ક્રિકેટ જગતના શ્રેષ્ઠ સુકાનીઓમાં મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)નું નામ સામેલ છે. ધોની (MS Dhoni)એ મહેનત અને ખંતથી આ સફળતા મેળવી છે. કેપ્ટન કુલ તરીકે જાણીતો ધોની ટીમ માટે સારા સ્કીપર હોવાની સાથે અદભુત વિકેટકીપર અને ફિનિશર પણ હતો. તેના ગૌરવશાળી કરિયરમાં ધોની ટીમ ઇન્ડિયા (Team India)ને જીત તરફ દોરી જતી અનેક ઈનિંગ રમી છે.
આજે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની ધોનીના શ્રેષ્ઠ 5 બેટિંગ પરફોર્મન્સની વિગતો અહીં આપવામાં આવી છે.
ચેન્નઈ ખાતે ફેબ્રુઆરી 2013માં ઓસ્ટ્રેલિયા સામે 224 રન
મહેન્દ્રસિંહ ધોનીએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં તેની 224 રનની શાનદાર ઇનિંગ સાથે ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું. આ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ભારત 380 રનના લક્ષ્યાંકને પાર કરવા રમી રહ્યું હતું. ત્યારે ધોનીએ 224 રનની શાનદાર ઇનિંગે ભારતને બહોળી લીડ પૂરી પાડી હતી. આ મેચમાં ધોની 84.53ની સ્ટ્રાઈક રેટથી રમ્યો હતો. ધોનીની જોરદાર બેટિંગના કારણે ભારત આ ટેસ્ટ મેચ 8 વિકેટથી જીતી ગયું હતું.
વિશાખાપટ્ટનમમાં 2005માં પાકિસ્તાન સામે 148
ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ હાઈ વોલ્ટેજ ગણાય છે. 2005માં ભારત પાકિસ્તાન વચ્ચે છ મેચની શ્રેણીની બીજી વન-ડેમાં ધોનીએ વધુ એક નોંધપાત્ર ઇનિંગ્સ રમી હતી. ત્રીજા ક્રમે બેટિંગમાં ઉતરેલા ધોનીએ સટાસટી બોલાવી હતી. માત્ર 123 બોલમાં 148 રન ફટકાર્યા હતા. આ ઇનિંગમાં ધોનીએ 15 ચોક્કા અને 4 છક્કા લગાવી 120.33ની સ્ટ્રાઈક રેટથી રન કર્યા હતા. ધોનીના રનના કારણે ટીમ ઇન્ડિયાનો સ્કોર 356 સુધી પહોંચી ગયો હતો. આ મેચ ભારતે 58 રનથી જીત્યો હતો.
શ્રીલંકા સામે સાત મેચોની શ્રેણીની ત્રીજી વન-ડે આંતરરાષ્ટ્રીય મેચમાં ધોનીએ વનડેમાં પોતાનો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો હતો. આ મેચમાં ભારત 299 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહ્યું હતું. ત્રીજા ક્રમે બેટિંગમાં ઉતરેલા ધોનીએ 145 બોલમાં 183 રન ફટકારી આ મેચમાં ભારતને 26 બોલ બાકી હતા ત્યાં જ 6 વિકેટે જીત અપાવી હતી.
2011માં મુંબઈમાં શ્રીલંકા સામે 91 રન
2011ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની ફાઇનલ મેચમાં ધોનીએ બતાવેલી રમત આજે પણ ચાહકોને યાદ છે. આ મેચમાં શ્રીલંકાએ ભારતને 274 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 114 રનમાં ભારતની 3 વિકેટ પડી ગઈ હતી. ગંભીર અને ધોનીની ભાગીદારીમાં કારણે હાલકડોલક ઈનિંગ સ્ટેબલ થઈ હતી. ધોનીએ આ મેચમાં 79 બોલમાં 91 રન કર્યા હતા. જેમાં 8 ચોક્કા અને 2 છક્કા ફટકાર્યા હતા.
2012માં સાતમા ક્રમે ઉતરી ધોનીએ ઐતિહાસિક રમત બતાવી હતી. પાકિસ્તાને જોરદાર બોલિંગ કરતા 10 ઓવરમાં 29 રનમાં ભારતની 5 વિકેટ પડી ગઈ હતી. આ મેચમાં ભારતીય ટીમનો ધબડકો થઈ જાય તેવી સ્થિતિ હતી. પરંતુ ધોનીએ તેમાંથી ઉગારી લીધા હતા. ધોનીએ 113 રન કર્યા હતા. ટીમના કુલ રન 227 થયા હતા. પાકિસ્તાન આ મેચમાં જીતી ગયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર