ, કહ્યુ- ‘હું તેનો માલિક નથી, સાથી છું’

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયા સામે 54 રન

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન રવિ શાસ્ત્રીએ શ્રીકાંત સાથે મળી 124 રનની ભાગીદારી કરી હતી. જેમાં તેમણે 54 રન બનાવ્યા હતા. શાસ્ત્રીના કરિયર માટે આ સીરીઝ ખૂબ મહત્વની સાબિત થઇ હતી. શાસ્ત્રીના ઓલરાઉન્ડ પરફોર્મન્સે ભારતીય ટીમને મજબૂત બનાવી હતી. પાકિસ્તાનને ફાઇનલમાં હરાવ્યું હતું. મેન ઓફ ધ ચેમ્પિયન એવોર્ડ બદલ શાસ્ત્રીને ઓડી કાર ભેટમાં મળી હતી.
" isDesktop="true" id="1099906" >

વેસ્ટ ઇન્ડિઝ સામે 102 રન

વર્ષ 1970-80ના સમયમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ખૂબ જ મજબૂત હતી. તે સમયે વેસ્ટ ઈન્ડિઝના ઘરઆંગણે મેચ ડ્રો કરવો પણ વિજય સમાન ગણાતું હતું. શાસ્ત્રીએ તે મેચમાં 102 રન ફટકાર્યા હતા. તેઓ છઠ્ઠા ક્રમે ઉતર્યા હતા. એન્ડી રોબર્ટ્સ, માઈકલ હોલ્ડિંગ અને માલકૉમ માર્શલ જેવા ફાસ્ટ બોલર સામે તેઓ સારી રીતે રમ્યા હતા. મેચમાં ભારતે 457 રન બનાવ્યા હતા. શાસ્ત્રીની બેટિંગના કારણે મેચ ડ્રો થઈ શક્યો હતો.
First published:

Tags: Team india, ક્રિકેટ, બીસીસીઆઇ, રવિ શાસ્ત્રી, સ્પોર્ટસ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन