Home /News /sport /દુષ્કર્મના આરોપમાં ધરપકડ બાદ શ્રીલંકન ક્રિકેટરને બોર્ડે કર્યો સસ્પેન્ડ, ઓસ્ટ્રેલીયામાં જામીન પણ ન મળ્યા

દુષ્કર્મના આરોપમાં ધરપકડ બાદ શ્રીલંકન ક્રિકેટરને બોર્ડે કર્યો સસ્પેન્ડ, ઓસ્ટ્રેલીયામાં જામીન પણ ન મળ્યા

શ્રીલંકન ક્રિકેટર સસ્પેન્ડ

Gunathilaka rape charges in Australia: શ્રીલંકન ક્રિકેટર દનુષ્કા ગુણાથિલકા પર ઓસ્ટ્રેલિયામાં દુષ્કર્મના આરોપ હેઠળ ધરપકડ બાદ હવે તેને જામીન મળી શક્યા નથી. અધુરામાં પૂરું બોર્ડે પણ તેને સસ્પેન્ડ કરી દીધો છે.

SLC Suspended Gunathilaka: શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket)એ સિડનીમાં બળાત્કારના આરોપસર બેટ્સમેન દનુષ્કા ગુણાથિલકા પર આરોપ (SLC Suspended Gunathilaka After Rape charges ) લગાવ્યા બાદ તેને તાત્કાલિક અસરથી તમામ પ્રકારના ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. એક સત્તાવાર નિવેદનમાં, એસએલસી (Sri Lanka Cricket) એ જણાવ્યું હતું કે, "શ્રીલંકા ક્રિકેટની એક્ઝિક્યુટિવ કમિટીએ નેશનલ ખેલાડી દનુષ્કા ગુણાથિલકા (National Player Danushka Gunathilaka) ને તાત્કાલિક અસરથી તમામ પ્રકારના ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો અને ગુણાથિલાકાની ધરપકડ કરવામાં આવી હતી અને ઓસ્ટ્રેલિયામાં એક મહિલા પર જાતીય અડપલા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હોવાની જાણ થયા પછી કમિટી તેમને કોઈપણ પસંદગી માટે ધ્યાનમાં લેશે નહીં.





જામીન પણ રદ્દ

તદુપરાંત, શ્રીલંકા ક્રિકેટ કથિત ગુનાની તાત્કાલિક તપાસ હાથ ધરવા માટે જરૂરી પગલાં લેશે અને ઓસ્ટ્રેલિયામાં ઉપરોક્ત કોર્ટ કેસ પૂર્ણ થયા પછી જો તે દોષી સાબિત થાય તો ઉપરોક્ત ખેલાડીને દંડ કરવા પગલાં લેવામાં આવશે. અધુરામાં પૂરું હાલ તો તેના જામીન પણ રદ્દ કરવામાં આવ્યા છે.

ગુણાથિલકાને હેમસ્ટ્રિંગની ઈજા થતાં તે પ્રથમ રાઉન્ડમાં ચાલી રહેલા આઇસીસી ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. તેની જગ્યાએ ટ્રાવેલિંગ રિઝર્વ એશેન બંદરાને લેવામાં આવ્યો હતો, પરંતુ ગુણાથિલકા લંકાની ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં જ રહ્યો હતો. 31 વર્ષીય ખેલાડીએ 46 ટી-20માં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું છે અને તેણે 16.46ની એવરેજથી 741 રન ફટકાર્યા છે.

શનિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ સામેની તેની અંતિમ ગ્રુપ મેચમાં હાર બાદ શ્રીલંકાના વર્લ્ડ કપ કેમ્પેઇનને સમેટાઈ ગયું હતું.

આ પણ વાંચો: ભગવા રંગ! પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચવા મળી મદદ, ભારતના પૂર્વ ક્રિકેટરની ટ્વીટ વાયરલ

સ્થાનિક અદાલતે નામંજૂર કર્યા ગુણાથિલકાના જામીન

સોમવારે અહીંની સ્થાનિક અદાલતમાં સુનાવણી બાદ ગુણાથિલકાના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. તેને સુરી હિલ્સ સેલથી ડાઉનિંગ સેન્ટર લોકલ કોર્ટમાં વિડીયો લિંક દ્વારા સુનાવણીમાં હાજર કરાયો હતો. સિડની મોર્નિં હેરાલ્ડના એક અહેવાલ અનુસાર, ગુણાથિલકાને સુનાવણીમાં તેની વર્ચ્યુઅલ હાજરી દરમિયાન હથકડી પહેરાવવામાં આવી હતી અને તેણે ગ્રે ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. અહેવાલમાં જણાવ્યા અનુસાર, તેમના વકીલ આનંદા અમરનાથે "ક્લોઝ્ડ કોર્ટ" સુનાવણી દરમિયાન જામીન અરજી કરી હતી અને મેજિસ્ટ્રેટ રોબર્ટ વિલિયમ્સે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.



અમરનાથે અહેવાલમાં જણાવ્યું હતું કે,"ચોક્કસપણે, અમે સુપ્રીમ કોર્ટમાં અરજી પર વિચાર કરી રહ્યા છીએ અને તે શક્ય તેટલી વહેલી તકે કરવામાં આવશે." સ્પષ્ટ છે કે તે નિરાશ થઈ જશે. શ્રીલંકાની ટીમ શનિવારે ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ગુણાથિલકા વગર ઓસ્ટ્રેલિયા છોડીને રવાના થઈ ગઈ હતી.
First published:

Tags: Australia, Cricket News in Guajarati, T20 World Cup 2022, ક્રિકેટ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો