Happy Birthday Prithvi Shaw : આજે પૃથ્વી શોનો જન્મદિવસ, 4 વર્ષની ઉંમરમાં માતા ગુમાવી, મીઠું-રોટલી ખાઈને કાઢયા હતા દિવસો

પૃથ્વી શોના જન્મ દિવસ નિમીતે તેની રસપ્રદ કહાણી

Prithvi Shaw Birthday: આજે પૃથ્વી શોના જન્મ દિવસ નિમીતે જાણો તેના જીવનની રસપ્રદ કહાણી

 • Share this:
  જેની તુલના સચિન તેંડુલકર સાથે કરી દેવામાં આવી છે તેવા એક નવ જુવાન ક્રિકેટરનો (Prithvi Shaw Birthday) આજે જન્મ દિવસ છે. આ ક્રિકેટર છે પૃથ્વી શો. માત્ર 14 વર્ષની ઉંમરમાં 2 દિવસ સતત બેટિંગ કરી અને 330 બોલમાં 85 ચોક્કા અને 5 છક્કાની મદદથી 546 રન કરનાર પૃથ્વીનો આજે 22મો જન્મ દિવસ છે. પૃથ્વીનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો પરંતુ તેના પિતા મહારાષ્ટ્રથી દિલ્હી આપી ગયા હતા. પૃથ્વીએ જીવનમાં ક્રિકેટર બનવા (Prithvi Shaw Birthday special ) માટે ખૂબ સંઘર્ષ કર્યો છે. આજે તેની કહાણી જાણીને ગર્વ થશે.

  બાળપણ : પૃથ્વીનું બાળપણ વિરારમાં વીત્યું હતું. તેણે 3 વર્ષની ઉંમરે ઘરે પ્લાસ્ટિક બોલથી રમવાનું શરૂ કર્યું. પહેલા ઘરનું ટીવી, પછી લોકોના ઘરના કાચ તૂટ્યા. તે જ સમયે, પિતાએ પૃથ્વીની પ્રતિભાને ઓળખી અને તેને ક્રિકેટ એકેડમીમાં મૂક્યો. પરંતુ એકેડમી બાંદ્રામાં હતી. તે દરરોજ વિરારથી બાંદ્રા ટ્રેનિંગ માટે જતો હતો. આ માટે પિતા પંકજ પૃથ્વીને સવારે 4 વાગે જગાડતા હતા. આ ચક્ર વર્ષો અને વર્ષો સુધી ચાલતું રહ્યું.

  પૃથ્વીને ક્રિકેટર બનાવવા પિતાએ કપડાની દુકાન વેચી

  પૃથ્વીના પિતાની કપડાંની દુકાન હતી. પરંતુ તેણે પોતાના પુત્રની ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે દુકાન પણ વેચી દીધી. પૃથ્વી પણ નાની ઉંમરે પિતાના આ બલિદાનને સમજી ગયો હતો. તેથી, જે ઉંમરે બાળકો તેમના પરિવાર સાથે ફરતા હતા, ત્યારે પૃથ્વી માત્ર ક્રિકેટ વિશે જ વિચારતો હતો. આ દરમિયાન તેણે ઘણા ઉતાર-ચઢાવ જોયા. પૈસાની તંગી હતી તેણે મીઠુંને રોટલી ખાઈને દિવસો કાઢ્યા હતા, પરંતુ દરેક સંઘર્ષ સાથે તેનું ક્રિકેટર બનવાનું સપનું મજબૂત થતું ગયું.

  આ પણ વાંચો :  T20 World cup 2021: સેમિફાઇનલમાં કઈ ટીમ કોની સામે ટકરાશે? જો મેચ ટાઇ થાય અને સુપરઓવર ન ફેંકાય તો કોણ પહોંચશે ફાઇનલમાં

  પૃથ્વીએ 546 રનની મેરેથોન ઇનિંગ રમી હતી

  પૃથ્વી પહેલીવાર 2013માં લાઇમલાઇટમાં આવ્યો હતો. જ્યારે તે હેરિસ શીલ્ડ ટૂર્નામેન્ટમાં રિઝવી સ્પ્રિંગફીલ્ડ સ્કૂલ તરફથી રમ્યો ત્યારે તેણે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ સામે 330 બોલમાં 546 રન બનાવ્યા હતા. જોકે, તેના પિતા આ ઇનિંગથી નારાજ હતા. પૃથ્વીએ એક ઈન્ટરવ્યુમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. પિતાની નારાજગીનું કારણ એ હતું કે પૃથ્વી નોટઆઉટ પરત ફર્યો નહોતો. આ ઇનિંગ બાદ સચિન તેંડુલકર પણ પૃથ્વીનો ફેન બની ગયો હતો અને તેને બેટ ભેટમાં આપ્યું હતું.

  પૃથ્વીની કપ્તાનીમાં ભારતની અંડર-19 ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો

  2016માં પૃથ્વીને ભારતની અંડર-19 ટીમમાં જગ્યા મળી હતી. આ ટીમે શ્રીલંકામાં એશિયા કપ જીત્યો હતો. બે મહિના પછી, તેણે તામિલનાડુ સામેની સેમીફાઈનલમાં મુંબઈ માટે રણજી ટ્રોફીમાં પદાર્પણ કર્યું અને બીજી ઈનિંગમાં સદી ફટકારી, તેની ટીમને વિજય તરફ દોરી ગઈ. 2 વર્ષ પછી, ભારતે પૃથ્વીની કેપ્ટનશીપમાં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો. તે જ ટૂર્નામેન્ટ દરમિયાન, તેને દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા IPL હરાજીમાં 1.2 કરોડની ભારે કિંમતે ખરીદ્યો હતો. ત્યારથી પૃથ્વીએ પાછું વળીને જોયું નથી.

  આ પણ વાંચો : વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર કેપ્ટન કોણ? જાણો વિરાટ કોહલીનો કેટલો છે પગાર, તેનાથી વધુ કમાય છે આ કેપ્ટન

  પૃથ્વીએ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હતી

  તેને 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી અને પહેલી જ મેચમાં પૃથ્વી શૉએ સદી ફટકારી. તે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય બન્યો હતો. ત્યારે શૉની ઉંમર 18 વર્ષ 329 દિવસ હતી. જો કે, ટેસ્ટ સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય સચિન તેંડુલકર છે. તેણે ઈંગ્લેન્ડ સામે 17 વર્ષ 107 દિવસમાં સદી ફટકારી હતી.
  Published by:Jay Mishra
  First published: