હેપ્પી બર્થ ડે Eric Hollies: બ્રેડમેનને ઝીરો પર બોલ્ડ કરીને ક્રિકેટ ઈતિહાસમાં અમર થઇ ગયા

હેપ્પી બર્થ ડે Eric Hollies: બ્રેડમેનને ઝીરો પર બોલ્ડ કરીને ક્રિકેટ ઈતિહાસમાં અમર થઇ ગયા
હેપ્પી બર્થ ડે Eric Hollies: બ્રેડમેનને ઝીરો પર બોલ્ડ કરીને ક્રિકેટ ઈતિહાસમાં અમર થઇ ગયા - (ફાઇલ ફોટો)

ઈંગ્લેન્ડમાં જન્મેલ એરિક હૉલિસે 515 ફર્સ્ટ ક્લાસ મેચમાં 21ની એવરેજથી 2323 વિકેટ ઝડપી છે

  • Share this:
નવી દિલ્હી : ઇંગ્લેન્ડના પૂર્વ લેગ સ્પિનર એરિક હૉલિસની આજે 109મી જયંતિ છે. મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેનને ઝીરો પર બોલ્ડ કરીને એરિક હૉલિસ ઈતિહાસમાં અમર થઈ ગયા છે. એરિક ભલે માત્ર 13 ટેસ્ટ મેચ રમ્યા હોય પરંતુ તેમના કારણે બ્રેડમન 100ની સરેરાશ કરી શક્યા ન હતા. બ્રેડમનને 100ની એવરેજ કરવામાં માત્ર વધુ 4 રનની જરૂર હતી, પરંતુ તેઓ શૂન્ય પર આઉટ થઈ ગયા હતા.

એશિઝ સીરિઝ 1948થી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયા



હૉલિસ તેમની કારકિર્દીમાં માત્ર એક ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમ્યા. 1948ની એશિઝ શ્રેણીની છેલ્લી મેચમાં તેમને ઓવલ મેદાન પર રમવાનો મોકો મળ્યો હતો. ડોન બ્રેડમેનની આ છેલ્લી ટેસ્ટ મેચ હતી. પહેલી ઇનિંગ્સમાં ઈંગ્લેન્ડની ટીમ 54 રન પર આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા માટે આર લિંડવૉલે 6 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના આર્થર મોરિસે 196 રન કર્યા અને ઓસ્ટ્રેલિયાની ટીમ 389નો કરી શકી હતી

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સિડ બર્ન્સ 61 રન પર આઉટ થતા બેડમેને ત્રીજા નંબર પર બેટીંગ કરી હતી. હૉલિસે બ્રેડમેનને બીજા બોલ પર બોલ્ડ કરી દીધા હતા. ત્રીજી ઇનિંગમાં ઈંગ્લેન્ડે મેચ જીતવા માટે થોડો સંઘર્ષ કર્યો હતો. લેન હટનની અડધી સદી છતા ટીમ 188 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ ઇનિંગ્સ અને 149 રનથી જીતી લીધી હતી. બ્રેડમેનને બીજી ઇનિંગ્સમાં રમવાનો મોકો મળ્યો ન હતો. આ પ્રકારે 52 ટેસ્ટ મેચમાં બ્રેડમેનની એવરેજ 99.94 રહી ગઈ હતી. તેમને 7000 રન પૂરા કરવામાં માત્ર 4 રનની જરૂરિયાત હતી. હૉલિસે આ મેચમાં 131 રન આપીને પાંચ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને આઉટ કર્યા હતા.

આ પણ વાંચો - ઈઝરાયલમાં અલગ-અલગ વિચાર ધરાવતી 8 પાર્ટીઓનું ગઠબંધન, શું ચાલશે નવી સરકાર?

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 2323 વિકેટ લીધી

1912માં ઈંગ્લેન્ડમાં જન્મેલ એરિક હૉલિસ 25 વર્ષ સુધી ક્રિકેટ રમ્યા. તેમનો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ ખૂબ જ શાનદાર છે. તેમણે 515 ફર્સ્ટ ક્લાસ મેચમાં 21ની સરેરાશથી 2323 વિકેટ ઝડપી છે. 182 વાર આ બોલરે પાંચ અથવા તેનાથી વધુ વિકેટ ઝડપી છે. મેચમાં તેમણે 40 વાર 10 વિકેટ લીધી છે. હૉલિસે એક ઇનિંગમાં 10 વિકેટ લીધી છે. વૉરકેશિયર તરફથી રમતા હૉલિસે કાઉંટી ક્રિકેટમાં 49 રનમાં 10 વિકેટ લીધી છે. હૉલિસે 19માંથી 14 કાઉન્ટી સિઝનમાં 100થી વધુ વિકેટ લીધી છે.

15 વર્ષની ઈન્ટરનેશનલ કારકિર્દીમાં માત્ર 13 ટેસ્ટ મેચ રમ્યા

એરિક હૉલિસે વર્ષ 1935માં વેસ્ટઈન્ડિઝ સામે રમીને ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. વિશ્વ યુદ્ધના કારણે તેમને વધુ ઈન્ટરનેશનલ મેચમાં રમવાનો મોકો નહોતો મળ્યો. હૉલિસે 13 ટેસ્ટમાં 44 વિકેટ લીધી છે. પાંચ વાર ઇનિંગમાં 5થી વધુ વિકેટ લીધી હતી. આ બોલર તેમની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 1950માં વેસ્ટઈન્ડીઝ સામે રમ્યા હતા.
Published by:News18 Gujarati
First published:June 05, 2021, 22:37 pm

ટૉપ ન્યૂઝ