B'Day PV Sindhu: ભારતને ગૌરવ અપાવનાર બેડમિન્ટન સુપરસ્ટારની સિદ્ધિઓની લિસ્ટ છે લાંબી

AFP PHOTO

Happy Birthday PV Sindhu: તેણે અનેક સિદ્ધિઓ મેળવી લીધી હતી. આજે તેના જન્મદિવસ નિમિતે વિશ્વ કક્ષાએ તેણે મેળવેલી સિદ્ધિઓ તરફ નજર દોડાવીએ.

  • Share this:
પી વી સિંધુ દેશના શ્રેષ્ટ રમતવીર પૈકીની એક છે. જેની ઓળખ માટે પ્રસ્તાવના બાંધવાની જરૂર નથી. વર્ષ 5 જુલાઈ 1995ના રોજ હૈદરાબાદમાં પીવી સિંધુનો જન્મ થયો હતો. ભારત તરફથી બેડમિન્ટનમાં ઓલિમ્પિક મેડલ જીતનાર બે ખેલાડીઓમાં સિંધુનો સમાવેશ થાય છે. સિંધુ સિવાય આ સફળતા સાઈના નેહવાલે પણ મેળવી છે.

વર્ષ 2012ના સપ્ટેમ્બરમાં BWF વર્લ્ડ રેન્કિંગ જાહેર થયું હતું. જેમાં સિંધુને ટોપ 20 ખેલાડીઓમાં સ્થાન મળ્યા બાદ તેને વૈશ્વિક ધોરણે ઓળખ મળી હતી. તે સમયે તે 17 વર્ષની હતી. આટલી ઉંમરમાં જ તેણે અનેક સિદ્ધિઓ મેળવી લીધી હતી. આજે તેના જન્મદિવસ નિમિતે વિશ્વ કક્ષાએ તેણે મેળવેલી સિદ્ધિઓ તરફ નજર દોડાવીએ.

મલેશિયન ઓપન ટાઇટલ 2013- ગોલ્ડ

મલેશિયામાં તેણે સૌપ્રથમ ગ્રાન્ડ પ્રિકસ ચેમ્પિયનશીપમાં વિજય મેળવી સિંધુએ ટોચના યુવા બેડમિન્ટન ખેલાડીઓમાં સ્થાન મેળવી લીધું હતું.

ગુઆંગઝોઉ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2013 - બ્રોન્ઝ

ચીનમાં દાખવેલા પ્રદર્શન બાદ વિશ્વનું ધ્યાન સિંધુ તરફ ખેંચાયું હતું. ગુઆંગઝોઉમાં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલની જીતથી તેનામાં 2012ના ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર વાંગ યીહાન સાથેની ટક્કરમાં સારા પ્રદર્શનને આશા જાગી હતી. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિંગલ્સ શ્રેણીમાં મેડલ જીતનાર સિંધુ પ્રથમ ભારતીય બેડમિન્ટન પ્લેયર બની હતી.

આ પણ વાંચો- Balika Vadhu 2: બાળ વિવાહની કુપ્રથા અટકાવવા આવી રહી છે નાની આનંદી, VIDEO

ડેનમાર્ક ઓપન સુપર સિરીઝ 2015 - સિલ્વર

આ સિરીઝ સમયે સિંધુ જોરદાર ફોર્મમાં હતી. તેણે ક્વોર્ટર ફાઇનલમાં વાંગ યીહાન અને સેમિફાઇનલમાં મરીનને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ટાઇટલ હોલ્ડર લી જુએરુઈએ ફાઇનલમાં સિંધુને સીધી ગેમમાં હરાવી હતી. જોકે જોરદાર પ્રદર્શન માટે સિંધુની ખૂબ સરાહના થઈ હતી.

રિયો ઓલિમ્પિક 2016- સિલ્વર

સિંધુના કેરિયરની ઊંચાઈ ભારતીય બેડમિન્ટન ઇતિહાસ માટે નવુ શિખર બની ગયું હતું. રિયો ઓલિમ્પિકમાં તે સિલ્વર જીતી પોતાની કારકિર્દીને નવી ઊંચાઈએ લઈ ગઈ હતી. તે છેલ્લી મેચમાં હારી હતી પણ ભારતીય બેડમિન્ટનના ઇતિહાસમાં 116 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો.

આ પણ વાંચો- જ્યારે પહેલી પત્ની રીના દત્તાથી છૂટાછેડા બાદ તૂટી ગયો હતો આમિર ખાન, સલમાને કરી હતી મદદ

ઇન્ડિયન ઓપન 2017- ગોલ્ડ

સિંધુએ રિયો ઓલિમ્પિકમાં મરિના સામેની હારનો બદલો ઇન્ડિયન ઓપનમાં લીધો હતો. જ્યાં મરીનાને તેણે સીધી ગેમમાં હરાવી પ્રથમ ઇન્ડિયન ઓપન સુપરસિરીઝ ચેમ્પિયનશીપ જીતી હતી. આ ટુર્નામેન્ટમાં મરીના સિવાય પણ અનેક મોટા ખેલાડીઓને સિંધુએ હરાવ્યા હતા. ક્વોર્ટર ફાઇનલમાં સિંધુએ 2012ના ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલીસ્ટ સાઈન નેહવાલને હરાવી હતી. ત્યારબાદ તેણે વિશ્વની બીજા નંબરની ખિલાડી સુંગ જી હ્યુનને પણ સેમી ફાઇનલમાં હરાવી હતી.
આ પણ વાંચો- 45 વટાવ્યા છતાં આજે પણ એટલી જ બ્યૂટિફૂલ દેખાય છે SHILPA SHETTY, જાણો તેનો FITNESS મંત્ર

BWF વર્લ્ડ ચેમ્પિયનશીપ 2019 ગોલ્ડ

2019માં 25 ઓગસ્ટના રોજ સિંધુ BWF વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. આ ચેમ્પિયનશીપના સિંધુનું અદભુત પ્રદર્શન જોવા મળ્યું હતું. તેણે જાપાનની નોઝોમી ઓકુહારાને માત્ર 36 મિનિટમાં 21-7, 21-7થી હરાવી જીત મેળવી હતી.
First published: