Mohammad Kaif Birthday: મોહમ્મદ કૈફનું નામ (Mohammad Kaif) આવતાની સાથે જ ભારતીય ક્રિકેટ પ્રેમીઓની પહેલી યાદ આવે છે તે છે લોર્ડ્સ ગ્રાઉન્ડ (Lords Ground). જ્યાં સચિન તેંડુલકરને આઉટ કર્યા પછી ચાહકોને લાગ્યું કે નેટવેસ્ટ સિરીઝની ફાઈનલ ટીમ ઈન્ડિયા હારી ગઈ. પરંતુ વર્ષ 2002ના એ દિવસે એક ચમત્કાર થયો અને આ ચમત્કાર મોહમ્મદ કૈફે (Mohammad Kaif Natwest Series Final Inning) કર્યો. કૈફના આ ચમત્કારે સૌરવ ગાંગુલીને લોર્ડ્સ બાલ્કનીમાં પોતાનો શર્ટ ઉતારવાની (Sourav ganguly Danced in Lords) ફરજ પાડી હતી. આજે એટલે કે 1 ડિસેમ્બરે મોહમ્મદ કૈફ પોતાનો 41મો જન્મદિવસ (Mohammad Kaif Birthday) ઉજવી રહ્યો છે.
કાનપુર ગ્રીન પાર્કની હોસ્ટેલમાંથી શરૂઆત : પ્રયાગરાજ (તત્કાલીન અલ્હાબાદ)માં જન્મેલા કૈફે મેવા લાલ અયોધ્યા પ્રસાદ ઈન્ટરમીડિયેટ કોલેજ, સોરાઉનમાંથી 12મા સુધીનો અભ્યાસ કર્યો હતો. આ પછી તે ક્રિકેટની દુનિયામાં સ્થાયી થયો. બાળપણથી જ તેમનું મન ક્રિકેટમાં સ્થિર થઈ ગયું હતું અને તેઓ પ્રયાગરાજથી કાનપુર આવ્યો હતા. અહીં તે ગ્રીન પાર્ક સ્ટેડિયમની હોસ્ટેલમાં રહેવા લાગ્યો. અહીંથી તેની સફર ભારતીય ક્રિકેટ ટીમ સુધી પહોંચી.
નેટવેસ્ટની યાદગાર ઈનિંગ
ઇંગ્લેન્ડ સામે 2002માં નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં રમાયેલી તેની ઇનિંગ્સને ભારતીય ક્રિકેટની સૌથી યાદગાર ઇનિંગ્સમાં ગણવામાં આવે છે. લોર્ડ્સમાં રમાયેલી આ મેચમાં કૈફે અણનમ 87 રનની ઇનિંગ રમીને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી. નેટવેસ્ટ ટ્રોફીની ફાઈનલ મેચમાં 325 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કૈફે યુવરાજ સિંહ સાથે ભારતીય ઈનિંગ્સને સંભાળી હતી અને છઠ્ઠી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરીને ભારતને જીત અપાવી હતી. આ જીત બાદ કેપ્ટન સૌરવ ગાંગુલીએ લોર્ડ્સની બાલ્કનીમાં શર્ટ ઉતારીને ઉજવણી કરી હતી.
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2002 111 નોટઆઉટ
વર્ષ 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોલમ્બોમાં ઝિમ્બાબવે સામે કૈફે વધુ એક યાદગાર ઈનિંગ રમી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતની 87- રનમાં 5 વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ કૈફ બેટિંગમાં આવ્યો હતો અને તેણે સદી મારી હતી. 112 બોલમાં કૈફ 111 રને અણનમ રહ્યો હતો. આ મેચમાં તેણે 8 ચોગ્ગા અને એક છગ્ગો માર્યો હતો. " isDesktop="true" id="1156483" >
95 નોટઆઉટ ટીવીએસ કપ ઢાકા
વર્ષ 2003માં ભારત-સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે ટીવીએસ કપ રમાયો હતો. આ કપમાં બીજી મેચ ભારત અને સાઉથ આફ્રિકા સામે હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 307 રનનો ટાર્ગેટ બનાવ્યો હતો. કૈફ યુવરાજ પહેલાં ઉતારવામાં આવ્યો હતો. કૈફે ગાંગુલી સાથે મળી અને 175 રનની ઈનિંગ રમી હતી. 105 બોલમાં કૈફ 95 રને નોટઆઉટ રહ્ોય હતો. આ મેચમાં તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતા.
વર્ષ 2005માં ઝિમ્બાબવેમાં ભારત-ન્યૂઝીલેન્ડ અને ઝિમ્બાબવેની ટ્રાઇ સીરિઝ રમાઈ હતી. આ રિઝમાંમાં ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં ભારતને 278 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ મેચમાં કૈફને વનડાઉનમાં ઉતારવામાં આવ્યો હતો. કૈફે મેચમાં વનડાઉનથી છેક સુધી નોટઆઉટ રહીને 102 રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં 11 ફોર અને મારી અને તેણે 111 રન બનાવ્યા હતા. ભારત આ મેચમાં 6 વિકેટે જીત્યું હતું
મોહમ્મદ કૈફે તેના કરિયરમાં 12 ટેસ્ટ મેચ રમી હતી. આ ટેસ્ટમાં તેની વેસ્ટઇન્ડિઝની ટેસ્ટ યાદગાર છે. વર્ષ 2006માં 10-14 જુનમાં રમાયેલી આ ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 306 રનમાં 4 વિકેટ પડી હતી ત્યારે રાહુલ દ્રવિડ સાથે કૈફ મેદાનમાં આવ્યો હતો. આ મેચમાં કૈફે પ્રથમ અને એક માત્ર ટેસ્ટ સેન્ચ્યૂરી મારી હતી. કૈફે આ મેચમાં 243 બોલમાં 148 રન બનાવ્યા હતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર