Happy Birthday: ભારતીય મહિલા ટીમની પૂર્વ સુકાની અને કૉમેન્ટેટર અંજુમ ચોપરા વિશે જાણી-અજાણી વાતો

Happy Birthday: ભારતીય મહિલા ટીમની પૂર્વ સુકાની અને કૉમેન્ટેટર અંજુમ ચોપરા વિશે જાણી-અજાણી વાતો
અર્જુન એવોર્ડથી સન્માનિત અંજુમ ચોપરાના નામે નોંધાયા છે આ રેકોર્ડ, ભારતીય મહિલા ક્રિકેટના વિકાસમાં આપ્યું બહુમૂલ્ય યોગદાન

અર્જુન એવોર્ડથી સન્માનિત અંજુમ ચોપરાના નામે નોંધાયા છે આ રેકોર્ડ, ભારતીય મહિલા ક્રિકેટના વિકાસમાં આપ્યું બહુમૂલ્ય યોગદાન

  • Share this:
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team)ની પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરા (Anjum Chopra Birthday)નો આજે 44મો જન્મદિવસ છે. 1995માં કારકિર્દી શરૂ કર્યા બાદ તેઓ ભારતીય ટીમ (Team India)માં લાંબો સમય રહી સટાસટી બોલાવતા રહ્યા. તેઓ V ક્ષેત્રમાં રમવા માટે જાણીતા હતા. તેમની બેટિંગની શરૂઆત ધીમી હતી, પરંતુ આ ડાબોડી ખેલાડીને પીચ પર રમતા જોવાનો લ્હાવો અદભુત હતો. ખાસ કરીને તેઓની સ્પિનર વિરુદ્ધ શોટ ફટકારવાની ટેક્નિક જાણીતી હતી. તેઓ બોલને બળથી ફટકારવાના સ્થાને ટાઇમિંગનો આગ્રહ રાખતા હતા. ઓફ હોય કે લેગ, ગમે તે સાઈડમાં રમવા તેઓ અનુકૂળ રહેતા હતા.

અંજુમ ચોપરાએ વર્ષ 1995માં ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની મેચથી વન ડે ઇન્ટરનેશનલ (One Day International)માં પદાર્પણ કર્યું હતું. આ મેચ ફેબ્રુઆરી મહિનામાં ક્રિસ્ટચર્ચ ખાતે રમાઈ હતી. તે 10મા ક્રમે બેટિંગ કરવા ઉતર્યા હતા અને 1 રને અણનમ રહ્યા હતા. આ મેચમાં તેમણે માત્ર 4 ઓવર ફેંકી હતી, જોકે તેમને એક પણ વિકેટ નહોતી મળી. આ મેચ ભારત 2 વિકેટે જીતી ગયું હતું.



ત્યાર બાદ તે જ વર્ષે 9 મહિના બાદ નવેમ્બરમાં ચોપરાએ ઇંગ્લેન્ડ (England) સામે ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. આ મેચ કલકત્તા (Kolkata)માં રમાઈ હતી. આ મેચમાં તેઓ ત્રીજા ક્રમે રમવા ઉતર્યા હતા. પ્રથમ ઇનિંગમાં તેમણે 27 રન બનાવ્યા હતા. આ મેચ ડ્રો ગઈ હતી.

આ પણ વાંચો, કોરોનાને હરાવવા રામ ભક્ત હનુમાને લીધું ડૉક્ટરનું રૂપ! શ્રદ્ધાળુઓએ કરી આવી પ્રાર્થના

કારકિર્દી શરૂ થયાના સાત વર્ષ બાદ 2002માં અંજુમ ચોપરાને સુકાની તરીકે જવાબદારી સોંપાઈ. તેમના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમે ઘણા ઐતિહાસિક વિજય મેળવ્યો. ચોપરાએ 12 ટેસ્ટ મેચમાં 30.44ની એવરેજથી 548 રન બનાવ્યા હતા. જેમાં ચાર અડધી સદીનો પણ સમાવેશ થાય છે. જ્યારે વન ડેમાં તેમણે 31.37 રનની એવરેજથી 127 મેચમાં 2856 રન ફટકાર્યા હતા. તેમણે વનડેમાં 1 સદી અને 18 અર્ધી સદી ફટકારી હતી.

તે સમયે ચોપરાના નામની બોલબાલા હતી. આજે તેઓ કૉમેન્ટરી કરી રહ્યા છે. અહીં આજે તેમના જન્મદિવસે તેમના વિશે કેટલાક જાણ્યા અજાણ્યા ફેક્ટ રજૂ કરવામાં આવ્યા છે.

વન ડે મેચમાં સદી ફાટકારનાર તેઓ સૌપ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર હતા.
ભારતીય ટીમ તરફથી 100 વનડે મેચ રમનાર સૌપ્રથમ મહિલા ક્રિકેટર પણ તેઓ જ હતા.

આ પણ વાંચો, મોદી સરકાર ખેડૂતોને આપી રહી છે કમાણી કરવાની તક! સાથે અનેક સુવિધાઓ પણ..જાણો શું છે સ્કીમ



>> વન ડે પ્લેયર તરીકે અંજુમ ચોપરાએ કરેલા રનથી વધુ રન માત્ર મીથાલી રાજ(7998) કરી શક્યા છે.
>> તેઓ ભારત તરફથી 6 વર્લ્ડ કપ રમ્યા હતા. જેમાં 4 વનડે અને 2 T20 વર્લ્ડ કપનો સમાવેશ થાય છે.
>> ભારતની બહાર કેપ્ટન તરીકે તેની પ્રથમ સિરીઝમાં તેમણે ઈંગ્લેન્ડને વ્હાઇટવોશ કર્યું હતું.
>> તેમના નેતૃત્વમાં જ ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત વિદેશમાં ટેસ્ટ જીત મેળવી શકી હતી.
>> 2007માં તેમને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
>> 2014માં તેમને ચોથો સૌથી શ્રેષ્ઠ ગણાતો પદ્મશ્રી એવોર્ડ અપાયો હતો.
Published by:News18 Gujarati
First published:May 20, 2021, 12:31 pm

ટૉપ ન્યૂઝ