B'day Special: જ્યારે 20 વર્ષની યુવતીએ રાહુલ દ્રવિડ પર મૂક્યો હાથ, રૂમમાં થઈ બૂમાબૂમ!

News18 Gujarati
Updated: January 11, 2019, 10:47 AM IST
B'day Special: જ્યારે 20 વર્ષની યુવતીએ રાહુલ દ્રવિડ પર મૂક્યો હાથ, રૂમમાં થઈ બૂમાબૂમ!
રાહુલ દ્રવિડ (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: January 11, 2019, 10:47 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: ટીમ ઈન્ડિયાની દિવાલ કહેવાતા જાણીતા રાહુલ દ્રવિડ આજે 46 વર્ષના થઈ ગયા છે. પોતાના બેટથી ભારતને અનેક મેચ જીતાડનારા દ્રવિડ આજે કોચ તરીકે દેશની સેવા કરી રહ્યા છે. રાહુલ દ્રવિડે પોતાના સમગ્ર કરિયરમાં એક ખમતીધર બેટ્સમેન તરીકે નામ કમાયું. એવો કોઈ બોલર નથી જેનાથી રાહુલ દ્રવિડ ડર્યા હોય, પરંતુ તેમની જિંદગીમાં એક એવી ઘટના બની જ્યારે તેઓ કંપી ઉઠ્યા અને ડરથી બૂમો પાડવા લાગ્યા. મૂળે, 'MTV બકરા' નામથી જાણીતા ટીવી શોમાં એક વાર રાહુલ દ્રવિડ સાથે એક પ્રેન્ક કર્યું ત્યારબાદ દ્રવિડ ચોંકી ગયા હતા.

શું થયું હતું દ્રવિડની સાથે?
આ શોમાં એક યુવતી રાહુલ દ્રવિડનો ઇન્ટરવ્યૂ લેવા પહોંચે છે. ઇન્ટરવ્યૂ બાદ કેમેરો ઓફ થઈ જાય છે અને રાહુલ દ્રવિડ અને યુવતી રૂમમાં એકલા રહી જાય છે. ત્યારે યુવતી અચાનક જ દ્રવિડને કહે છે કે, હું તમારી મોટી ફેન છું, શું તમે મારી સાથે લગ્ન કરશો. ત્યારબાદ તે યુવતી દ્રવિડના પગ પર હાથ મૂકે છે. આવું થતા જ દ્રવિડ ઊભો થઈ જાય છે. તે યુવતીથી દૂર ભાગવા લાગે છે અને બૂમો પાડવા લાગે છે.

ત્યારે રૂમમાં એક વ્યક્તિ આવે છે અને દ્રવિડને સમજાવે છે. ત્યારબાદ દ્રવિડ યુવતીની ઉંમર પૂછે છે. તે યુવતી પોતાની ઉંમર 20 વર્ષ જણાવે છે. ત્યારબાદ દ્રવિડ તેને સલાહ આપે છે કે તે પોતાના કરિઅર પર ધ્યાન આપે. ત્યારબાદ દ્રવિડને જણાવવામાં આવે છે કે, 'MTV બકરા'એ તમારી સાથે મજાક કરી છે.

આપને જણાવી દઈએ કે આ ઘટનાને જ્યારે રાહુલ દ્રવિડે કેમેરામાં જોઈ તો તેઓ ખૂબ જ હસ્યા હતા. દ્રવિડે એ સ્વીકાર્યું કે આ ઘટનાક્રમને મજેદાર રીતે પ્લાન કરવામાં આવ્યો હતો. તેઓએ કહ્યું કે, જ્યારે તેમણે શૂટ થયેલા પ્રેન્ક વીડિયો જોયો તો ખૂબ હસું આવ્યું.

આ પણ વાંચો, હાર્દિક પંડ્યાએ મહિલાએ અંગે કરેલી આપત્તિજનક ટિપ્પણી મુદ્દે વિરાટે તોડ્યું મૌન
First published: January 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर