ડેબ્યુ ટેસ્ટમાં અણગમતો રેકોર્ડ બનાવનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો હનુમા વિહારી

પ્રથમ ઇનિંગ્સમાં 124 બોલમાં સાત ફોર અને એક સિક્સરની મદદથી 56 રન બનાવનાર વિહારી બીજી ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ થયો

News18 Gujarati
Updated: September 11, 2018, 6:34 PM IST
ડેબ્યુ ટેસ્ટમાં અણગમતો રેકોર્ડ બનાવનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો હનુમા વિહારી
ઓવલ ટેસ્ટમાં ભારત તરફથી ડેબ્યુ કરનાર યુવા બેટ્સમેન હનુમા વિહારી બીજી ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ
News18 Gujarati
Updated: September 11, 2018, 6:34 PM IST
ઓવલ ટેસ્ટમાં ભારત તરફથી ડેબ્યુ કરનાર યુવા બેટ્સમેન હનુમા વિહારી બીજી ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ થતા જ એક અણગમતો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પ્રથમ ઇનિંગ્સમાં 124 બોલમાં સાત ફોર અને એક સિક્સરની મદદથી 56 રન બનાવનાર વિહારી બીજી ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ થયો હતો. બીજી ઇનિંગ્સમાં તે છ બોલ રમ્યો હતો.

હનુમા વિહારી ડેબ્યુ ટેસ્ટમાં 50થી વધારે રન અને ડક પર આઉટ થનાર ફક્ત ત્રીજ ભારતીય બેટ્સમેન છે. ગુંડપ્પા વિશ્વનાથ પોતાની ડેબ્યુ ટેસ્ટમાં આવો રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન હતો. તે 1969માં કાનપુરમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઇનિંગ્સમાં ડક પર આઉટ થયા પછી બીજી ઇનિંગ્સમાં 137 રનની ઇનિંગ્સ રમ્યા હતા. આવો રેકોર્ડ બનાવનાર બીજો ભારતીય બેટ્સમેન દેવાંગ ગાંધી હતો. 1999માં મોહાલીમાં ડેબ્યુ ટેસ્ટમાં દેવાંગ પ્રથમ ઇનિંગ્સમાં ડક અને બીજી ઇનિંગ્સમાં 75 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો - કેપ્ટનશિપ, વિકેટકીપિંગમાં નહીં, કોહલીને આ કારણથી પડી રહી છે ધોનીને ખોટ!

વિહારી પ્રથમ ઇનિંગ્સમાં અડધી સદી અને બીજી ઇનિંગ્સમાં ડક પર આઉટ થનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે. વિશ્વનાથ અને દેવાંગ પ્રથમ ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ થયા હતો અને બીજી ઇનિંગ્સમાં 50 પ્લસનો સ્કોર બનાવ્યો હતો.

અન્ય રેકોર્ડ
યુવા ખેલાડી હનુમા વિહારીએ ઓવલ ટેસ્ટમાં એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તે ડેબ્યુ ટેસ્ટમાં સતત બે બોલમાં બે વિકેટ ઝડપનાર બીજો ભારતીય ખેલાડી છે. બલવિંદર સિંહ સંધુએ પાકિસ્તાન સામે જાન્યુઆરી 1983માં આવો રેકોર્ડ બનાવ્યો હતો.
First published: September 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...