વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાનની ટીમને મોટો ફટકો પડ્યો, આ ખેલાડીને થઈ ઇજા

ઇંગ્લેન્ડ સામેની ચોથી વન ડેમાં પાકિસ્તાનનો ઑપનર ઇમામ ઉલ હક ઇજાગ્રસ્ત થયો હતો.

નૉટિંઘમના ટ્રેન્ટ બ્રિજમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન ડે મેચ દરમિયાન ઇમામ ઉલ હક્ક ઇજાગ્રસ્ત થયો

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : વર્લ્ડ કપ પહેલાં ઇંગ્લેન્ડમાં યોજાઈ રહેલી ઇંગ્લેન્ડ પાકિસ્તાન વચ્ચેની વન ડે શ્રેણીમાં પાકિસ્તાનની ટીમ જીત માટે તડપી રહી છે. ત્રણમાંથી બે વન ડે પાકિસ્તાન હારી ગઈ છે અને એક મેચ વરસાદના કારણે રદ થઈ છે. દરમિયાન પાકિસ્તાનની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી અને વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાનની ટીમને મોટો ફટકો પડ્યો છે.

  ઇમામ ઉલ હકને ઇજા
  નૉટિંઘમના ટ્રેન્ટ બ્રિજમાં ચોથી વન ડે દરમિયાન પાકિસ્તાનની ટીમના ઑપનર ઇમામ ઉલ હક ઇજાગ્રસ્ત થઈ ગયો છે. પાકિસ્તાનની બેટિંગ દરમિયાન ચોથી ઑવરમાં ઇંગ્લેન્ડના સૌથી ઝડપી બૉલર માર્ક વુડે ફાસ્ટ બાઉન્સર ફેંક્યો હતો. આ બૉલ પર પૂલ શોટ ચુકેલા ઇમામની કોણીમાં બૉલ વગાતાં તેની આંખો ભરાઈ આવી હતી અને ઇમામ બેટ ફેંકી દીધું હતું. ત્યાર બાદ ઇમામ જમીન પર સુઈ ગયો હતો. ઇમામની ઇજા ગંભીર છે કારણ કે ત્યાર બાદ તે બેટ પણ ઉપાડી શક્યો નહોતો.

  કોચ થયા નિરાશ

  ઇમામને ઇજા થતાંની સાથે જ પાકિસ્તાનની ટીમના કોચ મિકી આર્થર નિરાશ થયા હતા. ઇમામને ઇજા થયા બાદ જ્યારે કેમમેરા મિકી તરફ ફંટાયો ત્યારે તે માથે હાથ દઈને બેસેલા જોવા મળ્યા હતા.

  ઇમામને ઇજા થતા કોચ મિકી આર્થન નિરાશ થયા હતા.


  ઇમામ ફોર્મમાં છે
  જો ઇમામની આ ઇજા ગંભીર હોય તો પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. હકીકતમાં ઇમામ ફોર્મમાં છે. તેમણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ બ્રિસ્ટલમાં 151 રનની ઇનિંગ રમી હતી. આ ઇમામની છઠ્ઠી સદી હતી. વન ડેમાં ફાસ્ટેસ્ટ 6 સેન્ચ્યુરી નોંધાવાનો રેકર્ડ ઇમામના નામે છે. ઇમામે 27 મેચમાં 6 સદી ફટકારી છે અગાઉ આ રેકર્ડ શ્રીલંકાના બેટ્સમેન ઉપુલ થરંગાના નામે હતો જેણે 29 મેચમાં 6 સદી નોંધાવી હતી.
  Published by:Jay Mishra
  First published: