Home /News /sport /આ બેટ્સમેને માર્યા 10 છગ્ગા, 18 બોલમાં ફટકારી અડધી સદી

આ બેટ્સમેને માર્યા 10 છગ્ગા, 18 બોલમાં ફટકારી અડધી સદી

માર્ટિન ગુપ્ટિલ

12 ઓવરમાં જ પોતાની ટીમને જીત સુધી પહોંચાડી દીધી, ગુપ્ટિલ 86 રન બનાવીને નોટઆઉટ રહ્યો.

    ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા ટી-20 બ્લાસ્ટમાં સતત રનોનો વરસાદ થઈ રહ્યો છે. ક્યારેક ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ તો ક્યારેક ઝડપી અડધી સદીના રેકોર્ડ બની રહ્યા છે. આ દરમિયાન રોમાંચમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે મોડીરાત્રે વોર્શટરશયર અને ડરહામ વચ્ચે રમાયેલી રમતમાં બે ધમાકેદાર અડધી સદી થઈ હતી. વોર્શટરશયર તરફથી રમતા ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે ફક્ત 18 બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના રિકી વેસલ્સે 20 બોલમાં અડધી સદી ફટકારી હતી.

    ગુપ્ટિલનો ધમાકો

    બે અઠવાડિયા પહેલા વર્લ્ડ કપમાં માર્ટિન ગુપ્ટિલ ફ્લોપ રહ્યો હતો. જોકે, ટી-20માં તે ધીમે ધીમે ફોર્મમાં આવી રહ્યો છે. ડરહામ વિરુદ્ધ તો તેણે રનનો વરસાદ કરી નાખ્યો હતો. ગુપ્ટિલે ફક્ત 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. દર ઓવરમાં તેના બેટમાંથી છગ્ગો નીકળી રહ્યો હતો. અડધી સદી બનાવ્યા પછી તે સતત રન બનાવતો રહ્યો હતો. ગુપ્ટિલે ફક્ત 31 બોલમાં 86 રન ફટકારી દીધા હતા. આ દરમિયાન તેના બેટમાંથી ચાર ચોગ્ગા અને 10 છગ્ગા નીકળ્યા હતા. ગુપ્ટિલે 72 રન બાઉન્ડ્રીથી બનાવ્યા હતા. એટલે કે તેણે ફક્ત 14 રન સિંગલ્સ અને ડબલ્સથી બનાવ્યા હતા. તેની ટીમ સામે 182 રનનું લક્ષ્યાંક હતું. 12 ઓવરમાં જ તેણે પોતાની ટીમને જીત સુધી પહોંચાડી દીધી હતી. ગુપ્ટિલ 86 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો.



    વેસલ્સની રમત

    ગુપ્ટિલ સાથે ઓપનિંગમાં આવેલા ઓસ્ટ્રેલિયાના રિકી વેસલ્સે ખૂબ સારી બેટિંગ કરી હતી. તેણે ફક્ત 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. વેસલ્સે 29 બોલમાં 72 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગા લગાવ્યા હતા. ગુપ્લિટ અને વેસલ્સે સાતમાં ઓવરમાં સ્કોર 100 રનને પાર પહોંચાડી દીધો હતો.

    એક ઓવરમાં 24 રન

    ડરહામના બોલર લિયમ ટ્રેવેસકિસની એક જ ઓવરમાં ગુપ્ટિલ અને વેસલ્સે 24 રન ફટકાર્યા હતા. તેની આ ઓવરમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા લાગ્યા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Martin guptill

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन