...જ્યારે નવાનગરના મહારાજા રણજીતસિંહે એક જ દિવસમાં ફટકારી હતી બે સદી

રણજીતસિંહજીની 147મી જન્મ જયંતી : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા પહેલા ભારતીય ખેલાડી જેમની નામે રમાય છે રણજી ટ્રોફી

News18 Gujarati
Updated: September 10, 2019, 9:18 AM IST
...જ્યારે નવાનગરના મહારાજા રણજીતસિંહે એક જ દિવસમાં ફટકારી હતી બે સદી
મહારાજા રણજીતસિંહજીની આજે 147મી જન્મ જયંતી છે.
News18 Gujarati
Updated: September 10, 2019, 9:18 AM IST
10 સપ્ટેમ્બરનો દિવસ ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે આજના દિવસે જ ભારતીય ક્રિકેટના પિતામહ મહારાજા રરણજીતસિંહનો જન્મ થયો હતો. રણજીતસિંહ (Ranjit Singh) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાના પહેલા ભારતીય હતા. તેમનો જન્મ 10 સપ્ટેમ્બર, 1872ના રોજ જામનગરમાં થયો હતો. રણજીતસિંહજીનો જન્મ તો ભારતમાં થયો હતો, પરંતુ તેઓએ ટેસ્ટ ક્રિકેટ ઈંગ્લેન્ડ માટે રમ્યા હતા. રણજીતસિંહે ક્રિકેટમાં પ્રવેશ કરતાં જ આ રમતને બિલકુલ બદલી દીધી હતી. તેમના નામે આજે ભારતમાં રણજી ટ્રોફી રમાય છે. આવો આપને જણાવીએ રણજીતસિંહ વિશે કેટલીક રસપ્રદ વાતો...

લેગ ગ્લાન્સના જનક

રણજીતસિંહને લેગ ગ્લાન્સના જનક માનવામાં આવે છે. જ્યારે રણજીતસિંહ ક્રિકેટ રમતા હતા તો બેટ્સમેન ઓફ સાઇટ ઉપર જ શોટ રમતા હતા. જો કોઈ બેટ્સમેન લેગ સાઇટ તરફ શોટ મારતો તો બોલર એન વિરોધી ટીમ સામે માફી માંગવી પડતી હતી. જોકે, રણજીતસિંહે આ ધારણાને બિલકુલ બદલી દીધી. તેઓએ પોતાના કાંડાનો જાદુ દર્શાવતા પોતાની સમગ્ર કારર્કિદીમાં લેગ સાઇડ પર ખૂબ રન કર્યા. રણજીતસિંહની બેટિંગની ધાક ક્રિકેટના જનક કહેવાતાં ડબલ્યૂ. જી. ગ્રેસ પણ સ્વીકારતા હતા. તેઓએ એક વાર કહ્યું હતું કે દુનિયાને આવતા 100 વર્ષો સુધી રણજી જેવો શાનદાર બેટ્સમેન જોવા નહીં મળે.

રણજીતસિંહને લેગ ગ્લાન્સના જનક માનવામાં આવે છે.


રેકોર્ડબ્રેક ડેબ્યૂ

રણજીતસિંહએ 1896માં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યુ. માનચેસ્ટર ટેસ્ટની પહેલી ઇનિંગમાં તેઓએ 62 અને બીજી ઇનિંગમાં અણનમ 154 રનોની ઇનિંગ રમી. આ રીતે રણજીતસિંહ પહેલા એવા ખેલાડી બની ગયા જેઓએ પોતાની પહેલી જ ટેસ્ટમાં અડધી સદી અને સદી ફટકારી. સાથોસાથ તેઓ ડેબ્યૂ ટેસ્ટમાં અણનમ સદી કરનારા પહેલા ખેલાડી પણ બન્યા. જોકે, આ મેચ ઈંગ્લેન્ડની ટીમ હારી ગઈ હતી.
Loading...

એક દિવસમાં ફટકારી બે સદી

ઓગસ્ટ 1896માં રણજીતસિંહએ હોવના મેદાન પર એક જ દિવસમાં બે સદી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. ફર્સ્ટ ક્લાસ મેચમાં એક દિવસમાં બે સદી પહેલા કોઈ બેટ્સમેને નહોતી ફટકારી. રણજીતસિંહએ આ મેચમાં 100 અને અણનમ 125 રનોની ઇનિંગ રમી હતી.

રણજીતસિંહે એક જ દિવસમાં બે સદી ફટકારી હતી.


કાઉન્ટી ક્રિકેટના બાદશાહ

રણજીતસિંહે સતત 10 સીઝનમાં 1000થી વધુ રન કર્યા. 1899 અને 1900માં તો રણજીતસિંહએ એક સીઝનમાં 3 હજારથી વધુ રન કર્યા હતા.

રણજીતસિંહે ફટકારી 74 સદી

રણજીતસિંહે ઈંગ્લેન્ડ માટે 15 ટેસ્ટ રમી અને તેઓએ 44.95ની સરેરાશથી 989 રન કર્યા. રણજીતસિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે સદી ફટકારી અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 74 સદી કરી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમની સરેરાશ 56થી પણ વધુ હતી.

રણજીતસિંહે 72 ફર્સ્ટ ક્લાસ સદી કરી હતી.


1904માં ભારત પરત ફર્યા

રણજીતસિંહજી પાંચ વર્ષ સુધી સસેક્સના કેપ્ટન રહ્યા અને ત્યારબાદ તેઓએ 1904માં ભારત પરત ફરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ તેઓએ નવાનગર પર રાજ કર્યુ. આ ઉપરાંત રણજીતસિંહએ પોતાના ભત્રીજા દિલીપ સિંહને ક્રિકેટના ગુણ શીખવાડ્યા. દિલીપ સિંહે પણ કેમ્બ્રિજમાં અભ્યાસ કર્યો એન ઈંગ્લેન્ડ તરફથી રમતાં તેઓએ પણ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ લોર્ડ્સના મેદાન પર 173 રન ફટકાર્યા હતા.
First published: September 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...