Home /News /sport /

500 રૂપિયામાં ક્યારેક રમતો હતો એક મેચ, હવે કરોડોની ગાડીઓમાં ફરે છે સિરાજ, જાણો ખાસ વાતો

500 રૂપિયામાં ક્યારેક રમતો હતો એક મેચ, હવે કરોડોની ગાડીઓમાં ફરે છે સિરાજ, જાણો ખાસ વાતો

:મોહમ્મદ સિરાજ આજે 27 વર્ષનો થયો છે (mohammed siraj/twitter)

happy birthday mohammed siraj: મોહમ્મદ સિરાજ આજે 27 વર્ષનો થયો છે પાંચ ટેસ્ટ મેચની નાની કારકિર્દીમાં સિરાજે એક અલગ ઓળખ બનાવી લીધી છે

  નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj)નો આજે 27મો જન્મદિવસ છે. ભારતીય ટીમ માટે રમવુંએ તેના માટે એક સપના જેવું હતું. તેના પિતા ઓટો રિક્ષા ચલાવતા હતા અને તેમની એટલી કમાણી પણ ન હતી કે કે તેમના પુત્રનો ક્રિકેટનો શોખ પૂર્ણ કરી શકે. પરંતુ સિરાજની મહેનતથી તે ભારતીય ટીમમાં જોડાયો. તે સાતમાં ધોરણમાં હતો ત્યારથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને 2015માં તેણે પહેલીવાર ક્રિકેટ બોલથી બોલિંગ કરી હતી. આ પરથી એ સાબિત થાય છે કે તે ક્રિકેટની પ્રાથમિક જરૂરિયાતથી દૂર રહ્યો છતા તેની મહેનતથી તે ટીમ ઈન્ડિયાનો ભાગ બનવામાં સફળ રહ્યો હતો.

  સિરાજના અનેક એવા કિસ્સાઓ છે કે જેથી તેના ક્રિકેટપ્રેમને જાણી શકાય છે. આજે ભારત માટે રમી રહેલો સિરાજ ક્યારેય ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિગ કરવા નથી ગયો. કારણ કે, તેના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ક્રિકેટ એકેડમીનો ખર્ચો કરી શકે તેમ ન હતો. પરંતુ આર્થિક પરિસ્થિતિની આ ખામીને તેણે મજબૂરી ન બનવા દીધી અને તેણે હૈદરાબાદના ખાજાનગર વિસ્તારમાં તેણે ગલી ક્રિકેટ રમીને તેની બોલિંગને સુધારો કર્યો હતો. આજે કરોડોની ગાડીઓમાં ફરી રહેલા આ ક્રિકેટરની પહેલી કમાણી જાણીને તમે પણ અચરજ પામી જશો. સિરાજને એક ક્લબ ટૂર્નામેન્ટ દરમિયાન સારુ પ્રદર્શન કરવા માટે 500 રૂપિયાનું ઈનામ મળ્યું હતું. તે દરમિયાન તેણે એક મેચમાં 9 વિકેટ ઝડપી હતી અને તે મેચમાં તેને મેન ઓફ ધ મેચનું ઈનામ પણ મળ્યું હતું.

  આ પણ વાંચો - 1996ના વર્લ્ડ કપનો એ કાળો દિવસ જે આજે પણ હ્યદયને કંપાવી દે છે, કાંબલી પણ રડી પડ્યો હતો

  2017માં સિરાજને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ખરીદ્યો હતો

  આ ફાસ્ટ બોલરને 2016-17ની રણજી ટ્રોફીમાં તેના પ્રદર્શને કારણે તમામ લોકોનું ધ્યાન ગયું હતું. ત્યારે તેણે 7 મેચમાં 23 વિકેટ લીધી હતી. આ પછી તેને રેસ્ટ ઓફ ઈન્ડિયા અને 2017માં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ઈન્ડિયા એ માં સ્થાન મળ્યું હતું. અને ત્યાર બાદ તેણે પાછા વળીને નથી જોયુ. તેને 2017માં આઇપીએલમાં હૈદરાબાદની ટીમે 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે સિઝનમાં સિરાજે મેચમાં 10 વિકેટ લીધી હતી અને ત્યારબાદ 2018માં તેને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ખરીદ્યો હતો અને ત્યારથી જ તે બેંગલોરની ટીમમાં રમી રહ્યો છે.

  2017-18માં વિજય હજારે ટ્રોફીમાં તે સૌથી વધારે વિકેટ લેનારો બોલર રહ્યો હતો. ત્યારે તે 7 મેચમાં 23 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ત્યાર બાદ તેને રેસ્ટ ઓફ ઈન્ડિયા અને 2017માં દક્ષિણ આફ્રિકા સામેની ઈન્ડિયા એ માં સ્થાન મળ્યું હતું. આ પછી રાજકોટ ખાતે ટી-20 ઈન્ટરનેશનલમાં સ્થાન મળ્યું હતું. તે મેચમાં સિરાજે 53 રન આપીને એક વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ તેને ટીમમાં સ્થાન મેળવવા માટે અનેક મુશ્કેલીઓ પડી અને અંતે 2 વર્ષ બાદ તેને ઓસ્ટ્રેલિયા સામે ફરી એકવાર વન-ડેમાં ડેબ્યું કર્યું હતું.

  પિતાના મોતથી પણ ન તૂટ્યો સિરાજ

  એક ફાસ્ટ બોલર તરીકે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી બાદ તેને ઓળખ મળી હતી. આ ટૂર દરમિયાન મોટા ભાગના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને ટીમ પહેલી ટેસ્ટ મેચ હારી ગઇ હતી. બીજી બાજુ સિરાજના પિતાનું ભારતમાં અવસાન થયું હતું. તે પિતાના અવસાનના ગમમાં ડૂબ્યો હતો પરંતુ પિતાનું સપનું પૂર્ણ કરવા માટે તે ઓસ્ટ્રેલિયામાં રોકાયો અને તેને ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં રમવાનો મોકો મળ્યો હતો. તે મેચમાં પાંચ વિકેટ લઇને તેણે ભારતની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. સાથે જ શ્રેણીની ચોથી મેચમાં પણ તે મેચ વિનર સાહિત થયો હતો. અને તેણે મેચમાં કુલ 6 વિકેટ ઝડપી હતી. જેમાં બીજી ઈનિંગ્સમાં પાંચ વિકેટનો પણ સમાવેશ થાય છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Happy Birthday, Happy birthday mohammed siraj, Mohammed siraj

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन