દિલીપ વેંગસરકર: એક ક્રિકેટના બાહુબલીને શા માટે કહેવાય છે કર્નલ, અહીં ક્લિક કરી જાણી લો

ભારતીય ક્રિકેટ જગતમાં 15 વર્ષ સુધી રમનાર દિલીપ વેંગસરકરનો આજે જન્મદિવસ છે

ભારતીય ક્રિકેટ જગતમાં 15 વર્ષ સુધી રમનાર દિલીપ વેંગસરકરનો આજે જન્મદિવસ છે

  • Share this:
ભારતીય ક્રિકેટ જગતમાં 15 વર્ષ સુધી રમનાર દિલીપ વેંગસરકરનો આજે જન્મદિવસ છે. એક સમયે તેઓ ભારતીય ટીમમાં ધ વોલ તરીકે ખ્યાતનામ હતા. ક્લાસિક શોટ્સ રમવામાં તેઓ ખૂબ જાણીતા હતા. જેટલા તેમના નામે રેકોર્ડ છે તેટલા જ તેમના કિસ્સા પણ છે. વેંગી તરીકે હુલામણા નામે ઓળખાતા દિલીપ વેંગસરકરનો સ્વભાવ શાંત હતો. તેમણે ટીમ ઇન્ડિયાના સુકાનીથી લઈ પસંદગીકાર તરીકે પણ જવાબદારી નિભાવી જાણી છે.

વેંગીને કર્નલ પણ કહેવામાં આવે છે. તેમનું નામ કર્નલ કેવી રીતે પડ્યું તે પણ જાણવા જેવો કિસ્સો છે. 1975માં તેમણે ઈરાની ટ્રોફીમાં ભારત સામે બોમ્બે ટીમ તરફથી ધમાકેદાર સદી બનાવી હતી. વેંગીએ આ ઇનિંગ્સ દરમિયાન બિશન સિંહ બેદી અને ઇરાપલ્લી પ્રસન્નાની બોલિંગમાં સટાસટી બોલાવી હતી. મેચમાં કોમેન્ટ્રી કરી રહેલા લાલા અમરનાથે આ ઇનિંગ્સ જોયા બાદ તેમની સરખામણી કર્નલ સી.કે. નાયડુ સાથે કરી હતી. ત્યારથી વેંગીના નામ સાથે કર્નલ શબ્દ જોડાઈ ગયો. કર્નલ શબ્દ સાથે બીજી વાત પણ જોડાયેલી છે. એવું પણ કહેવામાં આવે છે કે એક સ્થાનિક પત્રકારે વેંગીને કર્નલ ઉપનામ આપ્યું હતું. જોકે સત્ય તો વેંગી જ જાણે છે.

વેંગીની સૌથી વધુ ચર્ચા લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે ત્રેવડી સાદી ફટકારવા બદલ થઈ હતી. લોર્ડ્સને ક્રિકેટનું મક્કા કહેવામાં આવે છે. આ સ્ટેડિયમમાં દરેક ક્રિકેટર રમવા માંગે છે. આ સ્થળે વેંગીએ ચાર ટેસ્ટ રમી હતી. પ્રથમ ત્રણ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ચોથા ટેસ્ટમાં 52 અને 35 રન બનાવ્યા હતા. આ રીતે તેમણે આ ગ્રાઉન્ડ પર 4 ટેસ્ટમાં 500થી વધુ રન બનાવ્યા હતા. ડોન બ્રેડમેન, સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, વિરાટ કોહલી જેવા ખેલાડીઓ પણ લોર્ડ્સમાં 3 સદી બનાવી શક્યા નથી.

1956માં જન્મેલા વેંગસરકરના અનેક ચાહક હતા. તેઓ તેની શ્રેષ્ઠ રમત દર્શાવતા હતા. જ્યારે ભારતીય ટીમ સંકટમાં આવતી ત્યારે વેંગીની રમત બેમિસાલ રહી હતી. વેંગસરકર નિવૃત્ત થયા પછી રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, ચેતેશ્વર પૂજારાને ઘણીવાર વેંગી રોલમાં જોવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - IPL : ખેલાડીઓના ખજાનાની ખોજ, પોતાનો દમ બતાવવાનું પ્લેટફોર્મ મળશે

બાહુબલી ખેલાડી

તેઓ માત્ર લોર્ડસના બાહુબલી નહોતા, મેદાન બહાર પણ તેમણે અનેક પરચા આપ્યા હતા. વાનખેડે સ્ટેડિયમનો એક કિસ્સો ખ્યાતનામ છે. વેંગી ત્યારે નિવૃત્ત હતા. મુંબઈ અને પંજાબની મેચ ચાલી રહી હતી. વેંગસરકર પણ આ મેચ જોઈ રહ્યા હતા. તે દરમિયાન કેટલાક દર્શકો પજવણી કરતા હતા હતા. વેંગીએ તે થોડી વાર માટે સહન કર્યું પણ ત્યારબાદ ઉદ્ધત પ્રેક્ષકોએ તેમનું સાંભળ્યું નહીં, ત્યારે તેઓ વેંગસરકર સ્ટેન્ડ્સમાં કૂદી ગયા હતા. થોડે દૂર ગયા પછી વેંગીએ પ્રેક્ષકને પકડ્યો અને તેને થપ્પડ મારી દીધી હતી.

ટીમ ઇન્ડિયાને કોહલી આપ્યો

દિલીપ વેંગસરકરે જ ભારતીય ટીમમાં વિરાટ કોહલીની પસંદગી કરી હતી. વેંગસરકર 2006માં ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર બન્યા હતા. 2008માં વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ભારતે અંડર- 19 વર્લ્ડ કપ જીત્યો, ત્યારે વેંગસરકરે વિરાટ કોહલીને શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવાનું નક્કી કર્યું હતું. જોકે તત્કાલીન કેપ્ટન એમએસ ધોની અને કોચ ગેરી કર્સ્ટન આ નિર્ણયની તરફેણમાં ન હતા. ધોની અને કર્સ્ટન જૂની ટીમની સાથે શ્રીલંકા પ્રવાસ પર જવા ઇચ્છતા હતા. પરંતુ, કોહલીની પ્રતિભા જોયા પછી વેંગસરકારે તેને તક આપી હતી. ત્યારે આજે કોહલીની પ્રતિભા સામે આંખ આડા કાન કરી શકાય નહીં.

અનેક સન્માન આપવામાં આવ્યા

દિલીપ વેંગસરકરે 116 ટેસ્ટમાં 6868 રન બનાવ્યા હતા. તેમણે કુલ 17 સદી ફટકારી હતી. તેઓ નિવૃત્તિ સમયે તે સુનિલ ગાવસ્કર(34) પછી સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન હતા. વેંગીએ 129 વનડેમાં 3508 રન બનાવ્યા હતા. તે માત્ર ભારતીય કેપ્ટન જ નહીં પણ ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ પણ હતા. વેંગસરકરને 1981માં અર્જૂન એવોર્ડ અપાયો હતો. 1987માં તેને વિઝડન ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરાયા હતા. વેન્ગીને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
First published: