સચિન તેંડુલકરની શોધ News18એ પુરી કરી, 19 વર્ષ પહેલા બેટિંગમાં કરી હતી મદદ

સચિન તેંડુલકરની શોધ News18એ પુરી કરી, 19 વર્ષ પહેલા બેટિંગમાં કરી હતી મદદ
સચિન તેંડુલકરની શોધ News18એ પુરી કરી, 19 વર્ષ પહેલા બેટિંગમાં કરી હતી મદદ

વેઇટરે સચિનને આર્મ ગાર્ડ વિશે સલાહ આપી હતી અને આ પછી સચિનની રમત પુરી રીતે બદલાઇ ગઈ હતી

 • Share this:
  નવી દિલ્હી : ભારતનો દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)હાલના દિવસોમાં એક ખાસ વ્યક્તિની શોધ કરી રહ્યો છે. સચિને ટ્વિટર ઉપર પણ આ ખાસ વ્યક્તિને શોધવા મદદની અપીલ કરી હતી. આ અપીલ પર NEWS18ની ટીમે એ વ્યક્તિને શોધી કાઢ્યો છે. આ ખાસ વ્યક્તિ એક વેઇટર છે. જેણે 19 વર્ષ પહેલા સચિનની બેટિંગમાં મદદ કરી હતી. આ વેઇટરના કહ્યા પછી જ સચિને પોતાના એલ્બો ગાર્ડને ફરીથી રીડિઝાઈન કરવાયો હતો અને તેની બેટિંગમાં ચમક આવી હતી.

  NEWS18 તમિલનાડુ તે વ્યક્તિને શોધવા સફળ રહ્યું છે. તે વેઇટરનું નામ ગુરુપ્રસાદ છે. જે 19 વર્ષ પહેલા ક્રિકેટના આ ભગવાનને મળ્યો હતો. તે સમયે ટીમ ઇન્ડિયા ટેસ્ટ શ્રેણી રમવા માટે ચેન્નાઈ ગઈ હતી અને સચિન ત્યાં તાજ કોરોમંડલમાં રોકાયો હતો. તેણે સચિનને આર્મ ગાર્ડ વિશે સલાહ આપી હતી અને સચિને આ સલાહનો સ્વિકાર કર્યો હતો. આ પછી સચિનની રમત પુરી રીતે બદલાઇ ગઈ હતી.

  કોફી લઈને આવ્યો હતો વેઇટર
  સચિને વીડિયો શેર કરીને તે દિવસની ઘટના કહી હતી. સચિને જણાવ્યું હતું કે હોટલમાં તેણે કોફી ઓર્ડર કરી હતી અને વેઇટર કોફી લઈને આવ્યો હતો. તે તેનો મોટો પ્રશંસક હતો. વાત વાતમાં ખબર પડી કે વેઇટર તેની બેટિંગને એટલી નજીકથી ફોલો કરે છે જેટલી આજ સુધી કોઈએ કરી નથી. સચિને પણ તે વેઇટરને કહ્યું હતું કે તુ દુનિયાનો એકમાત્ર એવો વ્યક્તિ છે જેણે ઝીણવટથી વાતને નોટિસ કરી છે.  વેઇટરની સલાહ પછી બેટિંગમાં ચમક આવી
  સચિને બતાવ્યું હતું કે વેઇટર દરેક બોલને 4-5 વખત રિવાઇન્ડ કરીને જોતો હતો અને તેને લાગતું હતું કે જ્યારે પણ હું એલ્બો ગાર્ડ લગાવું છું ત્યારે મારી બેટિંગ સ્વિંગ બદલાઇ જાય છે. સચિનને આ જાણીને ઘણું આશ્ચર્ય થયું હતું કારણ કે તેણે આ પહેલા આ વિશે કોઈની સાથે વાત કરી ન હતી. ના કોઈ તે વિશે જાણી શક્યું હતું. વેઇટરની સલાહ પછી સચિને પોતાના એલ્બો ગાર્ડને રીડિવાઇઝ કરી હતી.

  વેઇટરે સચિન અને રાહુલના ઓટોગ્રાફ પણ લીધા હતા તસવીર - News18)


  સચિને કહ્યું હતું કે ગાર્ડની યોગ્ય સાઇઝ, સહી પૈડિંગ અને યોગ્ય સ્ટ્રેપ સાથે તેને ડિઝાઈન કરાવ્યો હતો. જેનાથી તેને મદદ મળી હતી. સચિને વીડિયો શેર કરતા લખ્યું હતું કે હું વિચારું છું કે આજે તે ક્યાં હશે અને તેને મળવા માંગું છું.
  Published by:Ashish Goyal
  First published:December 15, 2019, 16:03 pm

  ટૉપ ન્યૂઝ