ધોની અને સાક્ષીની લવસ્ટોરીની આવી છે હકીકત, આ વાતથી બધા હતા અજાણ

ધોની અને સાક્ષીની લવસ્ટોરીની આવી છે હકીકત, આ વાતથી બધા હતા અજાણ

ઘણા વર્ષો સુધી એમ કહેવામાં આવતું હતું કે બંને બાળપણના મિત્ર હતા. બંનેના પિતા મિત્ર હતા. જોકે માહી અને સાક્ષીની લવસ્ટોરીની આ હકીકત નથી

 • Share this:
  નવી દિલ્હી : બે દિવસ પહેલા ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)અને સાક્ષીના લગ્નને 10 વર્ષ પુરા થયા હતા. એ પણ ખાસ છે કે લગ્નના થોડા દિવસ પછી ધોનીનો બર્થ ડે આવે છે. 7 જુલાઇએ ધોની પોતાનો 39મો જન્મ દિવસ મનાવશે. હાલ તે પોતાના પરિવાર સાથે રાંચીમાં પોતાના ફાર્મ હાઉસ પર સમય પસાર કરી રહ્યો છે. સાક્ષીએ લગ્નની એનિવર્સરીએ માહી માટે ખાસ મેસેજ પણ લખ્યો હતો. બંને દરેક માટે આઈડિયલ કપલ છે. સાક્ષી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહી છે જ્યારે ધોની સોશિયલ મીડિયાથી દૂર જ રહે છે.

  બંનેમાં કેટલું અંતર છે પણ આ અંતર બંને વચ્ચે પ્રેમને વધારે છે. ધોનીએ 2010માં સાક્ષી સાથે લગ્ન કર્યા હતા. 2007માં ધોનીની સાક્ષી સાથે મુલાકાત એક હોટલમાં થઈ હતી. જ્યાં તે ઇટર્ન હતી. ઘણા વર્ષો સુધી એમ કહેવામાં આવતું હતું કે બંને બાળપણના મિત્ર હતા. બંનેના પિતા મિત્ર હતા. જોકે માહી અને સાક્ષીની લવસ્ટોરીની આ હકીકત નથી. આજ સુધી બધા એમ જ માને છે કે ધોનીએ પોતાની બાળપણની મિત્રને પોતાની હમસફર બનાવી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે પ્રથમ વખત ઇંસ્ટાગ્રામ લાઇવ પર સાક્ષીએ લોકોને આ વિશે હકીકત કહી હતી.

  આ પણ વાંચો - ઇરફાન પઠાણને બતાવવામાં આવ્યો આગામી આતંકી હાફિઝ સઇદ, ઋચા ચઠ્ઠાએ કહી આવી વાત
  View this post on Instagram

  #WhistlePodu @ruphas


  A post shared by Chennai Super Kings (@chennaiipl) on


  સાક્ષીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે વાત કરતા કહ્યું હતું કે હંમેશા લોકો કહે છે કે હું અને માહી બાળપણના મિત્ર છીએ. અમારા પરિવારવાળા પણ મિત્ર છે. અમારી વચ્ચે સાત વર્ષનું અંતર છે અને અમે બાળપણના મિત્ર નથી. હું લગ્ન પછી પ્રથમ વખત રાંચીમાં 2010માં 7 જુલાઈએ માહીના બર્થ ડે પર આવી હતી. એવી જ અફવા રહી છે કે અમે બંને બાળપણના મિત્ર છીએ. ધોની અને સાક્ષીના લગ્ન 4 જુલાઈ 2010માં થઈ હતી. બંનેએ દેહરાદૂનમાં લગ્ન કર્યા હતા. આ પછી સાક્ષી પ્રથમ વખત રાંચી ગઈ હતી.
  Published by:Ashish Goyal
  First published: