Home /News /sport /GT VS CSK: IPL 2023 ની પહેલી મેચમાં ગુજરાતનો શાનદાર વિજય! માહિ સામે હાર્દિક અજેય

GT VS CSK: IPL 2023 ની પહેલી મેચમાં ગુજરાતનો શાનદાર વિજય! માહિ સામે હાર્દિક અજેય

ipl 2023 csk vs hardik pandya ms dhoni

IPL 2023 ની પ્રથમ મેચમાં જ ગુજરાત ટાઈટન્સનો વિજય થયો હતો અને ચેન્નઈની ટીમનો પરાજય થયો હતો. આ સાથે ધોનીની ટીમ સામે હાર્દિક પંડ્યાની ટીમ હજુ સુધી એક પણ મેચ હારી નથી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદમાં આજે IPL 2023 (Indian Premier League) નો શાનદાર  પ્રારંભ  થઈ ચૂક્યો છે.  પહેલી જ મેચમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો હતો અને હોમગ્રાઉન્ડમાં આ રીતે તેણે શુભ શરૂઆત કરી હતી. પિચ અને કન્ડિશન જોતાં તેણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી હેઠળની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. જો કે ચેન્નઈના આપેલા 179 રનના ટાર્ગેટને ગુજરાત ટાઈટન્સની ટીમે શુભમન ગિલની શાનદાર અર્ધી સદીની મદદથી 19.2 ઓવર્સમાં હાંસલ કરી લીધો હતો. અને આ રીતે IPL 2023 ની પ્રથમ મેચમાં જ ગુજરાત ટાઈટન્સનો વિજય થયો હતો અને  પ્રથમ મેચમાં જ ચેન્નઈની ટીમનો પરાજય થયો હતો.

હાર્દિકે ટોસ જીતીને શું કહ્યું? 

હાર્દિકે ટોસ જીતીને કહ્યું હતું કે આ પ્રકારના ક્રાઉડ વચ્ચે રમવું રોમાંચક હોય છે. આ વખતે આઈપીએલ ઘણી રીતે રોમાંચક રહેશે. ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ પણ ઘણો નિર્ણાયક બની રહેશે. અમારા ટીમ્મેટ્સ ઘણી મહેનત કરીને આવ્યા છે. ટીમ કોમ્બીનેશન અંગે પુછવામાં આવતા હાર્દિકે કહ્યુ હતુ કે એ તમામ અમારા કોચ આશુ પાજી એટલે કે નેહરા જોતા હોય છે. તેઓ રાત રાત જાગીને ટીમ અંગે નિર્ણય લેતા હોય છે અને અમને તેમના પર વિશ્વાસ છે.

ગુજરાત સામે 179 રનનો ટાર્ગેટ

ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવર રમીને 178 રન બનાવ્યા હતા. જેમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડના 92 રનનો સમાવેશ થાય છે. ગુજરાત ટાઈટન્સ તરફથી જોસેફ, રાશીદ અને શમીએ શાનદાર બોલિંગ કરતાં બે બે વિકેટ ઝડપી હતી. આખરી ઓવરમાં ચાહકોને ધોનીનો છગ્ગો જોવા મળ્યો હતો જેના કારણે અમદાવાદમાં ક્રિકેટ ફેન્સ ગેલમાં આવી ગયા હતા.

આ પણ વાંચો: IPL 2023: એમ જ નથી થયું ભાઈ! બહુ મહેનત કરી છે, Hardik Pandya એ પ્રથમ મેચ પપ્પાને યાદ કર્યા, જુઓ VIDEO

ગુજરાતનો 5 વિકેટે વિજય

ગુજરાત ટાઈટન્સની ટીમે શુભમન ગિલની શાનદાર અર્ધી સદીની મદદથી ચેન્નઈના આપેલા 179 રનના ટાર્ગેટને 19.2 ઓવર્સમાં હાંસલ કરી લીધો હતો. અને આ રીતે IPL 2023 ની પ્રથમ મેચમાં જ ગુજરાત ટાઈટન્સનો વિજય થયો હતો અને  હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ચેન્નઈ સામે ગુજરાતની ટીમ હજુ આજેય રહી છે. એટ્લે કે એક પણ મેચ હારી નથી. IPL 2023 ની આ પ્રથમ મેચમાં જ ચેન્નઈની ટીમનો પરાજય થયો હતો. જેના કારણે ધોની પર આગળની મેચોમાં ટીમને જિતાડવાનું દબાણ વધશે કારણ કે છેલ્લી સિઝનમાં CSK છેક 9 માં ક્રમે રહી હતી.
First published:

Tags: Cricket News Gujarati, Gujarat titans, IPL 2023

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો