Home /News /sport /

HAL Recruitment 2022 : HALમાં ભરતી, ગ્રેજ્યુએટ-એપ્રેન્ટિસની જગ્યા માટે અરજી કરવાની અંતિમ તક

HAL Recruitment 2022 : HALમાં ભરતી, ગ્રેજ્યુએટ-એપ્રેન્ટિસની જગ્યા માટે અરજી કરવાની અંતિમ તક

HAL Recruitment 2022 : આજે હિન્દુસ્તાન એરોનોટિક્સની ભરતીમાં અરજી કરવાનો અંતિમ દિવસ

HAL Recruitment 2022 : હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (Hindustan Aeronautics Limited, HAL Recruitment Notification ) એ ટેકનિશિયન એપ્રેન્ટિસ ટ્રેઇની અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ટ્રેનીની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે, આજે આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ છે.

વધુ જુઓ ...
    HAL Recruitment 2022:હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (Hindustan Aeronautics Limited, HAL Recruitment Notification ) એ ટેકનિશિયન એપ્રેન્ટિસ ટ્રેઇની અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ટ્રેનીની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત ઉમેદવારો માટે કુલ 150 જગ્યાઓ ખાલી છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ hal-india.co.in પર જઈને ભરતી સંબંધિત માહિતી મેળવી શકે છે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 7 જાન્યુઆરી, 2022 થી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ 19 જાન્યુઆરી, 2022 છે. આમ આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી (HAL Recruitment 2022 Last date of Online application) કરવાની અંતિમ તારીખ છે. નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ અહીંયા આપવામાં આવેલી ઓનલાઇન એપ્લિકેશનની લિંક દ્વારા ભરતી માટે અરજી કરવાની રહેશે.

    ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવેલી તમામ માહિતી વાંચ્યા પછી અરજી કરી શકે છે. આ પદો પર ઉમેદવારોને દર મહિને 9 હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર સાયન્સ, એરોનોટિકલમાં એન્જીનિયરિંગ ડિગ્રી પૂર્ણ કરી હોય તેવા ઉમેદવારો આ જગ્યાઓ પર ભરતી માટે અરજી કરી શકે છે.

    HAL Recruitment 2022:ખાલી પડેલા પદો

    • ટેક્નિશિયન એપ્રેન્ટિસ ટ્રેઈની (Technician Apprentice Trainee) - 80 પદો

    • ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ટ્રેઈની (Graduate Apprentice Trainee) - 70 પદો


    HAL Recruitment 2022:લાયકાત
    શૈક્ષણિક લાયકાત:

    • ટેક્નિશિયન એપ્રેન્ટિસ ટ્રેઈની - સંબંધિત એન્જિનિયરિંગ પ્રવાહમાં ડિપ્લોમા.

    • ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ટ્રેઈની - સંબંધિત એન્જિનિયરિંગ પ્રવાહમાં B.Tech/B.E.


    આ પણ વાંચો : BARC Recruitment 2022 : BARCમાં આવી ભરતી, મળશે 55,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ

    HAL Recruitment 2022:આટલું મળશે સ્ટાઈપન્ડ

    દરેક ઉમેદવારને પ્રતિ માસ રૂ. 9000 સ્ટાઈપન્ડ પેટે આપવામાં આવશે.

    HAL Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    ઉમેદવારોની પસંદગી મેરિટને આધારે કરવામાં આવશે. ભરતી સાથે જોડાયેલ તમામ જાણકારી માટે ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકે છે.































    જગ્યા150
    શૈક્ષણિક યોગ્યતા

    • ટેક્નિશિયન એપ્રેન્ટિસ ટ્રેઈની - સંબંધિત એન્જિનિયરિંગ પ્રવાહમાં ડિપ્લોમા.

    • ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ટ્રેઈની - સંબંધિત એન્જિનિયરિંગ પ્રવાહમાં B.Tech/B.E.


    પસંદગી પ્રક્રિયાઉમેદવારોની પસંદગી મેરિટને આધારે કરવામાં આવશે.
    સ્ટાઇપેન્ડ9000
    અરજી કરવાની છેલ્લી તારીખ19-1-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    HAL Recruitment 2022: આ રીતે કરો અરજી

    • ઉમેદવારોએ સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ hal-india.co.in ઓપન કરવી.

    • ત્યાર પછી ટેક્નિશિયન એપ્રેન્ટિસ અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસના પદો પર ભરતી વિશેની માહિતીને ધ્યાનથી વાંચી લેવી.

    • હવે નેશનલ એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ સ્કીમ (NATS), mhrdnats.gov.in ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરો.

    • તમારું અરજી ફોર્મ ભરતી વખતે તમામ જરૂરી વિગતો જણાવો.

    • તમામ વિગતો ભર્યા કર્યા પછી ઉમેદવારોએ અરજી ફોર્મ ડાઉનલોડ કરવું.

    • હવે તમારા અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.


    આ પણ વાંચો : SEBI Recruitment 2022: SEBIમાં યંગ પ્રોફેશનલની ભરતી, 60,000 સુધી મળશે પગાર

    HAL Recruitment 2022:મહત્વની તારીખ

    • ઓનલાઈન અરજી કરવાની પ્રારંભિક તારીખ: 7 જાન્યુઆરી 2022

    • ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ: 19 જાન્યુઆરી 2022

    Published by:Jay Mishra
    First published:

    Tags: Career and Jobs, કેરિયર, સરકારી નોકરી

    આગામી સમાચાર