HBD Rahul Chahar: રાહુલ ચહરને વિકેટ લેવા પર પડતો હતો માર, 'પાકિસ્તાની' બોલર છે તેનો આઈડલ

ફાઇલ તસવીર.

Happy Birthday Rahul Chahar: પિતરાઈ ભાઈ દીપક ચહરને જોઈને રાહુલ પણ ફાસ્ટ બોલર બનવા માંગતો હતો, પરંતુ પછી તેણે વિચાર બદલ્યો હતો.

  • Share this:
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket team)ના લેગ સ્પિનર ​​રાહુલ ચહરનો આજે જન્મદિવસ (Happy Birthday Rahul Chahar) છે. રાહુલ ચહર આજે 22 વર્ષનો થયો છે. રાહુલ ચહરે (Rahul Chahar Birthday) વર્ષ 2019માં ભારતીય ટીમમાં પદાર્પણ કર્યું હતું. જોકે, તેઓ ભારતીય ટીમ માટે પાંચ ટી-20 અને એક વન ડે મેચ રમી ચુક્યો છે. રાહુલ ચહરે 6 આંતરરાષ્ટ્રીય મેચોમાં 10 વિકેટ ઝડપી પોતાનો પરિચય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચહર આ વર્ષે રમાનાર ટી-20 વર્લ્ડકપ 2021માં રમી શકે છે. તે ટીમ ઇન્ડિયામાં ભાગ લેવા માટે એક મજબૂત દાવેદાર છે. આજે ચહરના જન્મ દિવસે તેમના વિષે કેટલીક અજાણી વાતો જાણીએ.

રાહુલ ચહર (Rahul Chahar Career)ને આજે દેશના ટોચના લેગ સ્પિનરોમાં ગણવામાં આવે છે, પરંતુ અગાઉ તે ઝડપી બોલર બનવા માંગતો હતો. તેના પિતરાઈ ભાઈ દીપક ચહરને જોઈને રાહુલ પણ ફાસ્ટ બોલર બનવા માંગતો હતો, પરંતુ પછી તેણે વિચાર બદલ્યો હતો. રાહુલ ચહરને લેગ સ્પિનર ​​બનાવવાનો શ્રેય દિપક ચહરને જાય છે.

રાહુલ ચાહરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'હું બાળપણમાં એટલો ટેલેન્ટેડ ન હતો. મારી ફાસ્ટ બોલિંગ ખૂબ ખરાબ હતી. ત્યારબાદ દિપક ભાઈએ મને લેગ સ્પિનર ​​બનવાની સલાહ આપી હતી. મારી પાસે ઝડપી બોલિંગ કરવાની તાકાત નહોતી.' દિપક ચહરે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તે એક ઘરમાં બે ફાસ્ટ બોલરો હોય તેવું નહોતો ઈચ્છતો. તેની વિચારતો હતો કે જો એક જ ઘરમાં બે ફાસ્ટ બોલર હશે તો સ્પર્ધા થશે. જેથી તે ઈચ્છતો હતો કે બંને ભાઈઓ અલગ અલગ આવડત ધરાવતા હોય અને બંને ટીમ ઈન્ડિયામાં રમી શકે.

આ પણ વાંચો: દેવયાની ઇન્ટરનેશનલનો IPO ખુલ્યો, ખોટમાં ચાલતી કંપનીનો IPO ભરવો કે નહીં? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

રાહુલ ચહરને અંડર-19 વર્લ્ડકપ ટીમમાં નહતી મળી જગ્યા

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં પૃથ્વી શોની કેપ્ટનશીપમાં રાહુલ ચહર વર્લ્ડકપ જીતનાર અંડર-19 ટીમમાં પોતાનું સ્થાન નહોતું બનાવી શક્યો. જ્યારે રાહુલ ચહરને અંડર-19 ટીમમાં સ્થાન ન મળ્યું, ત્યારે તેઓ ખૂબ નિરાશ થયો હતો. જોકે, તે પછી તેણે પોતાની રમતમાં સુધારો કર્યો હતો. આજે તે પોતાની સફળતાનો શ્રેય એ ઘટનાને જ આપે છે. રાહુલ ચાહર માને છે કે જે થાય છે તે સારા માટે થાય છે. પસંદગી ન થયા બાદ રાહુલે વધુ મહેનત કરી અને આજે તે ટીમ ઈન્ડિયાનો એક ભાગ છે.

ઇમરાન તાહિરને માને છે આઈડલ

લેગ સ્પિનર ​​રાહુલ ચાહરે બાળપણમાં શેન વોર્નની લેગ સ્પિન જોઈ હતી, પરંતુ હવે તે ઈમરાન તાહિરને પોતાના આદર્શ માને છે. ચહરે એક શોમાં કહ્યું હતું કે, 'જ્યારે હું નાનો હતો ત્યારે હું શેન વોર્નને વધુ જોતો હતો પરંતુ હવે હું ઇમરાન તાહિરને જોઉં છું. ઇમરાન તાહિરને પીચથી કોઈ ફર્ક નથી પડતો, તે દરેક પરિસ્થિતિમાં બોલિંગ કરે છે.' રાહુલ ચહરે એમ પણ કહ્યું કે તે ઘણીવાર ઇમરાન તાહિરને મદદ માંગે છે. તેણે કહ્યું, 'જ્યારે પણ મને જરૂર પડે ત્યારે હું ઈમરાન તાહિરને ફોન કરીને પૂછું છું. ઇમરાન તાહિર મને મદદ કરે છે. જ્યારે હું અંડર-19 દરમિયાન ટેસ્ટ રમવા ઇંગ્લેન્ડ ગયો હતો, ત્યારે મને ત્યાંની પરિસ્થિતિઓ વિશે જાણ નહોતી, ત્યાં ઉતરવાની કઈ રણનીતિ છે. આવી સ્થિતિમાં મેં ઇમરાન તાહિર પાસે મદદ માંગી હતી.'

આ પણ વાંચો: ફાયદો જ ફાયદો: આ પાંચ ખાનગી બેંક બચત ખાતા પર આપે છે સૌથી વધારે વ્યાજ

જણાવી દઈએ કે ઇમરાન તાહિર ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમે છે અને તે દક્ષિણ આફ્રિકાના લેગ સ્પિનર ​​છે. ઇમરાન તાહિર પાકિસ્તાનની ટીમમાં સ્થાન ન મળ્યા બાદ દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયા હતા.



વિકેટ લેવા બદલ રાહુલને પડતો હતો માર

જ્યારે રાહુલ ચહર નાનો હતો, ત્યારે બેટ્સમેનોને આઉટ કર્યા બાદ તેને માર પડતો હતો. હકીકતમાં રાહુલ ચહર એકેડમીમાં સિનિયર બેટ્સમેનોની વિકેટ લેતો હતો. પરંતુ વિકેટ લીધા બાદ તેની ઉજવણી બેટ્સમેનોને પસંદ ન આવી. જે બાદ રાહુલ ચહરને તેના કોચ દ્વારા ઠપકો અને માર મારવામાં આવતો હતો.
First published: